Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના ડિસ્પેચિંગ કેન્દ્ર ખાતે મતોત્સવનો ધમધમાટ
બોડેલી તાલુકા TP-DP ની ચૂંટણીના કુલ 166 બુથ તેમજ બોડેલી નગરપાલિકાની ચૂંટણીના, 18 બુથો ઉપર ડિસ્પેચિંગની સામગ્રી લઈ 835 ઉપરાંત બૂથ લેવલ કર્મચારી તેમજ 430 ઉપરાંત પોલીસ કર્મીઓ મતદાન મથક ઉપર જવા રવાના થયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લામાં તંત્ર સજ્જ થયું છેછોટાઉદેપુરમાં જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો અને તાલુકા પંચાયતની 150 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસ બંદોબસ્ત સાથે EVM મશીનો રવાના કરવાની કામગીરી હાથ ધરાઇ છે. છોટાઉદેપુર જિલ્લામા જિલ્લા પંચાયત, તાલુકાપંચાયત તેમજ બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે તમામ તૈયારી પૂર્ણ કરાઇ છે. જિ. પં.ની કુલ 32 બેઠકો અને તા.પં.ની 150 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. EVM મશીનો સહિતની સામગ્રી મતદાનમથકો સુધી પહોંચાડવાની જવાબદારી પ્રિસાઇડિંગ ઓફિસરોને સોંપાઇ છે. બોડેલી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત સાથે EVM મશીનો રવાના કરવાની કામગીરી હાથ ધરાઇ રહી છે, જેથી મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. આ વર્ષે આકરી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તૈયારી કરાઇ છે. જેથી મતદારોને કોઈ આરોગ્ય સંબંધિત તકલીફ ન પડે. સાથે છોટાઉદેપુર જિલ્લામાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મજૂરી માટે ગયેલા લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાન પણ તેજ બનાવ્યું છે. બોડેલી તાલુકામાં 735 કર્મચારી, 332 ઇવીએમ બોડેલી તાલુકાના 166 બુથ ઉપર 735 ઉપરાંત કર્મચારીઓ મતદાન મથક ઉપર 332 જેટલા ઇવીએમ તથા જરૂરી સાધન સામગ્રી લઈ પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથક ઉપર જવા માટે રવાના થઈ ગયા છે -હાસિમ શેખ, બોડેલી મામલતદાર બોડેલી ન. પા.ના 18 બૂથ માટે 100થી વધુ કર્મી બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર અને શિરસ્તેદાર રસિક ચૌધરીએ જણાવ્યું હતું કે બોડેલી નગરપાલિકાના 18 બુથ ઉપર 18 ઇવીએમ મશીન લઈ 100 ઉપરાંત કર્મચારી રવાના થયા છે. નગર પાલિકાની ચૂંટણીમાં 1000 ઉપરાંત મતદારો જે બુથ પર છે. તે બુથ ઉપર એક એક્સ્ટ્રા કર્મચારી અપાયો છે. -ભાવિન બરજોડ, ચીફ ઓફિસર, બોડેલી નગરપાલિકા ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward