Ahmedabad News: ટેનિસ કોચ વૈદિક મુનસાવની આનંદનગર પોલીસે કરી ધરપકડ, પત્નીએ નોંધાવી હતી ફરિયાદ
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા અને ટેનિસ કોચ તરીકે કાર્યરત વૈદિક મુનસાવની પોલીસે ધરપકડ કરી છે. વૈદિક વિરુદ્ધ તેની પત્નીએ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી ટેનિસ કોચને દબોચી લીધો છે. કાયદાના રક્ષક બનવાને બદલે કાયદાનો ભંગ કરનાર આ કોચના કરતૂતો સામે આવતા અનેક ચર્ચાઓ જાગી છે.અન્ય મહિલા સાથે ફરાર અને 12 લાખની ચોરીનો આરોપ આ કેસ માત્ર ઘરેલું હિંસા પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વૈદિક મુનસાવ પોતાની પત્નીને છોડીને અન્ય કોઈ મહિલા સાથે ભાગી ગયો હતો. વધુમાં, તેની વિરુદ્ધ ઘરના જ ઘરેણાં અને રોકડની ચોરી કરવાની પણ ફરિયાદ નોંધાઈ હતી. પત્નીના આક્ષેપ મુજબ, વૈદિક અંદાજે રૂ. 12.20 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો, જે મામલે પણ પોલીસે તપાસ તેજ કરી છે. આનંદનગર પોલીસની કડક કાર્યવાહી પત્ની દ્વારા નોંધાવવામાં આવેલી શારીરિક-માનસિક ત્રાસ અને લાખોની ચોરીની ફરિયાદને આધારે આનંદનગર પોલીસે ગુનો નોંધી વૈદિકની શોધખોળ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેને ઝડપી પાડ્યો છે. હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે ચોરી કરેલી મતા ક્યાં છે અને તેની સાથે ભાગી જનાર મહિલાની આમાં શું ભૂમિકા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward