android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Local body election 2026 : કેશોદમાં મતદાન પૂર્વે ભાજપનો આંતરિક ડખો સપાટી પર, જૂની અદાવતમાં કાર્યકરો વચ્ચે ખેલાયો ખૂની ખેલ
calendar_today April 26, 2026

Gujarat Local body election 2026 : કેશોદમાં મતદાન પૂર્વે ભાજપનો આંતરિક ડખો સપાટી પર, જૂની અદાવતમાં કાર્યકરો વચ્ચે ખેલાયો ખૂની ખેલ

રાજ્યમાં આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે જૂનાગઢના કેશોદમાં ભાજપનો આંતરિક જૂથવાદ લોહિયાળ સ્વરૂપે બહાર આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 9 માં સમાવિષ્ટ ઇન્દિરાનગર વિસ્તારમાં ભાજપના જ બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના બની છે, જેમાં 3 લોકોને ઇજા પહોંચી છે.જૂની અદાવત બની કારણમળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 9 ના ભાજપના કાર્યકરો વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત ચાલી રહી હતી. આજે મતદાનના પવિત્ર દિવસે જ આ અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને જૂથોના કાર્યકરો લાકડીઓ અને બોથડ પદાર્થો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ અથડામણમાં 3 કાર્યકરોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પોલીસ એક્શન મોડમાંઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસનો કાફલો ઇન્દિરાનગર વિસ્તારમાં દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. મતદાન મથકની નજીક બનેલી આ ઘટનાને પગલે મતદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો, જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલુ રખાવી છે.આ પણ વાંચો: Gujarat Local body election 2026 : આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, જનતા 25537 ઉમેદવારોમાંથી 9262ને ચૂંટશે

Read Full Story arrow_forward
Gujarat Local body election 2026: રાજકોટ અને વડોદરામાં EVM મશીન ખોટકાયું
calendar_today April 26, 2026

Gujarat Local body election 2026: રાજકોટ અને વડોદરામાં EVM મશીન ખોટકાયું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી શરૂ થઈ ગયું છે. રાજકોટ અને વડોદરામાં વહેલી સવારે EVMમાં ખામી સર્જાઈ હતી. ગરમીના કારણે લોકો વહેલી સવારથી જ મત આપવા માટે લાઈનોમાં ઉભા રહ્યાં છે. ત્યારે EVM ખોટકાતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક બીજા મશીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટમાં મોક પોલ દરમિયાન મશીન ઠપ્પ રાજકોટમાં આજે વહેલી સવારે મોક પોલ દરમિયાન ઈવીએમ મશીન ખોટકાયું હતું. વર્ધમાનનગરમાં વોર્ડ નંબર 7માં મુરલીધર શાળામાં મતદાન કેન્દ્રમાં મશીન ખરાબ થયું હતું.EVM મશીનમાં એક બટન કામ કરતુ બંધ થતાં તેને હટાવી લેવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી દ્વારા મશીન બદલવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાબેતા મુજબ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. કુબેરેશ્વર શાળા બૂથ નંબર 7નું EVM મશીન ઠપ બીજી તરફ વડોદરામાં પણ ઈવીએમ ખોટકાયું હોવાની ફરિયાદ સામે આવી છે. મતદાર શરૂ થયાના અડધો કલાકના સમયમાં ઈવીએમ ખોટકાયું હતું. કુબેરેશ્વર શાળાના બુથ નંબર સાતમાં ઈવીએમ મશીન ઠપ્પ થયું હતું. આ બુથ પર વહેલી સવારથી જ મતદારો મત આપવા માટે લાઈનમાં લાગ્યા હતાં. ઈવીએમ મશીન ખોટકાતા નવું મશીન લાવવા માટે કવાયત હાથ ધરાઈ હતી. આ પણ વાંચોઃ Gujarat Local body election 2026 : આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, જનતા 25537 ઉમેદવારોમાંથી 9262ને ચૂંટશે

Read Full Story arrow_forward
Gujarat Local body election 2026 : 'ગરમી વધે તે પહેલા મતદાન', આકરા તાપથી બચવા ગુજરાતના મતદારોએ સવારથી જ મતદાન કેન્દ્રો પર
calendar_today April 26, 2026

Gujarat Local body election 2026 : 'ગરમી વધે તે પહેલા મતદાન', આકરા તાપથી બચવા ગુજરાતના મતદારોએ સવારથી જ મતદાન કેન્દ્રો પર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 41 થી 44 ડિગ્રી સુધીની આકરી ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી હોવા છતાં, મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે તાપમાનનો પારો આસમાને પહોંચશે તેવી શક્યતાને જોતા લોકો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટી પડ્યા છે.સવારથી જ મતદારોની લાંબી કતારોહવામાન નિષ્ણાતોએ કરેલી આગાહી મુજબ આજે આકરો તાપ પડવાનો છે. આ સ્થિતિને સમજીને જાગૃત નાગરિકો સવારે 7 વાગ્યાથી જ લાઈનોમાં ઉભા રહી ગયા છે. લોકોનો એક જ સૂર છે કે ગરમીનું જોર વધે તે પહેલા જ પોતાનો કિંમતી મત આપી દેવો હિતાવહ છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ વહેલા મતદાનને પ્રાધાન્ય આપી રહ્યા છે.ચૂંટણી પંચ દ્વારા 'હીટ-સેફ' વ્યવસ્થાગરમીના પ્રકોપને જોતા ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસને મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરી છે.દરેક મતદાન મથક પર પ્રાથમિક સારવારની કીટ અને આરોગ્ય કર્મચારીઓ હાજર રખાયા છે. ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે મતદારો માટે ઠંડા પીવાના પાણી અને ORS ના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લાંબી કતારોમાં ઉભેલા મતદારોને સીધા તાપથી બચાવવા માટે મંડપ અને શેડ બાંધવામાં આવ્યા છે.હવામાન વિભાગની લાલ આંખઉલ્લેખનીય છે કે, ઉત્તર પશ્ચિમી પવનોના કારણે અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજ્યના અનેક શહેરોમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું હોવાથી તંત્ર કોઈ પણ જોખમ લેવા માંગતું નથી.આ પણ વાંચો: Gujarat Local body election 2026 : કેશોદમાં મતદાન પૂર્વે ભાજપનો આંતરિક ડખો સપાટી પર, જૂની અદાવતમાં કાર્યકરો વચ્ચે ખેલાયો ખૂની ખેલ

Read Full Story arrow_forward