Ahmedabad: સિંધુભવન, બોડકદેવ, બોપલમાં Gen Zની આધુનિક ડિમાન્ડ
રોડ-રસ્તા મળ્યા હવે ફ્રી WiFi,જીમની સુવિધા આપે તેને સોંપાશે સત્તાની ચાવીજ્ઞાતિ કે પક્ષ નહીં પણ જે વિઝન બતાવશે અને ટ્વિટર-ઇન્સ્ટાગ્રામ પર જવાબ આપશે તેને જ મત ગ્રીન સ્પેસ, રાત્રિ સુરક્ષા, EV ચાર્જિંગ અને ટેક-આધારિત સુવિધાઓ પર મતદાન કરશે યુવાનો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં પશ્ચિમ અમદાવાદના સિંધુભવન રોડ, બોડકડેવ અને બોપલ વિસ્તારોમાં 18 થી 27 વર્ષનીGen Z પેઢી વિકાસ મુદ્દે સ્પષ્ટ અપેક્ષાઓસાથે આગળ આવી રહી છે. શહેરના આ વિસ્તારોમાં કેફે, ગાર્ડન અને લાઈબ્રેરીઓમાં હાલ ચૂંટણી મુદ્દે ચર્ચા તેજ બની છે. યુવા વર્ગ માટે હવે રોડ, રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ સાથે 'ક્વોલિટી ઓફ્ લાઈફ્' મહત્વનું મુદ્દો બની રહ્યો છે. તેઓ સુરક્ષા, ગ્રીન સ્પેસ, ડિજિટલ સુવિધાઓ અને ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પ્રતિનિધિઓ પાસેથી સ્પષ્ટ યોજનાઓની અપેક્ષા રાખે છે. જેમાં હવે ફ્રી WiFi, જીમની સુવિધા પણ લોકો માટે ઉપલબ્ધ થાય તેવી રજુઆત કરી છે.આ વિસ્તારોમાં વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે યુવાનો ટેકનોલોજી આધારિત ગવર્નન્સ, પારદર્શિતા અને ઝડપી પ્રતિસાદને પ્રાથમિકતા આપે છે. સાથે જ તેઓ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક શહેરી સુવિધાઓને ચૂંટણી એજન્ડામાં સ્થાન આપવા માંગે છે. કેફેમાં બેઠેલી પેઢીનો ડિજિટલ એજન્ડા સિંધુ ભવન રોડના એક કેફેમાં બેઠેલા 21 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ જણાવ્યું કે, અમે ટેક-સેવી પેઢી છીએ. અમને એવા કોર્પોરેટર જોઈએ, જે ટ્વિટર (X) અથવા ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહી અમારા પ્રશ્નોના ઓનલાઈન જવાબ આપે. પબ્લિક ગાર્ડન્સમાં ફ્રી હાઈ-સ્પીડWi-Fi જેવી સુવિધા ઉપલબ્ધ થાય તો કેફે બહાર પણ કામ શક્ય બને. રાત્રે સુરક્ષા અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સાઉથ બોપલમાં રહેતી અને ખાનગી કંપનીમાં કાર્યરત યુવતીએ જણાવ્યું કે, SBR પર રાત્રે પ્રકાશ પૂરતો હોય છે,પરંતુ પાછળની ગલીઓમાં સ્ટ્રીટલાઈટ અને CCTV ની જરૂર છે. રાત્રે 11 વાગ્યા પછી બોપલ અથવા શીલજ જવા માટે સુરક્ષિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા મેટ્રો કનેક્ટિવિટી જરૂરી છે. ગ્રીન સ્પેસ અને સ્પોર્ટ્સ માટે માંગ બોડકડેવ વિસ્તારમાં મોર્નિંગ વોક કરતાં યુવાનોનું કહેવું છે કે, બહુમાળી ઈમારતો વધી રહી છે, પરંતુ ખુલ્લા મેદાનો અને પબ્લિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અછત છે. જેના સાથે ફ્રી જીમની સુવિધા પણ વિસ્તારમાં હોવી જોઇએ. કોંક્રિટ વચ્ચે ગ્રીન બેલ્ટ અને ખુલ્લી જગ્યા જરૂરી છે, જે સૌ માટે ઉપલબ્ધ હોવી જોઈએ. એન્વાયરમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ શીલજ-બોપલ રોડ વિસ્તારમાં રહેતી એક પર્યાવરણ કાર્યકર્તાએ જણાવ્યું કે, વેસ્ટ સેગ્રેગેશન હજુ કાગળ પર જ છે. બોપલ જેવા વિસ્તારોમાં કચરાના નિકાલ માટે સ્માર્ટ સિસ્ટમ જરૂરી છે. પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર અને વૃક્ષારોપણના વચનો અમલમાં મુકવા જોઈએ. ટ્રાફ્કિ અને EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર 19 વર્ષીય ર્ફ્સ્ટ-ટાઈમ વોટરે જણાવ્યું કે, મેં ઇલેક્ટ્રિક સ્કૂટર લીધું છે, પરંતુSBR કે બોડકડેવમાં જાહેર ચાર્જિંગ પોઈન્ટ્સ નથી દેખાતા. ભવિષ્ય ઈલેક્ટ્રિક વાહનોનું છે, તેથી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્પષ્ટ યોજના હોવી જોઈએ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward