Narmada : અંધશ્રદ્ધાનો લોહિયાળ ખેલ, કાળી વિદ્યાના વહેમમાં ભાઈએ ભાઈનું ગળું કાપ્યું, બે ભત્રીજીઓ પર પણ જીવલેણ હુમલો
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભૂછાડ ગામના ભવાની ફળિયામાં કાળી વિદ્યાના વહેમે એક હસતા-રમતા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે. આરોપી રમેશ બારભાઈ વસાવાને એવો વહેમ હતો કે તેના ભાઈઓ તેના પર કાળો જાદુ કરે છે, જેના કારણે તે અવારનવાર બીમાર પડે છે. આ શંકાના આધારે રમેશે ધારિયા વડે હુમલો કરી પોતાના જ ભાઈની હત્યા કરી નાખી છે.દુકાનેથી પરત ફરતા ભાઈ પર હુમલો ઘટનાની વિગત મુજબ, રમેશનો ભાઈ ગુરજી બારભાઈ વસાવા જ્યારે દુકાનેથી ચા-ખાંડ લઈને પરત ફરી રહ્યો હતો, ત્યારે રમેશે અચાનક ધારિયું લઈ તેના પર હુમલો કર્યો હતો. રમેશે ગુરજીના ગરદનના ભાગે ધારિયાના ઘા ઝીંકી દેતા ગુરજીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ભત્રીજીઓને પણ ન છોડી ગુરજીની હત્યા કર્યા બાદ રમેશે બે દીકરીઓ સાવિત્રી અને શિલ્પા પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સાવિત્રીને માથાના ભાગે અને શિલ્પાને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને બહેનોને તાત્કાલિક સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 20 વર્ષ પહેલા પણ કરી હતી ભાઈની હત્યા ડીવાયએસપી પટેલે આ મામલે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, આરોપી રમેશ વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેણે 20 વર્ષ પહેલા પણ પોતાના સગા ભાઈ વિઠ્ઠલ વસાવાની હત્યા કરી હતી. તે કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ માત્ર 8 મહિના પહેલા જ તે છૂટીને આવ્યો હતો અને હવે ફરીથી બીજા ભાઈના પરિવાર લોહીથી ખરડ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો---- Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી
Read Full Story arrow_forward