android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot પોલીસનું જાહેરનામું: મતગણતરીના દિવસે ફટાકડા ફોડવા પર સજ્જડ પ્રતિબંધ, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
calendar_today April 27, 2026

Rajkot પોલીસનું જાહેરનામું: મતગણતરીના દિવસે ફટાકડા ફોડવા પર સજ્જડ પ્રતિબંધ, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા મનપાની ચૂંટણીના પરિણામો અને મતગણતરીના દિવસને ધ્યાનમાં રાખીને એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી 28 એપ્રિલના રોજ યોજાનારી મતગણતરી દરમિયાન વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા ઉત્સાહમાં આવીને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જાહેર માર્ગો પર ફટાકડા ફોડવાથી સામાન્ય જનતાને થતી હાલાકી અને સલામતીના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉત્સાહના અતિરેકમાં કાયદો હાથમાં લેવાની મંજૂરી કોઈને આપવામાં આવશે નહીં.સખત અમલીકરણ અને કાયદાકીય પગલાંની ચીમકી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે પોલીસ વિભાગ એક્શન મોડમાં છે. પોલીસ કમિશનરના આદેશ મુજબ, મતગણતરી કેન્દ્રોની આસપાસ અને શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે અથવા પ્રતિબંધિત વિસ્તારમાં ફટાકડા ફોડતા પકડાશે, તેમની સામે જાહેરનામા ભંગના ગુના હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા ડ્રોન અને સીસીટીવી કેમેરા મારફતે પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે. લોકશાહીના પર્વમાં શાંતિ જાળવવા અપીલ પોલીસ તંત્ર દ્વારા તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના કાર્યકરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ લોકશાહીના આ પર્વની ગરિમા જાળવે. વિજયનો ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે અને કોઈ અપ્રિય ઘટના ન બને તે જોવાની જવાબદારી સૌની છે. આવેશ કે ઉત્સાહમાં આવીને કરવામાં આવતા કૃત્યો અન્ય નાગરિકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે, તેથી પોલીસ દ્વારા આ જાહેરનામાનો સખત રીતે અમલ કરાવવામાં આવશે. રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની ફોર્સ પણ તૈનાત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadhમાં સિંહ સુરક્ષાના ધજાગરા: તોરણીયામાં ગેરકાયદે સિંહ દર્શનનો વીડિયો વાયરલ, પજવણીથી વનપ્રેમીઓમાં રોષ
calendar_today April 27, 2026

Junagadhમાં સિંહ સુરક્ષાના ધજાગરા: તોરણીયામાં ગેરકાયદે સિંહ દર્શનનો વીડિયો વાયરલ, પજવણીથી વનપ્રેમીઓમાં રોષ

જૂનાગઢ જિલ્લાના તોરણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનનો વધુ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક અસામાજિક તત્વો સિંહના પરિવારની અત્યંત નજીક જઈને તેની પજવણી કરી રહ્યા છે. આ શખ્સો સિંહને બૂમો પાડીને અને હેરાન કરીને તેને ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સિંહ જેવા રક્ષિત પ્રાણીની આ પ્રકારે જાહેરમાં પજવણી થતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.વન વિભાગની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો જંગલના રાજા ગણાતા એશિયાટિક લાયનની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા લાખોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તોરણીયામાં બનેલી આ ઘટનાએ વન વિભાગના દાવાઓની પોલ ખોલી દીધી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગેરકાયદે સિંહ દર્શનના આ રેકેટમાં કેટલાક કર્મચારીઓની મિલીભગત હોઈ શકે છે. સિંહોની સુરક્ષા માટે રાત્રિ પેટ્રોલિંગ અને કડક દેખરેખ હોવા છતાં, અવારનવાર પજવણીના વીડિયો સામે આવવા તે વન વિભાગની નિષ્ફળતા દર્શાવે છે. વન વિભાગ સિંહોની સુરક્ષા બાબતે વામણું પુરવાર થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વીડિયોના આધારે તપાસ અને કાર્યવાહીની માંગ વાયરલ થયેલા વીડિયોના આધારે વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વન વિભાગ દ્વારા વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ મેળવવા માટે સ્થાનિક સ્તરે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ સિંહની પજવણી કરવી એ ગંભીર ગુનો છે, જેમાં કડક સજાની જોગવાઈ છે. વનપ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે આ રેકેટમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ વન્યપ્રાણીઓને પજવવાની હિંમત ન કરે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Local Body Elections 2026: અમદાવાદ ટ્રાફિક એલર્ટ, 28મીએ મતગણતરીને પગલે આ માર્ગો રહેશે બંધ, નીકળતા પહેલા જાણી લો વૈકલ્પિક રસ્તા
calendar_today April 27, 2026

Local Body Elections 2026: અમદાવાદ ટ્રાફિક એલર્ટ, 28મીએ મતગણતરીને પગલે આ માર્ગો રહેશે બંધ, નીકળતા પહેલા જાણી લો વૈકલ્પિક રસ્તા

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આવતીકાલે મંગળવારે 28 એપ્રિલના રોજ યોજાનારી મતગણતરીને લઈને મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (નવરંગપુરા) અને ગુજરાત કોલેજ કેમ્પસ (એલિસબ્રિજ) ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી થવાની હોવાથી, આ વિસ્તારોમાં ટ્રાફિક જામ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.બંધ રહેનારા મુખ્ય માર્ગો અને વૈકલ્પિક વ્યવસ્થા એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ વિસ્તારમાં કોલેજના મુખ્ય ગેટથી દાદા સાહેબના પગલા ચાર રસ્તા સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ રહેશે. વાહનચાલકો દાદા સાહેબના પગલાથી વિજય ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ થઈ અંધજન મંડળ અને પાંજરાપોળ તરફના રસ્તાનો ઉપયોગ કરી શકશે. ગુજરાત કોલેજ પાસે પણ ડાયવર્ઝન ગુજરાત કોલેજ વિસ્તારમાં ઇન્દર રેસિડેન્સી ટી થી ગુજરાત કોલેજ થઈ કવિ નાનાલાલ ઓવરબ્રિજ નીચે સુધીનો માર્ગ પ્રતિબંધિત રહેશે. વૈકલ્પિક રીતે ટાઉનહોલ ચાર રસ્તાથી કલગી ચાર રસ્તા અથવા નગરી હોસ્પિટલથી સી.એન.આઈ. ચર્ચ સર્કલ તરફના માર્ગોનો ઉપયોગ કરી શકાશે. જાહેરનામાની અમલવારી આ જાહેરનામું 28 એપ્રિલે રાત્રે 12 વાગ્યાથી 24 કલાક સુધી અમલમાં રહેશે. જોકે, ચૂંટણી ડ્યુટીમાં રોકાયેલા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ પણ વાંચો----   Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી

Read Full Story arrow_forward