android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Local Body Election Results 2026: અમદાવાદ મનપાના 48 વોર્ડની બે સેન્ટરો પર મતગણતરી થશે
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026: અમદાવાદ મનપાના 48 વોર્ડની બે સેન્ટરો પર મતગણતરી થશે

અમદાવાદ મહાનગર પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયત સહિતની ચૂંટણીમાં મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરાશે. સવારે 9 વાગ્યાથી લઈને મતગણતરી શરૂ કરાશે. મતગણતરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બે હજાર કરતાં વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. આજે શહેરમાં બે સ્થળો પર મતગણતરી યોજાશે. જ્યારે જિલ્લા માટે પણ મતગણતરીના સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપાના 190 બેઠક માટે પરિણામ જાહેર થશે અમદાવાદમાં આજે મહાનગર પાલિકાના 48 વોર્ડ માટે બે સેન્ટરો પર મતગણતરી હાથ ધરાશે. એલડી કોલેજ ખાતે 27 વોર્ડની ગણતરી થશે. જ્યારે ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની ગણતરી હાથ ધરાશે. 9 વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે ત્યાર બાદ ઈવીએમની ગણતરી હાથ ધરાશે. બે હજાર કરતાં વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે અમદાવાદ મનપાના 190 બેઠક માટે પરિણામ જાહેર થશે અમદાવાદ જિલ્લામાં કૂલ 14 મતગણતરી કેન્દ્રો પર ગણતરી અમદાવાદ જિલ્લામાં કૂલ 14 મતગણતરી કેન્દ્રો પર કામગીરી થશે. અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠક પૈકી એક કાસિન્દ્રા બેઠક બિન હરિફ થઈ છે. જેથી 33 બેઠક માટે ગણતરી હાથ ધરાશે. ત્રણ નગર પાલિકાની 96માંથી 24 બેઠકો બિનહરિફ થઈ છે. 72 બેઠકો માટે ગણતરી હાથ ધરાશે. 9 તાલુકા પંચાયતની 176 સીટ પર 11 બેઠકો બિનહરીફ થઈ છે. એક બેઠક પર ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. તાલુકા પંચાયતની 164 બેઠકની ગણતરી હાથ ધરાશે.આ પણ વાંચોઃ Gir Somnath : સોમનાથના શરણે ગૃહ મંત્રી અમિત શાહ, મંગળવારે સવારે કરશે વિશેષ પૂજા-જળાભિષેક

Read Full Story arrow_forward
Gujarat Local Body Election Results 2026: અમદાવાદના આ બે વિસ્તારોમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026: અમદાવાદના આ બે વિસ્તારોમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ

અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ની મતગણતરીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મહત્વનો આદેશ જાહેર કરાયો છે.આજે શહેરમાં મતગણતરીના સ્થળો પર ટ્રાફિકનું નિયમન કરવા માટે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. વાહનોની અવર-જવર પર પ્રતિબંધ શહેરમાં મતગણતરી દરમિયાન એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ નવરંગપુરા અને ગુજરાત કોલેજ કેમ્પસ એલીસબ્રીજ ખાતે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે.આ પ્રતિબંધ આજે સવારે રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. બીજી તરફ નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ જાહેર કરાઈ છે. વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો એલ. ડી. એન્જિનિયરિંગ પાસે પાંજરાપોળ તરફ્ના માર્ગોનો ઉપયોગ જ્યારે ગુજરાત કોલેજ કેમ્પસ પાસે ટાઉનહૉલ અને સી.એન.આઈ.ચર્ચ સર્કલ તરફથી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાશે.જોકે, ચૂંટણી સાથે જોડાયેલા વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આકસ્મિક સંજોગોમાં મુસાફરી કરતા વાહનોને આ નિયમ લાગુ પડશે નહીં.જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ પણ વાંચોઃ Gujarat Local Body Election Results 2026: અમદાવાદ મનપાના 48 વોર્ડની બે સેન્ટરો પર મતગણતરી થશે

Read Full Story arrow_forward
Gujarat Local Body Election Results 2026: રાજકોટ, સુરત અને વડોદરામાં મતગણતરી, લોખંડી બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોના ભાવિનો ફેંસલો
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026: રાજકોટ, સુરત અને વડોદરામાં મતગણતરી, લોખંડી બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોના ભાવિનો ફેંસલો

રાજ્યની ત્રણ મુખ્ય મહાનગરપાલિકાઓ રાજકોટ, વડોદરા અને સુરત તેમજ જિલ્લા-તાલુકા પંચાયતોના ભાવિનો આજે ફેંસલો થવા જઈ રહ્યો છે. સવારે 9 વાગ્યાથી નિર્ધારિત કેન્દ્રો પર મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. સત્તાધારી પક્ષ ભાજપ પોતાનો ગઢ સાચવવા મથશે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 'નવાજૂની' કરવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં છે. બપોર સુધીમાં તમામ શહેરોનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ જશે.રાજકોટમાં 72 બેઠકો માટે 6 કેન્દ્રો પર જંગરાજકોટમાં મનપાની 72 બેઠકો માટે અલગ-અલગ 6 સેન્ટરો પર મતગણતરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 1, 2, 3, 4, 15 અને 16 ના પરિણામો પર સૌની નજર છે.પોલિટેકનિક કોલેજમાં 4 રાઉન્ડમાં ગણતરીવડોદરામાં મનપાના ઉમેદવારોના ભાવિનો ફેંસલો પોલિટેકનિક કોલેજ ખાતે થશે. તંત્ર દ્વારા માત્ર 4 રાઉન્ડમાં જ ગણતરી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે, જેથી પરિણામો વહેલા જાણી શકાશે. મનપાની સાથે સાથે જિલ્લા અને તાલુકા પંચાયતોના પરિણામો પણ આજે જાહેર થવાના હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં પણ ઉત્તેજનાનો માહોલ છે.ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 483 ઉમેદવારોની કસોટીસુરતમાં 30 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 483 ઉમેદવારોના નસીબ આજે ખુલશે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ છે.આ પણ વાંચો: Gujarat Local Body Election Results 2026: આજે સવારે 9 વાગ્યાથી 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે

Read Full Story arrow_forward