android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, આજે મતદાન
calendar_today April 26, 2026

Chhota Udepur: છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, આજે મતદાન

છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે તા.26ના રોજ યોજવાની હોય જેનું પૂર્ણ આયોજન કરી દેવાયું છે. જેના ભાગરૂપે શનિવારે પોલિંગ સ્ટાફને બુથ મથકો પર રવાના કરાયો હતો. અને જવાબદારી અધિકારી તથા કર્મચારીઓ કામે લાગ્યા હતા.છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 7 બેઠક જેમાં સિસાડીયા, મોટી સઢલી, ડોલરીયા, ઝોઝ, ધંધોડા તેજગઢ, ઝેર અને છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26 બેઠક ઉપર મતદાન યોજાશે. જે માટે વહીવટી તંત્ર દ્વારા પોલિંગ સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપીને રવાના કરાયો હતો. જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સરકારી કર્મચારીઓ દ્વારા મતદાન મથકો પર પહોંચી ફરજ પરની જવાબદારી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 અને તાલુકા પંચાયતની 150 બેઠકો પર 7,54,577 મતદારો મતદાન કરશે. જ્યારે બોડેલી નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર 19,361 મતદારો મતદાન કરશે કુલ 632 ઉમેદવારોનું ભાવી ઈ.વી.એમ મશીનમાં સીલ થશે. અને જિલ્લામાં 1062 બુથ મથકો પર મતદાન યોજાશે. ચૂંટણીમાં જિલ્લાના તમામ બુથ મથકો પર 5320 કર્મચારીઓ ફરજ બજાવશે. જ્યારે 1960 જેટલા પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્તમાં તેનાત રહશે. જેની તૈયારી પૂર્ણ કરાઇ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: આવતીકાલે મહેસાણા RTO કચેરી ખાતે તમામ કામગીરી બંધ રહેશે
calendar_today April 26, 2026

Mehsana: આવતીકાલે મહેસાણા RTO કચેરી ખાતે તમામ કામગીરી બંધ રહેશે

રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જેની સીધી અસર સરકારી કચેરીઓના કામકાજ પર પણ જોવા મળી રહી છે. 27, એપ્રિલના રોજ આરટીઓ કચેરી ખાતેની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા આરટીઓ કચેરી ખાતે કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓ હાલમાં જિલ્લા,તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી તેમજ મહેસાણા મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી અંતર્ગત મહત્વની ચૂંટણી કામગીરીમાં રોકાયેલા છે. આ સ્ટાફ્ તા.25.4.2026 થી તા.26.4.2026 (મધ્યરાત્રિ) સુધી સતત ચૂંટણી ફરજ પર હોવાથી વહીવટી સરળતા ખાતર 27મી એપ્રિલના રોજ જાહેર જનતા માટે કચેરીનું કામકાજ બંધ રહેશે. નવા વાહનોની નોંધણી, ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી (ટેસ્ટ અને રિન્યુઅલ), વિવિધ ટેક્સ ભરવાની કામગીરી, ટ્રેક, પરમિટઅને ડી.એ. (DA) સંબંધિત કામગીરી અન્ય તમામ વહીવટી કામકાજ આરટીઓ કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે કે દૂર-દૂરથી આવતા અરજદારો અને જાહેર જનતાએ આ ફેરફરની નોંધ લેવી જેથી તેઓને બિનજરૂરી ધક્કો ન ખાવો પડે. 28મી એપ્રિલના રોજ કચેરીની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર
calendar_today April 26, 2026

Chhota Udepur: બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર

બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં આગઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. લગ્નસરા અને ચૂંટણીના માહોલ વચ્ચે ગરમીનો પારો 43 ડિગ્રી પાર જતા જનજીવન પ્રભાવિત થયું છે.જિલ્લામાં ઉનાળાની ગરમી ચરમસીમાએ પહોંચી છે. શનિવારે ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા લોકો તાપમાં શેકાયા હતા. બપોરે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રસ્તા પર ગરમીનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. એક તરફ લગ્નસરા અને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ વચ્ચે ગરમીનો પ્રકોપ વધુ વધે છે. છતાં લોકો કામકાજ માટે બહાર નીકળવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં તાપમાન 44થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જેના કારણે બપોરના સમયે બહાર નીકળવું જોખમી બની રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો અને નબળું સ્વાસ્થ્ય ધરાવતા લોકોને અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ અપાઇ છે. ગરમીને કારણે શહેરના મુખ્ય બજારોમાં સામાન્ય દિવસ કરતા ઓછી ચહલપહલ જોવા મળે છે. વેપારી પણ બપોરના સમયે દુકાનો બંધ રાખવાનું પસંદ કરે છે. જેના કારણે બજારો સુમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો ઘરમાં A.C.,કુલર તેમજ પંખાનો સહારો લઈ રહ્યા છે. બહાર નીકળતા લોકો માથા પર રૂમાલ, ટોપી અથવા કપડું બાંધીને નીકળે છે. જ્યારે કેટલાક લોકો છત્રીનો ઉપયોગ કરી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા, લીંબુ શરબત અને ધરતીનું અમૃત ગણાતા શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward