android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Local Body Election Results 2026: આજે સવારે 9 વાગ્યાથી 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026: આજે સવારે 9 વાગ્યાથી 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે

ગુજરાતમાં રવિવારે 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં, 84 નગરપાલિકાઓમાં, 34 જિલ્લા પંચાયતોમાં અને 260 તાલુકા પંચાયતોમાં સામાન્ય ચૂંટણી તેમજ 9 નગરપાલિકાની એક-એક સીટ ઉપર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું.તેમાં આ તમામ સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓનું મતદાન પુરુષ મતદારો કરતાં સરેરાશ ઓછું રહ્યું છે.મહિલાઓ વોટિંગ કરવામાં પુરુષો કરતાં ઉદાસીન રહી છે. આ મતદાન બાદ હવે આજે મંગળવારે મતગણતરી હાથ ધરાશે. 28240 મત ગણતરી સ્ટાફ કામગીરીમાં રહેશે રાજ્યમાં આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે.838 હોલમાં મતગણતરી હાથ ધરાશે. 6991 મતગણતરી ટેબલ મુકાશે. 28240 મત ગણતરી સ્ટાફ કામગીરીમાં રહેશે. 33750 પોલીસ કર્મચારીઓ ગણતરી સ્થાને રહેશે, વર્ગ 4 ના 10257 કર્મચારીઓ પણ રહેશે. આજે જિલ્લા, તાલુકા અને મનપા સહિત નગરપાલિકાના ઉમેદવારોનું ભાવિ ખુલશે.આ પણ વાંચોઃ Gir Somnath : સોમનાથના શરણે ગૃહ મંત્રી અમિત શાહ, મંગળવારે સવારે કરશે વિશેષ પૂજા-જળાભિષેક

Read Full Story arrow_forward
Patan: સમી પંથકમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે રસ્તા સુમસામ બન્યા
calendar_today April 28, 2026

Patan: સમી પંથકમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે રસ્તા સુમસામ બન્યા

સમી સહિત પંથકમાં દિનપ્રતિદિન ગરમીનો પારો ગગડી રહ્યો છે. જેથી અગનગોળા વરસાવતી ગરમીથી પંથકના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.બીજી તરફ્ હાલમાં બપોરના સમયે તેજ ગરમીને કારણે લોકો પોતપોતાના ઘરોમાં કે ઓફ્સિમાં પુરાઈને રહેતાં હોવાથી મહોલ્લા તથા બજાર અને હાઈવે માર્ગ સુમસામ ભાસી રહ્યા છે. તેમજ લોકો પણ કોલા ઊપર પહોંચી શેરડી રસ તથા લીંબુ શરબત અને સોડા જેવા ઠંડાપીણાનું સેવન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ ઉનાળાની ઋતુને બે મહિના વિત્યા છે અને હવે ત્રીજા મહિનાની શરૂઆતમાં જ અગનગોળા વરસાવતી ગરમી જોવા મળી રહી છે.હાલમાં ઉનાળાની ઋતુને બે મહિના જેટલો સમય પુરો થયો છે. જેમાં છેલ્લા બે વર્ષથી ઉનાળામાં ગરમીનો પારો સતત ગગડતો જોવા મળે છે.ત્યારે ચાલું વર્ષે પણ સુર્યનારાયણે? પોતાનું તેજ પ્રકાશવાનું શરૂ કરી દેતાં સોમવારે સમી ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.જેને પગલે હાઈવે પર દોડતા વાહનો પણ જોવા ન મળતાં હાઈવે રોડ સુમસામ બન્યો હતો. તે સાથે જ સમી ખાતેની બજારમાં ખરીદી માટે આવતાં લોકો પણ બળબળતી ગરમીમાં બહાર નિકળવાનું ટાળતા બજારો સહિત મહોલ્લાનારસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે. બીજી તરફ્ લોકો ગરમી સામે રક્ષણ મેળવવા માટે પોતાના ઘરોમાં અથવા ઓફ્સિમાં ઠંડક આપતા વીજ ઉપકરણો જેવા કે એસી,કુલર તથા પંખા સહિત ઠંડા પીણાનો વધું પ્રમાણમાં સહારો લઈ રહ્યા છે. આમ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: આજે રાધનપુર તાલુકા પંચાયતની મતગણતરી
calendar_today April 28, 2026

Patan: આજે રાધનપુર તાલુકા પંચાયતની મતગણતરી

રાધનપુર તાલુકા પંચાયતની 16 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 3 બેઠકો અને નગરપાલિકાના વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીનું મતદાન ગતરોજ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ જવા પામ્યું છે જ્યારે 26 એપ્રિલના રોજ રાધનપુર તાલુકા પંચાયતમાં 41 જિલ્લા પંચાયતના 8 ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમ મશીનમાં કેદ થયું હતું.જયારે આજરોજ 28 એપ્રિલના રોજ રાધનપુર તાલુકા પંચાયતની મત ગણતરી રાધનપુર મહેસાણા હાઇવે પર આવેલ મોડેલ સ્કૂલમાં ગણવામાં આવશે. અને આજરોજ રાધનપુર તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા જાળવી રાખશે કે કોંગ્રેસ બાજી મારી જશે તેવી તમામ અટકણોનો આજે અંત આવશે. રાધનપુર વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે 9 વાગ્યાથી 8 ટેબલ પર ટોટલ 7 રાઉન્ડમાં મત ગણતરી શરૂ કરવામાં આવશે. અને એક ટેબલ પર મદદનીશ અધિકારી સુપરવાઇઝર તેમજ પટાવાળા સહિત અન્ય કર્મચારીઓ હાજર રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward