Ahmedabad: દસ્ક્રોઈ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 28 બેઠકો માટે કુલ 63 ઉમેદવારો મેદાનમાં
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં આવનારી તાલુકા પંચાયત ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો છે. તાલુકાની કુલ 28 બેઠકો માટે તા. 26મીએ ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ 63 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. શરૂઆતમાં 100 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. પરંતુ ચકાસણી દરમિયાન 33 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. ત્યારબાદ 4 ઉમેદવારોએ પોતાનું નામ પરત ખેંચતા અંતિમ રીતે 63 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. દસ્ક્રોઈ તાલુકાની યોજનારી તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા બે ભાગમાં વહેંચાઈ છે. જેમાં 12 બેઠકો મામલતદાર દસ્ક્રોઈ અને 16 બેઠકો તાલુકા વિકાસ અધિકારી દસ્ક્રોઈના નેજા હેઠળ યોજાશે. કુલ બેઠકોમાંથી 4 સીટ બીનહરીફ્ જાહેર થઈ છે. જેમાં ધામતવાણ, ખોડિયાર, કાસિન્દ્રા તેમજ સીંગરવા બેઠકનો સમાવેશ થાય છે. જેથી હવે 24 બેઠકો પર મતદાન થશે. તાલુકાની 9 બેઠકો પર ત્રિપાખીયો જંગ જોવા મળશે, જે ચૂંટણીને વધુ રસપ્રદ બનાવશે. આમ આદમી પાર્ટીએ 10 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે હરણિયાવમાં 2 અને ભાટ ગામમાં 1 અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે. ખાસ વાત એ છે કે ભાટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિર્વીશાબેન પટેલે પોતાનું ફોર્મ પાછુ ખેંચી લીધું હતું. આમ દસ્ક્રોઈ તાલુકામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે અને હવે મતદારોનો અંતિમ નિર્ણય રાજકીય પક્ષોના ભાગ્યનો નક્કી કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward