android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : CM ભુપેન્દ્ર પટેલની વેડ કતારગામ વિસ્તારમાં સભા, નવરા લોકો કામમાંથી ભૂલો કાઢ્યા કરે
calendar_today April 23, 2026

Gujarat Latest News Live : CM ભુપેન્દ્ર પટેલની વેડ કતારગામ વિસ્તારમાં સભા, નવરા લોકો કામમાંથી ભૂલો કાઢ્યા કરે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad પોલીસની લાલ આંખ: હથિયાર સાથે વીડિયો બનાવી ભય ફેલાવનારા 'રાજા'નો રોફ ઉતારી દીધો
calendar_today April 23, 2026

Ahmedabad પોલીસની લાલ આંખ: હથિયાર સાથે વીડિયો બનાવી ભય ફેલાવનારા 'રાજા'નો રોફ ઉતારી દીધો

અમદાવાદના વાડજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા એક શખ્સનો હથિયાર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાહેર માર્ગ પર હથિયાર પ્રદર્શન કરીને ભયનું વાતાવરણ ઉભું કરનાર આ શખ્સની ઓળખ રાજ ઉર્ફે રાજા દંતાણી તરીકે થઈ છે. વીડિયો વાયરલ થતા જ હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.વીડિયો વાયરલ કરી રોફ જમાવવાનો હતો પ્રયાસ આરોપી રાજ ઉર્ફે રાજા દંતાણીએ જાહેરમાં હથિયાર બતાવીને લોકોમાં ડર પેદા કરવાના અને પોતાની ધાક જમાવવાના આશયથી વીડિયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ફરતો થતા જ વાડજ પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેની અટકાયત કરી હતી. પોલીસે એ જ અંદાજમાં પાઠ ભણાવ્યો આરોપીએ જે રીતે વીડિયો બનાવીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે પણ તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરી તેની શાન ઠેકાણે લાવી દીધી છે. વાડજ પોલીસે આરોપી સામે ગુનો નોંધી હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી કરી છે. પોલીસે પકડાયેલા આરોપીનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તે હવે કાયદાના સકંજામાં જોવા મળી રહ્યો છે. આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Local Body Elections 2026 : સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલની ગર્જના, 26 તારીખે ફૂલ એન્ડ ફાઈનલ,નવરા લોકો કામમાંથી ભૂલો કાઢ્યા કરે
calendar_today April 23, 2026

Local Body Elections 2026 : સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલની ગર્જના, 26 તારીખે ફૂલ એન્ડ ફાઈનલ,નવરા લોકો કામમાંથી ભૂલો કાઢ્યા કરે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ પડાવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના સિંગણપોર ચાર રસ્તા ખાતે 'વિજય વિશ્વાસ જનસભા' ગજવી હતી. વેડ કતારગામ વિસ્તારમાં આયોજિત આ સભામાં મુખ્યમંત્રીએ ભાજપના ઉમેદવારો માટે મત માંગતા વિપક્ષો પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "ઇલેક્શન આવે એટલે જાત-જાતનું સાંભળવા મળે અને અત્યારે તો રીલવાળાનો જમાનો થઈ ગયો છે, પણ જનતા બધું જાણે છે."વિકાસની રાજનીતિ અને સુરત મુખ્યમંત્રીએ સુરતના વિકાસના વખાણ કરતા કહ્યું કે, વિકાસની રાજનીતિનો સૌથી વધુ લાભ સુરતને મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૬૫ દિવસ લાઈટ અને પાણીની વ્યવસ્થા કરી આપી છે. વર્ષ 2003માં શરૂ થયેલા વાઈબ્રન્ટ ગુજરાતનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, આજે ગુજરાતમાં 100 થી 500 જેટલી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ કાર્યરત છે. MSME ક્ષેત્રે થયેલી પ્રગતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આજે ગુજરાતમાં 27 લાખ જેટલા MSME એકમો ધમધમી રહ્યા છે. ચૂંટણીનો અંતિમ પડાવ વિપક્ષો પર નિશાન સાધતા CM એ કહ્યું કે, "નવરા લોકો માત્ર કામમાંથી ભૂલો જ કાઢ્યા કરે છે." તેમણે આયુષ્માન કાર્ડની સુવિધાથી લઈને આરોગ્ય ક્ષેત્રે થયેલી ક્રાંતિનો ઉલ્લેખ કર્યો હતો. અંતમાં તેમણે 26 તારીખે 'ફૂલ એન્ડ ફાઈનલ' મતદાન કરવા અપીલ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, "હવે કોઈ સભા નહીં થાય, માત્ર વિજયનો વિશ્વાસ છે." આ સભામાં મોટી સંખ્યામાં સુરતના નગરજનો અને ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.આ પણ વાંચો----  Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત

Read Full Story arrow_forward