android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: દૂધ મંડળીના આંતરિક વિખવાદમાં પશુપાલકોનો મરો, ચેરમેને મંત્રીને માર માર્યાના આક્ષેપ સાથે મંડળીને તાળા
calendar_today April 23, 2026

Palanpur: દૂધ મંડળીના આંતરિક વિખવાદમાં પશુપાલકોનો મરો, ચેરમેને મંત્રીને માર માર્યાના આક્ષેપ સાથે મંડળીને તાળા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ધનિયાણા દૂધ ઉત્પાદક મંડળી હાલ વિવાદોનું કેન્દ્ર બની છે. મંડળીના ચેરમેન દ્વારા મંત્રી પર હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદને પગલે હાલ મંડળીને તાળા લટકાવી દેવામાં આવ્યા છે, જેના કારણે દૂધ ઉત્પાદકોની મુશ્કેલીમાં વધારો થયો છે.મંડળીના ચેરમેન દ્વારા મંત્રી પર હુમલોનો આક્ષેપમળતી માહિતી મુજબ, મંડળીના મંત્રીએ દૂધ ઉત્પાદકોને 9 ટકા નફો આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશી હતી, પરંતુ આ બાબત ચેરમેનને ન ગમતા મામલો બિચક્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે, જો પશુપાલકોને સીધો નફો મળી જાય તો ચેરમેનને મળતી ‘કટકી’ બંધ થઈ જાય તેમ હતી. આ આર્થિક હિતોના ટકરાવમાં ચેરમેને આવેશમાં આવી મંત્રી પર હુમલો કરી તેમને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.ગ્રામજનોનો ઉગ્ર વિરોધ અને અન્ય આક્ષેપોમંત્રી પર થયેલા હુમલાના સમાચાર વાયુવેગે ફેલાતા ધનિયાણા ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ચેરમેન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ મંડળીમાં વર્ષોથી સભાસદો બદલાયા નથી અને ચોક્કસ લોકોનો જ કબજો રહ્યો છે.આ પણ વાંંચો: Ahmedabad : સી.જી. રોડ પર અકસ્માતનું ફેક નાટક કરી રીલ બનાવવી ભારે પડી, ઇન્ફ્લુએન્સર પાર્થ પરમાર સહિત 5 સામે ગુનો નોંધાયો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં આજથી વધશે ગરમીનું જોર, તાપમાનનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
calendar_today April 23, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં આજથી વધશે ગરમીનું જોર, તાપમાનનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Palanpur: જનતાનગરમાં કોંગ્રેસના ઉમેદવારોએ વોટ માંગવા આવવું નહિ તેવા બેનર લગાવાયા
calendar_today April 22, 2026

Palanpur: જનતાનગરમાં કોંગ્રેસના ઉમેદવારોએ વોટ માંગવા આવવું નહિ તેવા બેનર લગાવાયા

પાલનપુરમાં મોટા ભાગના વિસ્તારોમાં સફાઈ અને ગટરની અવ્યવસ્થાને કારણે તેમજ દબાણો અને ગંદા પાણીના નિકાલ માટેની અવ્યવસ્થાના પરીણામે લોકોમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 4 માં ભરઉનાળે પણ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળે છે. અને અહિં ગટરના ગંદા પાણી બારેમાસ રોડ ઉપર ઉભરાઈ રહેતા જન આરોગ્ય સામે ખતરો રહે છે.ત્યારે જનતાનગરમાં પણ આવી સ્થિતિને કારણે લોકોએ રોષ ઠાલવી અને બેનર લગાવ્યા હતા. પાલનપુર શહેરમાં આવેલા વોર્ડ નંબર 4 માં લોકોએ ખોબલે ખોબલે વોટ આપી અને કોંગ્રેસના સભ્યોને ચુંટી લાવ્યા હતા પરંતુ લોકોએ જે આશા સાથે વોટ આપ્યા હતા. તે આશા પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ આ વિસ્તારના રહીશોની સમસ્યાનો ઉકેલ ન આવ્યો અને વર્ષોથી ચોમાસા દરમ્યાન ઘરમાં પાણી ભરાઈ રહે છે. તે સમસ્યા પણ યથાવત રહી અને તે સિવાયના દિવસોમાં પણ ગટરોના ગંદા પાણી જાહેર રસ્તા પર ઉભરાઈ રહેતા હોવાથી રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. વળી અહિં પાકા રસ્તા બનાવવાની તો જાણે કોઈ ગ્રાન્ટ જ ન આવી હોય તેમ અહિં હજુ પણ કાચા અને ઉબડ-ખાબડ રસ્તા યથાવત છે. આમ અહિં વિકાસનું નામ લેવાયું નથી.આવા સંજોગોમાં સ્થાનિકો જ્યારે રજુઆત કરે ત્યારે પાલિકામાં તેમની રજુઆત ધ્યાને લેવાતી નથી. તેમ કહી પ્રતિનિધિઓએ જે જવાબ આપ્યા હતા તે હવે ચુંટણી ટાણે લોકો યાદ કરી રહ્યા છે અને આવા સંજોગોમાં લોકોની સમસ્યાનો ઉકેલ ન આવતા હવે લોકોમાં ભારેલા રોષની લાગણી પ્રવર્તિ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward