android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local body election 2026: જૂનાગઢમાં 110 વર્ષના વૃદ્ધ નાગરિકે મતદાન કર્યું
calendar_today April 26, 2026

Local body election 2026: જૂનાગઢમાં 110 વર્ષના વૃદ્ધ નાગરિકે મતદાન કર્યું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. જૂનાગઢમાં બીલખામાં શાતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. 110 વર્ષના વૃદ્ધે ઉત્સાહભેર મતદાન કર્યું છે. રાજાશાહી વખતથી વૃદ્ધ મતદાન કરતા આવ્યા છે. તેમણે વૃદ્ધ લોકોને મત આપવા અપીલ કરી હતી. જૂનાગઢમાં લોકશાહીના પર્વની ઉજવણી જૂનાગઢમાં આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. બીલખામાં સવારથી જ શાંતિપર્ણ મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદારોની આ બુથ પર પાંખી હાજરી જોવા મળી રહી છે. ત્યારે રાજાશાહી વખતથી મતદાન કરતા આવેલા એક વૃદ્ધ વ્યક્તિએ મત આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે લોકોને મત આપવા માટે અપીલ કરી છે. જૂનાગઢ જિલ્લામાં બે હજારથી વધુ પોલીસ કર્મીઓના બંદોબસ્ત વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. આ પણ વાંચોઃ Gujarat Local body election 2026 : 'ગરમી વધે તે પહેલા મતદાન', આકરા તાપથી બચવા ગુજરાતના મતદારોએ સવારથી જ મતદાન કેન્દ્રો પર

Read Full Story arrow_forward
Gujarat Local body election 2026: વડોદરામાં મતદાનના પ્રથમ કલાકે જ EVM ઠપ્પ, કુબેરેશ્વર શાળામાં મતદારોની ધીરજ ખૂટી
calendar_today April 26, 2026

Gujarat Local body election 2026: વડોદરામાં મતદાનના પ્રથમ કલાકે જ EVM ઠપ્પ, કુબેરેશ્વર શાળામાં મતદારોની ધીરજ ખૂટી

વડોદરામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના પ્રારંભે જ કેટલીક જગ્યાએ ટેકનિકલ અવરોધ જોવા મળ્યા છે. ખાસ કરીને શહેરની કુબેરેશ્વર શાળામાં આવેલા બૂથ નંબર 7 પર EVM મશીન ઠપ્પ થઈ જતા મતદાન પ્રક્રિયા અટકી પડી હતી, જેના કારણે વહેલી સવારથી લાઈનમાં ઉભેલા મતદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.30 મિનિટમાં જ મશીને દગો દીધોસવારે 7 વાગ્યે મતદાન શરૂ થયાના માત્ર 30 મિનિટની અંદર જ કુબેરેશ્વર શાળાના બૂથ નંબર 7 પર EVM મશીનમાં ખામી સર્જાઈ હતી. મશીન અચાનક ઠપ્પ થઈ જતા મતદાન પ્રક્રિયા તાત્કાલિક રોકી દેવી પડી હતી. આકરી ગરમીની આગાહીને પગલે અનેક નાગરિકો વહેલી સવારથી જ મતદાન કરવા ઉમટી પડ્યા હતા, પરંતુ મશીન બંધ થતા તેઓ અટવાઈ ગયા હતા.મતદારોમાં રોષ અને અજંપોલાઈનમાં ઉભેલા વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓમાં તંત્રની અવ્યવસ્થા સામે રોષ જોવા મળ્યો હતો. ગરમીનો પારો ઉંચકાય તે પહેલા મતાધિકારનો ઉપયોગ કરવાની ઈચ્છા રાખતા મતદારોને મશીન રીપેર કે રિપ્લેસ થાય ત્યાં સુધી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી હતી.આ પણ વાંચો: Gujarat Local body election 2026 : ભરૂચમાં લોકશાહીના પર્વ પર અંધારપટ, ઇકરા બૂથ પર વીજળી ગુલ થતા મીણબત્તીના પ્રકાશમાં મતદાન

Read Full Story arrow_forward
Local body election 2026: અમદાવાદના ખોખરામાં એક જ વ્યક્તિના નામ બે બે વાર જોવા મળ્યા
calendar_today April 26, 2026

Local body election 2026: અમદાવાદના ખોખરામાં એક જ વ્યક્તિના નામ બે બે વાર જોવા મળ્યા

સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરી બાદ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ વાંધા અરજી માટેનો સમય આપવામાં આવ્યો હતો. તે છતાંય મતદાર યાદીમાં છબરડાં હોવાનો કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. ખોખરા વિસ્તારમાં એક વ્યક્તિનું નામ બે બે જગ્યાએ હોવાની વિગતો સામે આવી છે. SIRની કામગીરી સામે આ છબરડાને લઈને સવાલો ઉભા થયાં છે. ખોખરામાં મતદાર યાદીમાં છબરડાં અમદાવાદના ખોખરામાં SIRની કામગીરી બાદ પણ મતદાર યાદીમાં છબરડાં સામે આવ્યા છે. અમદાવાદના ખોખરામાં એક વોર્ડની યાદીમાં છબરડાં જોવા મળ્યાં છે. એક જ વ્યક્તિના નામ બે બે વાર જોવા મળ્યા છે. છબરડાને લઈ SIRની કામગીરી પર સવાલો ઉભા થયાં છે. જતીન બળવંતરાય નાયક નામના મતદારનું નામ બે બે જગ્યાએ જોવા મળ્યું છે. ખોખરા સબ ઝોનલ ઓફિસના બુથ રાતોરાત ખસેડાયા અમદાવાદના ખોખરા સબ ઝોનલ ઓફિસના બુથ રાતોરાત ખસેડવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. બુથ અન્ય જગ્યાએ ખસેડાતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્ર દ્વારા ઉમેદવારોને પણ કોઈ જાણકારી ના આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બુથ નંબર 39, 40 અન્ય જગ્યાએ ખસેડાયા છે. સબ ઝોનલ ઓફિસમાં તાળા લાગેલા જોવા મળ્યા છે. આ પણ વાંચોઃ Local body election 2026: જૂનાગઢમાં 110 વર્ષના વૃદ્ધ નાગરિકે મતદાન કર્યું

Read Full Story arrow_forward