Kheda: ખેડા નગરમાં છાસવારે વીજ પુરવઠો ખોરવાતાં હાલાકી
ખેડા નગરમાં આવેલા વોર્ડ નં.4 માં સમાવિષ્ટ ભોઈવાડા,રબારીવાડ,વાંટા સહીતના અનેક વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની બુમ ઉઠવા પામી છે.આ અંગે સ્થાનીક નાગરીકો,કાઉન્સીલર સહીતના આગેવાનોએ અનેક વખત મૌખીક રજુઆતો કરવા છતાં તંત્રના જવાબદારો વીજ લોડ સમસ્યાનો નિકાલ કરવામાં નિષ્ફળ થયા હોવાનો આક્ષેપ કરાયો છે.રજુઆત કરવા જનાર નાગરીકોને થોડા સમયમાં થઈ જશે તેવા આશ્રાવાસન આપીને નાગરીકોને પરત મોકલતા હોવાનો આક્ષેપ સ્થાનીકોએ કર્યો હતો. ખેડા નગર પાલિકાના વોર્ડ નં.4ના મહીલા કાઉન્સીલર કામીનીબા વિજયસીંહ મહીડાએ ખેડા વીજ કચેરીના નાયબ ઈજનરને લેખીતમાં રજુઆત કરીને જણાવ્યુ કે તેમના વોર્ડ નં. 4ના વાંટામાં,ભોઈવાડા,રબારીવાસ સહીતના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી વીજ લોડની સમસ્યા છે.જેને લઈને નવી વીજ ડીપી નાંખવાની વાત કરાઈ હતી.તંત્રએ આ અંગે હજુ સુઘી વીજ ડીપી નાંખવાની જોગવાઈ કરી નથી.જેને લઈને વોર્ડ નં.4ના નાગરીકોને અનેક રીતે હેરાન થઈ રહયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward