Himatnagar: તલોદમાં પ્લાયવુડ ફેક્ટરીમાં મધરાતે આગ, લાખોની મશીનરી, સામાન ખાખ
સાબરકાંઠા જિલ્લાના તલોદ-મોડાસા રોડ પર આવેલી એક પ્લાયવુડ મટીરીયલ બનાવતી ફેક્ટરીમાં મધ્યરાત્રિ બાદ ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. તલોદ સહકારી જીન કમ્પાઉન્ડમાં આવેલી 'વ્રજ ટ્રેડર્સ' નામની ફેક્ટરીમાં લાગેલી આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રવીણભાઈ નાકરાણીની માલિકીની આ ફેક્ટરીના શેડ બહાર રાખેલા લાકડાના જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી ફેક્ટરીને લપેટમાં લીધી હતી. ફેક્ટરીમાં રહેલી મોંઘી મશીનરી, કાચો માલ, વીજ ઉપકરણો અને તૈયાર માલસામાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો. આગની તીવ્રતા જોઈ તલોદ ઉપરાંત હિંમતનગર અને પ્રાંતિજથી પણ ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા હતા. જેસીબીની મદદથી શેડના પતરાં હટાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે બાજુમાં આવેલી એન.એ. ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફેલાતી અટકી હતી, જોકે તેની દીવાલ અને શેડને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આગ વહેલી પરોઢે લાગી હોવાથી ફેક્ટરીમાં કોઈ શ્રામિક હાજર ન હોતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward