android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: દાલોદમાં સ્વરોજગાર સંસ્થા દ્વારા પશુ ઉછેર તાલીમ શિબિર યોજાઈ
calendar_today April 27, 2026

Mandal: દાલોદમાં સ્વરોજગાર સંસ્થા દ્વારા પશુ ઉછેર તાલીમ શિબિર યોજાઈ

માંડલ તાલુકાના શક્તિ માતાના મંદિર ખાતે અમદાવાદ,બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા દ્વારા પશુ ઉછેર અને સંવર્ધન અંગેની નિઃશુલ્ક તાલીમ યોજાઈ હતી. કુલ-12 દિવસ ચાલેલી આ તાલીમમાં ગામની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તાલીમ દરમ્યાન પશુઓના યોગ્ય સંવર્ધન,ખોરાક વ્યવસ્થા,આરોગ્ય જાળવણી અને આવકવર્ધક પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમના અંતે ભાગ લેનાર બહેનોની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં બહેનોએ સારા પ્રદર્શન સાથે પોતાની સમજ દર્શાવી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે તમામ બહેનોને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યાં હતાં સાથે જ સ્વરુચી ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી. મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહન મળી રહ્યું છે અને આત્મનિર્ભર બનવાની દિશામાં એક મહત્વપુર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ઝાલાવાડમાં ગરમીનો પારો 1.5 ડીગ્રી ઘટયો, હીટવેવ યથાવત
calendar_today April 27, 2026

Surendranagar: ઝાલાવાડમાં ગરમીનો પારો 1.5 ડીગ્રી ઘટયો, હીટવેવ યથાવત

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15-20 દિવસથી આકરી ગરમી પડી રહી છે. સુર્યનારાયણ ખાસ કરીને બપોરના સમયે આકરો તાપ વરસાવી રહ્યા છે. ત્યારે રવીવારના 44.3 ડીગ્રી તાપમાન સામે સોમવારે તાપમાનનો મહત્તમ પારો 1.5 ડીગ્રી નીચે આવ્યો છે. પરંતુ વાતાવરણમાં હીટવેવ જારી રહેતા ઝાલાવાડવાસીઓ તોબા પોકારી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી હીટવેવનું વાતાવરણ છે. સતત વધતી ગરમીના લીધે જિલ્લાનો રાજયના ટોપટેન શહેરોમાં સમાવેશ થાય છે. ત્યારે સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં મતદાનને દિવસે રાજયમાં હાઈએસ્ટ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં 44.3 ડીગ્રી નોંધાયુ હતુ. જયારે સોમવારે તાપમાનના પારામાં નજીવો ઘટાડો નોંધાયો છે. રવીવારના 44.3 ડીગ્રી સામે તાપમાનનો મહત્તમ પારો 1.5 ડીગ્રી ઘટીને 42.8 ડીગ્રી થયો હતો. બીજી તરફ લઘુત્તમ તાપમાન પણ સોમવારે 27.4 ડીગ્રી નોંધાયુ હતુ. જે સામાન્ય કરતા 1 થી 2 ડીગ્રી વધુ છે. લઘુત્તમ તાપમાન વધતા વહેલી સવારથી અને મોડી રાત સુધી લોકોને બાફનો અનુભવ થાય છે. રાત્રે તડકો ન હોવા છતાં વાતાવરણમાં બાફ રહેતા લોકો પરસેવે રેબઝેબ થઈ જાય છે. બીજી તરફ આજે તા. 28ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાનો યલોઝોનમાં સમાવેશ કરીને યલો એલર્ટ જાહેર કરાઈ છે. ત્યારે તાપમાનનો મહત્તમ પારો આગામી દિવસોમાં 45 ડીગ્રી ઉપર જવાની પણ શકયતા વર્તાઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ઝાલાવાડની 2 હજારથી વધુ પેસ્ટીસાઈડની દુકાનોએ બંધ પાળ્યો
calendar_today April 27, 2026

Surendranagar: ઝાલાવાડની 2 હજારથી વધુ પેસ્ટીસાઈડની દુકાનોએ બંધ પાળ્યો

દેશભરમાં કૃષી ઈનપુટ જેવા કે, રાસાયણીક ખાતર, ફર્ટીલાઈઝર દવાઓ, બીયારણ વેચતા વેપારીઓને વીવીધ સમસ્યાઓ સતાવી રહી છે. આ અંગે પડોશી રાજય મહારાષ્ટ્રમાં અનિશ્ચિત સમય સુધી બંધનું એલાન અપાયુ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે એક દિવસ પ્રતીકરૂપે બંધ રખાયુ હતુ. જેમાં જિલ્લાભરની 2 હજારથી વધુ દુકાનો દિવસભર બંધ રહી હતી. સમગ્ર દેશમાં કૃષી સંલગ્ન ઈનપુટનું વેચાણ કરતા વેપારીઓ પરેશાન છે. રાસાયણીક ખાતર, ફર્ટીલાઈઝર દવાઓ, બીયારણ વેચતા આ વેપારીઓના મહારાષ્ટ્રના પુણે એસોસીયેશન દ્વારા સરકાર સમક્ષ અસરકારક રજુઆત કરવા હેતુસર અનિશ્ચિત મુદત સુધી બંધનું એલાન આપ્યુ છે. જેમાં સમગ્ર રાજયમાં સોમવારે એક દિવસ પ્રતીકરૂપે બંધ રખાતા 70 હજારથી વધુ દુકાનો બંધ રહી હતી. આ અંગે સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ પેસ્ટીસાઈડ એસોસીયેશનના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા, ઉપેન્દ્રભાઈ પટેલ, હરગોવિંદભાઈ ચાવડા, રાજુભાઈ પરીખ, રામજીભાઈ લકુમ, નીલેશભાઈ ખોખાણી સહિતનાઓના જણાવાયા મુજબ રાજય સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની પણ 2 હજારથી વધુ વેપારીઓએ સોમવારે બંધ પાળ્યો હતો. યુરીયા અને ડીએપી જેવા સબસીડીવાળા ખાતરો સાથે બીનજરૂરી ઉત્પાદનોનું ફરજીયાત ટેગીંગ, ડીલરના માર્જીનમાં વધારો, વેચાણ કેન્દ્ર સુધી ફોર ડીલીવરી વ્યવસ્થા અમારી મુખ્ય માંગો છે. આ ઉપરાંત કંપનીના સીલબંધ પેકીંગમાં વેચાતા માલના નમુના ફેઈલ થાય તો વેપારીને જવાબદાર ન ગણવા, બીજ વેચાણ માટે શરૂ કરાયેલુ પોર્ટલ માત્ર ઉત્પાદકો સુધી સીમીત રાખવા સહિતની અમારી માંગણીઓ રહેલી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward