android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: આણંદના લોટેશ્વર તળાવની જાળવણી નહીં
calendar_today April 22, 2026

Anand: આણંદના લોટેશ્વર તળાવની જાળવણી નહીં

વલ્લભવિદ્યાનગર : આણંદ શહેરના લોટેશ્વર તળાવનું કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યુ હતું. પરંતુ જાળવણીના અભાવે તળાવની દુર્દશા થઇ છે. તત્કાલિન નગરપાલિકાના શાસકોએ તળાવને રી-ડેવલોપ કરવા પાછળ કરોડોનું આંધણ કર્યુ હતું . ત્યાર બાદ કરમસદ આણંદ મહાનગરપાલિકાની રચના કરવામાં આવતા તળાવને વધુ વિકસિત કરવાના દાવા કરી મીની કાંકરિયા વિકસાવાસેની વાતો કરવામાં આવી હતી. પરંતુ આજે તળાવની રોનક હણાઇ છે. પાણી વીના તળાવની સુંદરતા અદ્રશ્ય થઇ છે.અને મીની કાંકરિયાના સપના માત્ર સપના જ રહ્યા અને શહેરી જનોને ગ્રાન્ટ વાપર્યા બાદ પણ સુવિદ્યા ઉપલબ્ધ બની નથી. તેમજ મનપાએ વધુ 1.72 કરોડ રૂપિયાના ખર્ચે રિપેરીંગ માટે ફાળવવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ મનપાએ બજેટમાં તળાવના બ્યુટીફીકેશનનો ઉલ્લેખ કર્યો પરંતુ સ્થળ ઉપર નક્કર કામગીરી કરવામાં ન આવી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. તેમજ સૌથી મોટો પ્રશ્ન લોટેશ્વર અને ગોયા તળાવમાં બીલકુલ પાણી ન હોય કે પાણીના સંગ્રહની સમસ્યા હોય તેવા સંજોગોમાં બ્યુટીફીકેશન પાછળ શા માટે કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યુ છે. તે મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: પાલનપુરમાં ઉમિયા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવમાં 31 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજી અને દેવી-દેવતાઓની મૂર્તિ આગમનની ભવ્ય શોભાયાત્રા
calendar_today April 22, 2026

Palanpur: પાલનપુરમાં ઉમિયા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવમાં 31 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજી અને દેવી-દેવતાઓની મૂર્તિ આગમનની ભવ્ય શોભાયાત્રા

પાલનપુર : પાલનપુર ખાતે 31 ગામના કડવા પાટીદાર સમાજ દ્વારા યોજવામાં આવેલ ઉમિયા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવના આયોજનમાં પાટીદાર સમાજના દરેક ઘરમાંથી લોકોએ યથાશક્તિ સેવા આપી હતી.અને ભવ્યાધિભવ્ય ઉજવણી કરી હતી.આ પ્રસંગે પાટીદાર સમાજની વાડી રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠી હતી.અને હજારોની મેદની વચ્ચે ભક્તિનુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.શણગારેલા રથોમાં ઉમિયા માતાજી અને અન્ય દેવી-દેવતાઓની નૂતન મૂર્તિઓને બિરાજમાન કરવામાં આવી હતી. આ દિવ્ય સ્વરૂપોના દર્શન અને સ્વાગત માટે સમગ્ર પાલનપુર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મૂર્તિઓને સમાજની વાડી ખાતે લાવવાના આ આલૌકિક અવસરમાં 31 ગામના પાટીદાર સમાજના ભાઈ-બહેનો,વડીલો અને યુવાનો હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતા. ડીજે અને ઢોલ-નગારાના તાલે લાલ-પીળા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ માર્ગો પર ગરબાની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરી હતી. હજારોની ભીડ હોવા છતાં વ્યવસ્થિત પાર્કિંગ અને શિસ્તબદ્ધ રીતે આગળ વધતી યાત્રા 31 ગામ કડવા પાટીદાર સમાજની સંગઠીત શક્તિ અને ઉત્કૃષ્ટ આયોજનનું પ્રતીક છે. આ ભવ્ય મૂર્તિ આગમન શોભાયાત્રાથી સમગ્ર પાલનપુર શહેર જય ઉમિયા ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠયું હતું. સમાજની વાડી ખાતે માતાજીના આગમનનો આ પાવન પ્રસંગ દરેક પાટીદારના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: રાજ્યભરમાંથી ચૂંટણી સંદર્ભે 27 કરોડનો ઇંગ્લીશ, 1.76 કરોડનો દેશી દારૂ ઝબ્બે
calendar_today April 22, 2026

Gandhinagar: રાજ્યભરમાંથી ચૂંટણી સંદર્ભે 27 કરોડનો ઇંગ્લીશ, 1.76 કરોડનો દેશી દારૂ ઝબ્બે

  ગુજરાતમાં ગત પહેલી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થઈ ત્યારથી માંડીને 22 એપ્રિલ સુધીમાં કુલ રૂ.27 કરોડની કિંમતની ઇંગ્લીશ દારૂની બોટલો તથા રૂ.1 કરોડ 76 લાખની કિંમતનો દેશી દારૂ પકડાયો છે. જ્યારે આ દારૂના ટ્રાન્સ્પોર્ટેશનમાં વપરાતા વાહનો સહિત રૂ.1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂનો આ જથ્થો સામાન્ય સંજોગોમાં પકડાતાં જથ્થા કરતાં વધુ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ 22 દિવસના ગાળામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ કુલ 1 લાખ 70 હજાર જેટલા ઈસમો સામે અટકાયતી પગલાં લેવાયા છે. આમાં પાસા, તડીપારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સહિત વારંવાર અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્ત્વો પણ સામેલ છે. સૂત્રો કહે છે કે, સ્થાનિક ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ન્યાયી ઢબે યોજાય તે માટે અત્યાર સુધી કુલ 22 હજારથી વધુ ઈસમો સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈલેક્શનના સંદર્ભે પરવાના હેઠળના ખાનગી હથિયારો જમા લેવાની 99.98 ટકા કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં અત્યાર સુધી રાજ્યભરમાંથી કુલ 52 હજારથી વધુ હથિયારો જે તે પોલીસ સ્ટેશનોમાં જમા લેવાયા છે. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલ ગુરુવારે મતદાન યોજાનારું છે, જ્યારે રાજ્યના 95 ટકા મતદારો આવરી લેતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે રવિવારે મતદાન થનારું છે. આ ચૂંટણીઓ સંદર્ભમાં પોલીસ તંત્ર દ્વારા ઉપરોક્ત પગલાં લેવાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward