android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: દહેગામ તા. પંચાયતની ઘમીજ બેઠકમાં સૌથી વધુ મતદાન
calendar_today April 28, 2026

Gandhinagar: દહેગામ તા. પંચાયતની ઘમીજ બેઠકમાં સૌથી વધુ મતદાન

દહેગામ તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન ઘમીજ-7 નંબરની બેઠક પર નોંધાયુ હતુ. તેમજ સૌથી ઓછુ મતદાનની ટકાવારી વાસણા સોગઠી-28 નંબરની બેઠક પર નોંધાયુ હતુ. ઘમીજમાં કુલ 80.37 ટતા મતદાન થયુ હતુ તથા વાસણા સોગઠીમાં 58.09 ટકા મતદાન નોંધાયુ હતુ, ઘમીજમાંકુલ 5440 મતદારો પૈકી 4372 મતદારોના મત પડયા હતા. જેમાં પુરુષ મતદારો 2314 તથા મહિલા મતદારો 2058 નોંધાયા છે. તેમજ સૌથી ઓછા મતદાનવાળી બેઠક વાસણા સોગઠીમાં કુલ 7139 મતદારો પૈકી 4147 નુ મતદાન થયુ હતુ. જેમાં 2295 પુરુષ તથા 1852 મહિલા મતદારોના મત પડયા હતા. તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો પર છ વાગ્યા સુધીમા કુલ 70.44 ટકા મતદાન નોંધાયુ હતુ. આ સિવાયની તમાામ બેઠકો પૈકી 16 બેઠકો પર 70 ટકાથી વધુ તેમજ 11 બેઠકો પર 60 ટકાથી 70 ની વચ્ચે મતદાન નોંધાયુ હતુ. તાલુકાની તમામ બેઠકો પર કુલ 1,77,379 મતદારો પૈકી કુલ 1,24,948 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જેમાં 67,845 પુરુષ મતદાર તથા 57,103 મહિલા મતદારોએ લોકશાહીના પર્વમાં પોતાનો મત આપીને એક આદર્શ મતદાતાની ફરજ નિભાવી હોવાની વિગતો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: છ સ્થાનિક સ્વરાજ સંસ્થામાં જનાદેશનો આજે ચુકાદો
calendar_today April 28, 2026

Gandhinagar: છ સ્થાનિક સ્વરાજ સંસ્થામાં જનાદેશનો આજે ચુકાદો

ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, માણાસ,દહેગામ તાલુકા પંચાયત, કલોલ અને દહેગામ પાલિકાની ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર થશે. જિલ્લાની 6 સ્થાનિક સ્વરાજ સંસ્થાની કુલ 163 બેઠકો માટે 399 ઉમેદવારોના ભાવી ગઈકાલે થયેલા મતદાનમાં ઈવીએમમાં કેદ થયા હતા. ત્યારે હવે આવતીકાલે ઈવીએમ ખોલતાં જ જિલ્લાના મતદારોએ આપેલો જનાદેશ જાહેર થશે. છેલ્લી ટર્મમાં તમામ ઉપર ભાજપ સત્તામાં હતુ.ં એટલે છ સ્થાનિક સ્વરાજ સંસ્થા ઉપર ભાજપ સત્તા ટકાવી રાખશે કે કોંગ્રેસનો પંજો પડશે તે આવતીકાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. જિલ્લામાં 6 જેટલા કેન્દ્રો ઉપર મતગણતરી થશે, જેમાં કુલ 99 જેટલા ટેબલો ઉપર ગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લાની છ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં 61.73થી લઈને 73.60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. કુલ 163 બેઠકો ઉપર કોણે બાજી મારી છે, તે જાણવા માટે ઉમદવારો સાથે લાખો સમર્થકો ઉપર આતુર છે.ત્યારે લાખો લોકોની આતુરતાનો અંત આવતીકાલે આવી જશે. આવતીકાલનો મંગળવાર કોનું મંગળ લઈને આવે છે તો જોવાનું રહે છે. જિલ્લાના ચારેય તાલુકામાં મતગણતરી કેન્દ્રો ઉભા કરાયા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે સેક્ટર-15 સરકારી આર્ટસ કોલેજના વિવેકાનંદ હોલ મતગણતરી કરાશે. જેમાં 12 ટેબલો ઉપર મતગણતરી હાથ ધરાશે. માણસા તાલુકા પંચાયત માટે એસ.ડી. આર્ટસ એન્ડ બી.આર. કોમર્સ કોલેજના રૂમ નં. 11 અને 22માં અનુક્રમે 9 અને 7 ટેબલોની વ્યવસ્થા કરાઈ છે. દહેગામ તાલુકા પંચાયત માટે એમ.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ત્રણ અલગ-અલગ રૂમોમાં કુલ 32 ટેબલો પર મતગણતરી હાથ ધરાશે.કલોલ તાલુકા પંચાયત માટે સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે કુલ 22 ટેબલો ગોઠવવામાં આવ્યા છે. નગરપાલિકાની ચૂંટણીઓ માટે અલાયદા કેન્દ્રો ઉભા કરાયા છે. જેમાં કલોલ નગરપાલિકા માટે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે બે કાઉન્ટિંગ હોલમાં 12 ટેબલો અને દહેગામ નગરપાલિકા માટે મ્યુનિસિપલ બોયઝ સ્કૂલ ખાતે 5 ટેબલો પર મતોની ગણતરી કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: લાલાવાડાની ગૌશાળામાં ગાયોને 2000 કિલો તરબુચ ખવડાવાયા
calendar_today April 28, 2026

Palanpur: લાલાવાડાની ગૌશાળામાં ગાયોને 2000 કિલો તરબુચ ખવડાવાયા

ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા આ કાળઝાળ ઉનાળાની ગરમીમાં અબોલ જીવોની સેવા અર્થે અનોખો સેવા કાર્યક્રમ યોજાયો હતો. શાખાના કાયમી સેવા પ્રકલ્પ અંતર્ગત લાલાવાડા સ્થિત કામધેનુ ગૌશાળા ખાતે ગાયોને અંદાજિત 2000 કિલોગ્રામ તરબુચ ખવડાવી ગૌસેવા અને સંરક્ષણનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો. સેવા કાર્યક્રમમાં શાખાના પ્રમુખ લાલજીભાઈ જુડાલ, ખજાનચી નીરવભાઈ મોઢ અને કાર્યક્રમ કન્વીનર અલ્પેશભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સહભાગિતા તરીકે સ્મિતાબેન જોશી અને સહ સહભાગિતા કલ્પનાબેન મહેશ્વરી જોડાયા હતા. આ ઉપરાંત શાખાના સભ્યો ભરતભાઈ જોશી, હર્ષદભાઈ,મયુરભાઈ, રાજેન્દ્રભાઈ,મહેન્દ્રભાઈ,પિયુષભાઈ, જીગ્નેશભાઈ તેમજ અન્ય સભ્યો અને મહિલા ટીમમાંથી અંજનાબેન, પ્રીતિબેન, ઉર્મિલાબેન સહિત અંદાજિત રપ જેટલા સભ્યો પરીવાર સાથે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવો માટે સહિ અભિયાન પણ યોજાયું હતું. જેમાં ઉપસ્થિત તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગૌસંરક્ષણ માટે સંકલ્પ લીધો હતો.ભારત વિકાસ પરિષદના આ સેવા કાર્યક્રમ દ્વારા સમાજમાં ગૌસેવા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તથા સેવા અને સંસ્કારના મૂલ્યો મજબુત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની ચિંતા કરી 2000 કિલો તરબુચ ખવડાવવાની આ પહેલ સૌ માટે પ્રેરણારૂપ બની રહી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward