android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: સંખેડા તાલુકા સેવા સદને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરાઇ
calendar_today April 26, 2026

Chhota Udepur: સંખેડા તાલુકા સેવા સદને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરાઇ

સંખેડા તાલુકા સેવાસદન ખાતે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અંતિમ ઓપ અપાયો હતો. ત્રણ જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયતની બેઠકો માટે સાહિત્ય વિતરણની કામગીરી હાથ ધરાઇ હતી. જેનું નિરીક્ષણ કરવા જનરલ ચૂંટણી ઓબ્ઝર્વેશન અધિકારી તેમજ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર ગોકલાની આવી પહોચ્યા હતા.સંખેડા તાલુકામાં આજે તા.26ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી અંતિમ તબક્કામાં આગળ વધી છે. સંખેડા જિલ્લા પંચાયતની ત્રણ અને તાલુકા પંચાયતની 18 બેઠકો માટે સંખેડા તાલુકા સેવાસદન ખાતે સાહિત્ય વિતરણની કામગીરી હાથ ધરાઇ હતી. સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી ચૂંટણી માટે 128 બુથ ઊભા કરાયા છે. જે પૈકીના ચાર બુથ સંવેદન શીલ જાહેર કરાયા છે. સાહિત્ય વિતરણ બાદ 128 મતદાન કેન્દ્રો માટે 18 ઝોનલ ઓફિસર મારફ્તે 10 બસો તેમજ 87 ખાનગી વાહનો મારફ્તે પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાયા હતા. સંખેડા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 78021 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: સાવલી તાલુકામાં ઇવીએમ સહિતની સામગ્રી સાથે સ્ટાફ રવાના
calendar_today April 26, 2026

Vadodara: સાવલી તાલુકામાં ઇવીએમ સહિતની સામગ્રી સાથે સ્ટાફ રવાના

સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા ઇવીએમ સહિતની સામગ્રીનું વિતરણ કરાયું હતું. તમામ પ્રિસાઈડિંગ ઓફિસરોને સુરક્ષા સાથે મતદાન મથકો પર રવાના કરાયા હતા.સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો હતો. આજે તા.26મીએ નગર પાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના પગલે ચૂંટણી સામગ્રી વિતરણ કરાયું હતું. જેમાં તાલુકા સેવા સદન ખાતે નગરપાલિકાની ચૂંટણી સામગ્રી તેમજ બી કે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તાલુકા અને જિ. પં.ની ચૂંટણી સામગ્રી તેમજ સ્ટાફને નિયત મતદાન મથકો પર ઈવીએમ બીયુ મતદાન કુટિર, મતદાર યાદી, અવીલોપ્ય સહી, સ્ટેમ્પ પેડ, લાખ, રબર વૈધાનિક અવૈધાનિક પત્રો સહિતની સામગ્રીનું વિતરણ પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના સ્ટાફને રવાના કરાયા હતા. 17 રૂટો બનાવીને તમામને રવાના કરાયા હતા. આવતીકાલની ચૂંટણીમાં ડિસ્પેચિંગ રીસીવિંગ અને મતદાનની કામગીરીમાં 1,000થી વધુ કર્મચારીઓ મતદાન પૂર્ણ કરાવશે. જ્યારે પોલીસ વિભાગે પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા કમર કસી છે. ચૂંટણીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકોની ચૂંટણી માટે મતદાન તેમજ તા. પં.ની 22 બેઠક માટે મતદાન તેમજ જિ.પં.ની 5 બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે સતત પેટ્રોલિંગ માટેની રૂપરેખા તૈયાર કરી દેવાઇ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇ-તરસાણા હાઇવે પર ગાંડા બાવળથી વાહનચાલકો હેરાન
calendar_today April 26, 2026

Dabhoi: ડભોઇ-તરસાણા હાઇવે પર ગાંડા બાવળથી વાહનચાલકો હેરાન

ડભોઇ વેગા ચોકડીથી તરસાણા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ હાલમાં ભયજનક સાબિત થઈ રહ્યો છે. આ સ્ટેટ હાઇવે, જે ડભોઇને છોટાઉદેપુર સાથે જોડે છે. અને જ્યાંથી દૈનિક હજારો વાહનો પસાર થાય છે. ત્યાં રોડની બંને બાજુએ ગાંડા બાવળોનું ભારે સંક્રમણ જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્રની ઘોર નિષ્કાળજીને કારણે આ માર્ગ હવે અકસ્માતનું હબ બની રહ્યો હોય તેવું લાગી રહ્યો છે.ધોરીમાર્ગની બંને તરફ ઉગી નીકળેલા બાવળો એટલા મોટા થઈ ગયા છે કે, રાત્રિના સમયે વાહનચાલકોને રોડની સાઈડના પટ્ટા દેખાતા નથી. જેના કારણે અનેક વાહનચાલકો અંધારામાં થાપ ખાઈ જાય છે. અને ગાડીઓ ખાડામાં ઉતરી જવાના બનાવો બની રહ્યા છે. સાંકડા માર્ગ પર સામેથી કોઈ મોટું વાહન આવે ત્યારે ટુ-વ્હીલર ચાલકોએ સાઈડમાં ખસવું પડે છે. આ સમયે ઝૂકેલી બાવળની ડાળીઓ અને તેના તીક્ષ્ણ કાંટા ચાલકોને વાગતા હોવાની અને કપડાં ફટી જવાની ફરિયાદો ઉઠી છે. સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ હાઇવે ઓથોરિટી દ્વારા રોડની આસપાસની ઝાડી-ઝાખરાની સફાઈ કરવાની કામગીરી હાથ ધરાતી હોય છે. પરંતુ આ કિસ્સામાં સ્ટેટ હાઇવેના અધિકારી ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે, જો આ ગાંડા બાવળોને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાશે અને કોઈનો જીવ જશે, તો તેની જવાબદારી કોણ લેશે ? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. ડભોઇ અને આસપાસના ગામના લોકોની એક જ માંગ છે કે, ઉચ્ચ કક્ષાએથી આ બાબતની ગંભીરતા સમજવામાં આવે અને વેગા ચોકડીથી તરસાણા ચોકડી સુધીના આ માર્ગ પર તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ (ટ્રિમિંગ) કરવા લોક માગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward