android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India Heatwave : આકાશમાંથી વરસી રહી છે આગ! દુનિયાના 20 સૌથી ગરમ શહેરોમાં 19 તો ભારતના!
calendar_today April 22, 2026

India Heatwave : આકાશમાંથી વરસી રહી છે આગ! દુનિયાના 20 સૌથી ગરમ શહેરોમાં 19 તો ભારતના!

એપ્રિલની શરૂઆતમાં જ ગરમીએ એવો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે કે ભારત અત્યારે દુનિયાના સૌથી ગરમ વિસ્તારોમાં સામેલ થઈ ગયું છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે દુનિયાના 20 સૌથી ગરમ શહેરોમાંથી 19 તો ભારતના જ છે. તાપમાન ઘણી જગ્યાએ 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર પડી રહી છે. આ સ્થિતિ માત્ર હવામાનની સામાન્ય ગરમી નથી પરંતુ તેજ હીટવેવનો સંકેત પણ માનવામાં આવી રહ્યો છે, જેણે દેશના ઘણા ભાગોને પોતાની લપેટમાં લઈ લીધા છે. ઘણા શહેરોમાં 44 ડિગ્રી સુધી પહોંચ્યું તાપમાન આંકડા મુજબ, બિહારનું ભાગલપુર, ઓડિશાનું તાલચર અને પશ્ચિમ બંગાળનું આસનસોલ જેવા શહેરો દુનિયાના સૌથી ગરમ શહેરોની યાદીમાં ટોચ પર છે, જ્યાં તાપમાન લગભગ 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ શહેરોની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં પણ તાપમાન સતત 43 થી 44 ડિગ્રીની વચ્ચે બનેલું છે. આ દર્શાવે છે કે ગરમીની અસર માત્ર એક રાજ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશમાં વ્યાપકપણે ફેલાઈ ચૂકી છે. દુનિયામાં સૌથી ગરમ શહેર (સ્ત્રોત: AQI.in) રેન્કશહેરતાપમાન1ભાગલપુર, બિહાર, ભારત44 ડિગ્રી2તાલચર, ઓડિશા, ભારત44 ડિગ્રી3આસનસોલ, પશ્ચિમ બંગાળ, ભારત44 ડિગ્રી4બેગુસરાય, બિહાર, ભારત43 ડિગ્રી5મોતીહારી, બિહાર, ભારત43 ડિગ્રી6મુંગેર, બિહાર, ભારત43 ડિગ્રી7ભોજપુર, બિહાર, ભારત43 ડિગ્રી8ભોજપુર, બિહાર, ભારત43 ડિગ્રી9બેતિયા, બિહાર, ભારત43 ડિગ્રી10બાલાંગીર, ઓડિશા, ભારત43 ડિગ્રી11દુર્ગાપુર, પશ્ચિમ બંગાળ, ભારત43 ડિગ્રી12પશ્ચિમ મિદનાપુર, પશ્ચિમ બંગાળ, ભારત43 ડિગ્રી13લુમ્બિની સંસ્કૃતિ, લુમ્બિની પ્રાંત, નેપાળ43 ડિગ્રી14બીરભૂમ, પશ્ચિમ બંગાળ, ભારત43 ડિગ્રી15ગોરખપુર, ઉત્તર પ્રદેશ, ભારત43 ડિગ્રી16કુલ્ટી, પશ્ચિમ બંગાળ, ભારત43 ડિગ્રી17બાંકુડા, પશ્ચિમ બંગાળ, ભારત43 ડિગ્રી18વારાણસી, ઉત્તર પ્રદેશ, ભારત43 ડિગ્રી19રાનીગંજ, પશ્ચિમ બંગાળ, ભારત43 ડિગ્રી20દલૂરબંદ, પશ્ચિમ બંગાળ, ભારત43 ડિગ્રીટોપ-20 માં માત્ર એક જ વિદેશી શહેર આ યાદીમાં ખાસ વાત એ છે કે ટોપ 20 માં માત્ર એક જ વિદેશી શહેર સામેલ છે, જે નેપાળનું લુમ્બિની છે. બાકીના તમામ 19 શહેરો ભારતના જ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ સમયે ભારત વૈશ્વિક સ્તરે સૌથી વધુ ગરમી સહન કરી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં સતત વધતા તાપમાનને કારણે હીટવેવની સ્થિતિ સર્જાઈ છે, જેને હવામાન વિભાગે પણ ગંભીર ગણાવી છે. આવનારા દિવસોમાં ગરમી હજુ વધશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં ગરમી હજુ વધી શકે છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આના કારણે લોકોને દિવસના સમયે ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી શકે છે. સાથે જ ડોક્ટરો અને નિષ્ણાતોએ પણ લોકોને સાવચેતી રાખવા, વધુ પાણી પીવા અને તડકાથી બચવાની સલાહ આપી છે. આ પણ વાંચો- Operation Sindoor : દિલ્હી પર ત્રાટકવા નીકળેલી પાકિસ્તાની મિસાઈલનું હવામાં જ થઈ ગયું હતું સૂરસૂરિયું!

Read Full Story arrow_forward
Local body election: જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેરમાં કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી
calendar_today April 22, 2026

Local body election: જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેરમાં કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી

ગજરાતમાં રસ્તા પર કેક કાપીને રૌફ મારતા લોકો સામે પોલીસ કાયદાકીય કાર્યવાહી કરે છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તલવારથી કેક કાપતા અનેક વીડિયો વાયરલ થાય છે જેની સામે પોલીસ એક્શનમાં આવે છે અને કાયદાકીય કાર્યવાહી કરે છે. ત્યારે જૂનાગઢમાં ભાજપના જિલ્લા પ્રમુખે જ કાયદાની ઐસી તૈસી કરી નાંખી હતી. તેમણે જાહેર રસ્તા પર કેક કટીંગ કરીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. કાયદા અને નિયમોની ઐસી તૈસી જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરતાં સવાલો ઉભા થયાં છે. કેશોદના ચાર ચોકમાં જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી કાયદા અને નિયમોની ઐસી તૈસી કરી નાંખી હતી. ચૂંટણીની આચાર સંહિતા લાગુ હોવા છતાં ભાજપના કાર્યકરોએ જાહેરમાં ફટાકડા ફોડીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ સહિત કેશોદના ધારાસભ્ય દેવા માલમ પણ હાજર રહ્યા હતાં. તો શુ નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે? જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ જાણે કાયદાના નિયમો પોતાની માટે છે જ નહીં તેવી રીતે જાહેરમાં કેક કાપીને ઉજવણી કરતાં અનેક સવાલો ઉભા થયાં છે. જ્યારે પણ કોઈ જાહેરમાં કેક કાપીને ઉજવણી કરે ત્યારે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે અને કાયદાકીય પગલાં લઈ લે છે. પરંતુ અહીં ક્યાંય જાણે કાયદો નડતો જ ના હોય તેવા દ્રશ્યો જોવા મળતાં લોકોમાં અનેક સવાલો ચર્ચામાં આવ્યા છે. આ પણ વાંચોઃ Ahmedabad News: વિમાન દુર્ઘટનામાં પત્ની અને દીકરીને ગુમાવનાર ગુજરાતીને બ્રિટન છોડવાનો આદેશ

Read Full Story arrow_forward
Local body election: સુરત બાદ પંચમહાલમાં આમ આદમી પાર્ટીના 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઈ
calendar_today April 22, 2026

Local body election: સુરત બાદ પંચમહાલમાં આમ આદમી પાર્ટીના 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઈ

આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડમાં પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગ તલસ્પર્શી તપાસ કરી રહ્યો છે.દિલ્હીથી સુરત ફંડિંગ કરવા માટે 8થી 10 જણાની સિન્ડિકેટ સક્રિય હતી.પોલીસે આ સિન્ડિકેટ ફરતે તપાસ કેન્દ્રિત કરી હોવાનું જાણવા મળે છે. ત્યારે પંચમહાલમાં પણ આમ આદમી પાર્ટીના લાખો રૂપિયાની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. ગોધરાની આંગડિયા પેઢી દ્વારા હવાલા મારફ્તે રૂપિયાની હેરાફેરી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલમાં AAPના લાખો રુપિયાની હેરાફેરી પંચમહાલમાં આમ આદમી પાર્ટીના લાખો રૂપિયાની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. ગોધરાની આંગડિયા પેઢી દ્વારા હવાલા મારફતે રૂપિયાની હેરાફરી પકડાઈ છે. છેલ્લા 15 દિવસમાં 50 લાખથી વધુની રકમની હેરાફેરી નોંધાઈ છે. ગોધરામાં પીએમ આંગડિયા અને એમ પટેલ આંગડિયા મારફતે હેરાફેરી કરવામાં આવતી હતી. મતદારોને પ્રલોભન આપવા હવાલા મારફ્તે રકમ આવી હોવાની વિગતો સામે આવી છે. આ મુદ્દે વોર્ડ નંબર 11ના ઉમેદવાર અજય વસંતાણી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રમણ બારિયા સહિતના કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad News: વિમાન દુર્ઘટનામાં પત્ની અને દીકરીને ગુમાવનાર ગુજરાતીને બ્રિટન છોડવાનો આદેશ

Read Full Story arrow_forward