Patan: સાંતલપુરમાં 18 તાલુકા અને 4 જિલ્લા પંચાયત બેઠકો પર આજે મતદાન
સાંતલપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આવતીકાલે તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 4 બેઠકો પર મતદાન યોજાવાનું છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર તાલુકામાં ચહલપહલ જોવા મળી રહી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતદાન મથકો પર સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સ્ટાફ્ને પણ તૈનાત કરવામાં આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્યત્વે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો પર કાંટાની ટક્કર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મતદારોમાં પણ ચૂંટણી પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરશે તેવી શક્યતા છે. આવતીકાલનું મતદાન સાંતલપુર તાલુકાના રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward