android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local Body Elections 2026: ધોરાજીમાં ચૂંટણી પૂર્વે પોલીસની 'ફ્લેગ માર્ચ': મતદારો નિર્ભય થઈ મતદાન કરી શકે તેવું વાતાવરણ કરાયું તૈયાર!
calendar_today April 23, 2026

Local Body Elections 2026: ધોરાજીમાં ચૂંટણી પૂર્વે પોલીસની 'ફ્લેગ માર્ચ': મતદારો નિર્ભય થઈ મતદાન કરી શકે તેવું વાતાવરણ કરાયું તૈયાર!

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે તે માટે ધોરાજી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પોલીસ કાફલા સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ASP સિમરન ભારદ્વાજ અને ધોરાજી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. પોલીસ કાફલા દ્વારા ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ લોકોમાં સુરક્ષાની ભાવના જગાડવાનો અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા કરવાનો છે. મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ચૂંટણીના દિવસે દરેક નાગરિક પોતાના મતાધિકારનો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉપયોગ કરી શકે તે માટે તાલુકાના તમામ મતદાન મથકો પર અત્યારથી જ ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ બૂથો પર વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે કે, ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે કટિબદ્ધ છીએ. જો કોઈ પણ વ્યક્તિ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો - Local body election: પૂર્વ સાંસદ કિરીટ પટેલની હાજરીમાં લોકોએ ભાજપના નેતાઓને તતડાવ્યા

Read Full Story arrow_forward
Surat News :શહેરમાં ફરી દોડશે ડબલ ડેકર બસ
calendar_today April 23, 2026

Surat News :શહેરમાં ફરી દોડશે ડબલ ડેકર બસ

સુરત શહેરના રસ્તાઓ પર વર્ષો જૂની યાદો ફરી તાજી થવા જઈ રહી છે. સુરતીઓ માટે આનંદના સમાચાર છે કે શહેરમાં ફરી એકવાર 'ડબલ ડેકર' બસો દોડતી જોવા મળશે. GSRTC દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ લાલ રંગની ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસના ટ્રાયલ રન આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે, જેને જોઈને શહેરીજનોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.ખાસ કરીને સુરતના ડુમસ સી-ફેસ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુવિધા માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ રૂટ પર પણ દોડશે બસ GSRTC ના આયોજન મુજબ માત્ર ડુમસ જ નહીં, પરંતુ શહેરના અન્ય વ્યસ્ત રૂટ પર પણ આ સેવાનો વ્યાપ વધારવામાં આવશે. જેમાં દિલ્હી ગેટ થી કામરેજ,દિલ્હી ગેટ થી કોસાડ.આ રૂટ પર પણ આગામી સમયમાં ડબલ ડેકર બસો દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં રસ્તા પર દોડતી આ લાલ રંગની આધુનિક બસના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સુરતીઓ પોતાની જૂની યાદોને આ નવા અને આધુનિક અવતારમાં જોવા માટે આતુર છે.પ્રારંભિક તબક્કે અઠવાગેટથી ડુમસ સુધી બે ડબલ ડેકર બસો દોડાવવામાં આવશે. આ બસો સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક અને એસી હોવાથી પ્રદૂષણ મુક્ત અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે.

Read Full Story arrow_forward
IRS Daughter Murder Case: પોલીસ પૂછપરછમાં છતી થઇ આરોપીની ક્રૂર માનસિકતા, પાર કરી હતી તમામ હદ
calendar_today April 23, 2026

IRS Daughter Murder Case: પોલીસ પૂછપરછમાં છતી થઇ આરોપીની ક્રૂર માનસિકતા, પાર કરી હતી તમામ હદ

પોલીસે જ્યારે આરોપી રાહુલ મીણાની પૂછપરછ કરી ત્યારે તેણે હત્યા પહેલા પણ વધુ એક ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યુ હતુ. રેપ, હત્યા અને લૂંટને અંજામ દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યાથી સમગ્ર દેશમાં ચકચાર છે. આ ઘટનાના આરોપી રાહુલ મીણાને પોલીસે ટેક્નોલોજીના માધ્યમથી ગણતરીના કલાકોમાં પકડ્યો હતો. આરોપીની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે તેણે જે કહ્યુ તે રાક્ષસી મગજને છતુ કરે છે. તેણે 41 મિનિટ સુધી ઘરમાં ખૂની ખેલ ખેલ્યો હતો. આરોપીએ મૃતકના ફિંગરપ્રિન્ટથી લોકર ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. આ 41 મિનિટમાં તેણે રેપ, હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો. આરોપી પાસે હતી તમામ માહિતી પોલીસ તપાસમાં તેણે કહ્યુ હતુ કે, તેની પાસે તમામ માહિતીઓ હતી. યુવતીના માતા-પિતા સવારે જિમ જાય છે. તે બુધવારે સવારે 6-30 કલાકે સોસાયટીમાં ઘુસ્યો હતો. ત્યારે સ્થાનિક ડ્રાઇવર અને દુકાનદારે તેને ટોક્યો હતો. ત્યારે આરોપીએ બહાનુ બનાવીને તે લોકોને ગુમરાહ કર્યા હતા. બાદમાં સવારે 6-39 કલાકે એક્સ્ટ્રા ચાવીથી લોક ખોલીને ઘરમાં પ્રવેશ્યો હતો. UPSCની તૈયારી કરી રહેલી યુવતી પર તેણે હુમલો કર્યો હતો. વિરોધ કરતા આરોપીએ પીડિતા પર લેમ્પ દ્વારા હુમલો કર્યો હતો. બેહોશી અને લોહીલુહાણની હાલતમાં રાહુલે તેની સાથે રેપ કર્યો હતો. મૃતકના ફિંગરપ્રિન્ટથી લોકર ખોલવાનો પ્રયત્ન આરોપી લૂંટના ઇરાદાથી આવ્યો હતો. હત્યા બાદ રાહુલ યુવતીને ઢસડીને નીચે લાવ્યો હતો. તે યુવતીના ફિંગરપ્રિન્ટથી લોકર ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ મોત થઇ જતા શરીરમાં બાયોમેટ્રિક્સ કામ કરી રહ્યુ ન હતુ. પરંતુ બાદમાં તેણે લોકર તોડી નાંખ્યુ હતુ અને તેમાં રહેલા 2.5 લાખ રૂપિયા રોકડ અને ઝવેરાત ચોરી કરીને ફરાર થયો હતો. ઘરમાં લોહી અને બુટના નિશાનથી પકડાઇ જવાની બીકે તેણે મૃતકના ભાઇના કપડા અને ચપ્પલ પહેર્યા હતા. અને સવારે 7-20 કલાકે ઘરની બહાર શાંતિથી નિકળી ગયો હતો. સીસીટીવીમાં તેના ફૂટેજ કેદ છે. આરોપીની પૃષ્ટભૂમિકા આરોપી રાહુલ મીણા ઓનલાઇન પત્તાની ગેમમાં સટ્ટાબાજી કરતો હતો. અને તેમાં તેને લાખો રૂપિયાનું દેવુ થઇ ગયુ હતુ. આ દેવુ અને નોકરીમાંથી કાઢી નાંખતા તે આરોપી બન્યો હતો. દિલ્હી હત્યા કેસના એક દિવસ અગાઉ તેણે પોતાના મિત્રની પત્નીનો પણ રેપ કર્યો હતો. દિલ્હી મર્ડર કેસની મૃતક 12માં ધોરણમાં ઓલ ઇન્ડિયા ટોપર હતી. અને તે પિતાની જેમ અધિકારી બનવા માટે યુપીએસસીની તૈયારી કરી રહી હતી. આ પણ વાંચોઃ અધિકારીની પુત્રીનો હત્યારો કેવી રીતે ધકેલાયો સળિયા પાછળ?, જાણો આરોપીની ત્રણ ભૂલ

Read Full Story arrow_forward