Gandhinagar: સેક્ટર-24ની આંગણવાડીમાં રાતોરાત આખરે પાણીની લાઇન નાખવામાં આવી
ગાંધીનગર સેક્ટર-24 સ્થિત આંગણવાડી નંબર-3માં તંત્ર દ્વારા રાતોરાત પાણીની લાઇન નાખવામાં આવતા બાળકોને હાંશકારો થયો હતો. ઉલ્લેખનીય છેકે, ભર ઉનાળામાં અહિ પાણી આવતુ નહતું. જેના કારણે બાળકોને ઘરેથી પાણી લાવવાની ફરજ પડતી હતી.સેક્ટર-24 સ્થિત આગણવાડી નંબર-3માં પાણીની તંગીની સમસ્યા સામે આવી હતી.અહિ તાજેતરમાં પાણી અને ગટરના કામો કરવામાં આવ્યા બાદ અચાનક આવતુ પાણી બંધ થઇ ગયુ હતું. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હતી. જેના પરિણામે આગંણવાડીમાં આવતા બાળકો અને સ્ટાફને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. સ્ટાફ દ્વારા ઘરના પૈસા ખર્ચીને પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી તો કેટલાક બાળકોને ઘરેથી પાણી લાવવાની પરજ પડતી હતી. આ સમસ્યા અંગે સ્થાનિક આગેવાન મેરૂસિંહ ચાવડાએ રજુઆત કરી હતી. જે સંદર્ભે તંત્ર દ્વારા ગઇકાલે તાત્કાલીક ધોરણે 300થી 400 મિટરની પાણીની લાઇન નાખીને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યુ હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward