android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Local body election 2026:  લોકશાહીના પર્વમાં પોલીસ બની મતદારનો સહારો, અશક્ત મતદારને તેડીને બૂથ સુધી પહોંચાડ્યા
calendar_today April 26, 2026

Gujarat Local body election 2026: લોકશાહીના પર્વમાં પોલીસ બની મતદારનો સહારો, અશક્ત મતદારને તેડીને બૂથ સુધી પહોંચાડ્યા

આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે મતદાન મથકો પરથી અનેક પ્રેરણાદાયી તસવીરો સામે આવી રહી છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટનામાં પોલીસ જવાનોએ પોતાની ફરજની સાથે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શારીરિક રીતે અશક્ત એવા એક મતદારને પીઆઈ (PI) સહિતના બે પોલીસ જવાનોએ પોતાની ગોદમાં ઊંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા.ખાખી બની લાકડીનો ટેકોમતદાન કરવા ઈચ્છતા એક શારીરિક અશક્ત મતદાર જ્યારે મતદાન મથકની બહાર પહોંચ્યા, ત્યારે તેમને બૂથ સુધી જવામાં મુશ્કેલી પડી રહી હતી. આ જોઈને ત્યાં ફરજ પર તૈનાત પીઆઈ અને અન્ય બે પોલીસ જવાનો તાત્કાલિક તેમની મદદે દોડી ગયા હતા. જવાનોએ કોઈ પણ ખચકાટ વિના આ મતદારને પોતાના હાથે ઊંચકી લીધા હતા અને તેમને મતદાન મથકની અંદર ઈવીએમ (EVM) સુધી લઈ ગયા હતા.અશક્ત મતદારે કર્યું મતદાનપોલીસના આ સહકારને કારણે શારીરિક મર્યાદાઓ હોવા છતાં આ મતદારે સફળતાપૂર્વક પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ મતદારે પોલીસ જવાનોનો આભાર માન્યો હતો. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.આ પણ વાંચો: Gujarat Local body election 2026: ખોખરામાં મતદાનના દિવસે જ ભારે વિવાદ, રાતોરાત બૂથ બદલાતા મતદારો અને ઉમેદવારોમાં રોષ

Read Full Story arrow_forward
Gujarat Local body election 2026: ખોખરામાં મતદાનના દિવસે જ ભારે વિવાદ, રાતોરાત બૂથ બદલાતા મતદારો અને ઉમેદવારોમાં રોષ
calendar_today April 26, 2026

Gujarat Local body election 2026: ખોખરામાં મતદાનના દિવસે જ ભારે વિવાદ, રાતોરાત બૂથ બદલાતા મતદારો અને ઉમેદવારોમાં રોષ

શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના પ્રારંભે જ ખોખરા વિસ્તારમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અથવા સંકલનનો અભાવ સામે આવ્યો છે. ખોખરા સબ ઝોનલ ઓફિસ ખાતે આવેલા મતદાન મથકો રાતોરાત અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવતા વહેલી સવારથી મતદાન કરવા પહોંચેલા નાગરિકોમાં ભારે રોષ અને અસમંજસ જોવા મળી રહ્યો છે.જાણ કર્યા વગર બૂથ ખસેડાયામળતી માહિતી મુજબ, ખોખરા સબ ઝોનલ ઓફિસમાં બૂથ નંબર 39 અને 40 ફાળવવામાં આવ્યા હતા. જોકે, મતદાનના દિવસે સવારે જ્યારે મતદારો અને ઉમેદવારો ત્યાં પહોંચ્યા ત્યારે ઓફિસને તાળા લાગેલા જોવા મળ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ બૂથને રાતોરાત અન્ય કોઈ સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે આટલા મોટા ફેરફાર અંગે તેમને પૂર્વ જાણકારી આપવામાં આવી નથી.મતદારોને ભારે હાલાકીઆકરી ગરમીની આગાહી વચ્ચે વહેલી સવારે મતદાન કરવા આવેલા વૃદ્ધો અને અન્ય નાગરિકો મથક શોધવામાં અટવાયા હતા. સબ ઝોનલ ઓફિસ પર તાળા લટકતા જોઈ મતદારોમાં ભારે મુંઝવણ પેદા થઈ હતી. ઉમેદવારોનું કહેવું છે કે જો બૂથ ખસેડવા જ હતા તો તેની જાણ પૂર્વે કેમ ન કરવામાં આવી? આ પ્રકારના અચાનક ફેરફારથી મતદાનની ટકાવારી પર પણ અસર પડી શકે છે.આ પણ વાંચો: Gujarat Local body election 2026: વડોદરામાં મતદાનના પ્રથમ કલાકે જ EVM ઠપ્પ, કુબેરેશ્વર શાળામાં મતદારોની ધીરજ ખૂટી

Read Full Story arrow_forward
Gujarat Local Body Election 2026 Live: આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, વડાપ્રધાન મોદીએ દિલ્હીથી બેલેટ પેપરથી મતદાન કર્યું
calendar_today April 26, 2026

Gujarat Local Body Election 2026 Live: આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, વડાપ્રધાન મોદીએ દિલ્હીથી બેલેટ પેપરથી મતદાન કર્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward