android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News : અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, 24 એપ્રિલથી ગરમીનો પ્રચંડ પ્રકોપ અનુભવાશે
calendar_today April 22, 2026

Gujarat Weather News : અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, 24 એપ્રિલથી ગરમીનો પ્રચંડ પ્રકોપ અનુભવાશે

ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં કેટલાક જિલ્લમાં આજે 40થી 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 24 એપ્રિલથી ગરમીમાં પ્રચંડ વધારો થશે તેવી આગાહી કરી છે.28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે. 24 એપ્રિલથી ગરમીમાં પ્રચંડ વધારો થશે અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતાં કહ્યું હતું કે, 24 એપ્રિલથી ગરમીમાં પ્રચંડ વધારો થશે, મધ્ય ગુજરાતમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચશે, પાટણ, સમી અને હારીજ, સાબરકાંઠા, અરવલ્લીમાં પારો 42 ડિગ્રી રહેશે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે, જૂનાગઢ અને કચ્છમાં પારો 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ વધતા બફારો રહેશે. 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે. પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ વધતા બફારો અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ વધતા બફારો રહેશે.28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે.11થી 20 મે દરમિયાન ઈરાન તરફથી કાળી આંધી આવશે. તેજ પવનને કારણે કાચા મકાનના છાપરા ઉડી શકે છે. 15 મે બાદ બંગાળની ખાડીમાં ભયાનક ચક્રવાતની શક્યતા છે. 17 મે થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડાના સંકેત છે. 23 મેથી દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળશે. 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 8થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.જૂન માસમાં સારો વરસાદ રહેવાની આશા છે.28મે થી 1 જૂન વચ્ચે કેરળના તટે ચોમાસું બેસવાની શક્યતા છે. જૂન અને ઓગસ્ટમાં સારો વરસાદ રહેશે.ઓક્ટોબર સુધી પાછોતરો વરસાદ રહેવાની આગાહી કરી છે.વાવાઝોડાને કારણે ચોમાસું મોડું પડવાની પણ શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની આશા છે.આ પણ વાંચોઃ Local body election: સુરત બાદ પંચમહાલમાં આમ આદમી પાર્ટીના 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઈ

Read Full Story arrow_forward
Delhi News: IRS અધિકારીની 22 વર્ષીય પુત્રીની હત્યા, નોકર પર શંકાની સોય
calendar_today April 22, 2026

Delhi News: IRS અધિકારીની 22 વર્ષીય પુત્રીની હત્યા, નોકર પર શંકાની સોય

IRS અધિકારીની પુત્રીની હત્યા કર્યા બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ શરુ કરી છે. હત્યામાં પોલીસ તપાસ શરુ દિલ્હીના દક્ષિણપૂર્વીય વિસ્તારમાં અમર કોલોનીમાં IRS અધિકારીની 22 વર્ષીય પુત્રીની મોબાઇલ ચાર્જરથી ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ઘરના નોકર પર શંકાની સોય છે. પોલીસે મૃતકની સાથે શારીરિક શોષણ થયુ હોવાની પણ શંકા દર્શાવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. CCTV ફૂટેજની સમીક્ષા શંકા ઘરના ભૂતપૂર્વ નોકર પર પડી રહી છે. એવું જાણવા મળ્યું છે કે નોકરને લગભગ દોઢ મહિના પહેલા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે તેણે બદલો લેવા માટે આ ગુનો કર્યો હશે. પોલીસને ઘટનાની માહિતી મળી હતી. જેના પગલે એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા પણ એકત્રિત કર્યા છે અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની સમીક્ષા કરી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓ તરફ નજર પોલીસે કેસ નોંધ્યો છે અને શંકાસ્પદ વ્યક્તિને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે અને સમગ્ર મામલો બહાર આવશે. આ પણ વાંચોઃ ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ અંગે મોટો ખુલાસો, જાણો શું છે મામલો?

Read Full Story arrow_forward
Clean India:સ્વર્ગ જેવું સુંદર છે ભારતનું આ ગામ, 22 વર્ષથી એક પણ સફાઈ કામદાર વગર ચમકે છે આખું ગામ
calendar_today April 22, 2026

Clean India:સ્વર્ગ જેવું સુંદર છે ભારતનું આ ગામ, 22 વર્ષથી એક પણ સફાઈ કામદાર વગર ચમકે છે આખું ગામ

 ભારતનો પૂર્વોત્તર પ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે, પરંતુ શું તમે જાણો છો કે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ પણ અહીં જ આવેલું છે? મેઘાલય રાજ્યમાં સ્થિત 'માવલીનોન્ગ' ગામ આજે સમગ્ર વિશ્વ માટે સ્વચ્છતાનું પ્રતીક બની ગયું છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ગામમાં એક પણ સફાઈ કર્મચારી નથી, તેમ છતાં છેલ્લા 22 વર્ષથી આ ગામ સ્વચ્છતામાં ટોપ પર છે.લોકોની જાગૃતિ જ સફાઈનું હથિયારઆ ગામની સ્વચ્છતા પાછળનું રહસ્ય અહીંના રહેવાસીઓની વિચારધારા છે. અહીં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેક નાગરિક પોતાની નૈતિક જવાબદારી સમજીને સફાઈ કરે છે. ગામમાં ઠેર-ઠેર વાંસના બનેલા ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે અને કચરો રસ્તા પર ફેંકવો અહીં ગુનો ગણાય છે.પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધમાવલીનોન્ગમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીં લોકો ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી જીવે છે. કચરાનું વ્યવસ્થિત વર્ગીકરણ કરવામાં આવે છે અને જૈવિક કચરામાંથી કુદરતી ખાતર બનાવી ખેતીમાં ઉપયોગમાં લેવાય છે.પ્રવાસીઓ માટે ખાસ સૂચનાઆ ગામની સુંદરતા જોવા માટે દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. અહીંનો 'સ્કાય વોક' પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે. જોકે, વર્ષ 2023 થી એક નવો નિયમ અમલી બન્યો છે કે રવિવારના દિવસે પ્રવાસીઓને ગામમાં પ્રવેશ આપવામાં આવતો નથી, જેથી સ્થાનિક લોકો શાંતિથી રજા માણી શકે.માવલીનોન્ગ ગામમાં કેવી રીતે પહોંચવું?માવલીનોન્ગ પહોંચવા માટે પહેલા ગુવાહાટી કે શિલોંગ પહોંચવું પડે છે. શિલોંગથી આ ગામનું અંતર આશરે 90 કિમી છે. રસ્તામાં ડાવકી નદીના અદભૂત દ્રશ્યો તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે.આ પણ વાંચો: Israel Mossad News: ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ અંગે મોટો ખુલાસો, જાણો શું છે મામલો?

Read Full Story arrow_forward