android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : કચ્છના ભચાઉમાં સોલાર કંપનીમાં આગ લાગતા દોડધામ મચી, મેદાનમાં પડેલો સામાન બળીને ખાક થઈ ગયો
calendar_today April 22, 2026

Gujarat Latest News Live : કચ્છના ભચાઉમાં સોલાર કંપનીમાં આગ લાગતા દોડધામ મચી, મેદાનમાં પડેલો સામાન બળીને ખાક થઈ ગયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Amit Shah બંગાળમાં ગર્જયા, કહ્યુ કે રાહુલ સાથે હવે ખરગેની પણ ભાષા બગડી
calendar_today April 22, 2026

Amit Shah બંગાળમાં ગર્જયા, કહ્યુ કે રાહુલ સાથે હવે ખરગેની પણ ભાષા બગડી

પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણામાં યોજાયેલી એક ભવ્ય રેલી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષી નેતાઓ પર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. આગામી ચૂંટણીઓના પ્રચાર અર્થે બંગાળ પહોંચેલા અમિત શાહે મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરીને રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. ખરગે અને રાહુલ ગાંધી પર પ્રહાર તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, "હવે રાહુલ ગાંધીની સાથે ખરગેની ભાષા પણ બગડી રહી છે." તેમણે ખરગેને રાહુલ ગાંધીના માર્ગે ચાલનારા નેતા ગણાવ્યા હતા. શાહે વધુમાં ઉમેર્યું કે, જ્યારે વિપક્ષ પાસે કોઈ નક્કર મુદ્દાઓ નથી હોતા, ત્યારે તેઓ વ્યક્તિગત આક્ષેપો અને અભદ્ર ભાષાનો સહારો લે છે. પીએમ મોદીના અપમાન પર વળતો જવાબ જનસભાને સંબોધતા ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે દેશની જનતા વડાપ્રધાન મોદીને પ્રેમ કરે છે અને વિપક્ષ દ્વારા કરવામાં આવતા અપમાનનો જવાબ જનતા બેલેટ પેપરથી આપશે. તેમણે રાહુલ ગાંધી અને ખરગેને એક સમાન ગણાવતા કહ્યું કે કોંગ્રેસની આખી સંસ્કૃતિ હવે નકારાત્મકતા તરફ વળી ગઈ છે. બંગાળમાં ચૂંટણી રણશિંગુ રેલી દરમિયાન અમિત શાહે બંગાળની મમતા બેનર્જી સરકારને પણ આડેહાથ લીધી હતી. તેમણે ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને ઘેરીને ભાજપના કાર્યકરોમાં નવો જોમ ભર્યો હતો. અમિત શાહની આ ગર્જનાથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં બંગાળમાં ભાજપ અને વિપક્ષ વચ્ચેનો જંગ વધુ તેજ બનશે. આ પણ વાંચોઃ Clean India:સ્વર્ગ જેવું સુંદર છે ભારતનું આ ગામ, 22 વર્ષથી એક પણ સફાઈ કામદાર વગર ચમકે છે આખું ગામ

Read Full Story arrow_forward
Gujarat Weather: પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે, 26 એપ્રિલે 42થી 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા
calendar_today April 22, 2026

Gujarat Weather: પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે, 26 એપ્રિલે 42થી 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા

ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં કેટલાક જિલ્લમાં આજે 40થી 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. અમદાવાદ, અમરેલી અને કંડલામાં 41 ડિગ્રી ગરમીનો પારો પહોંચી શકે છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી ગરમી રહી શકે છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે. 24થી 26 એપ્રિલ દરમિયાન વધુ ગરમી પડશે. પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં 24થી 26 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે. પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે. સવારે ગરમી અને રાત્રે ઉકળાટ રહેશે. રાજ્યમાં 41 થી 43 ડિગ્રી તાપમાન રહેશે. 26 એપ્રિલે રાજ્યમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે. આજે અમદાવાદમાં 41, અમરેલીમાં 41.1, ગાંધીનગરમાં 40.5, સુરત 38.9, રાજકોટ 40.7, કંડલામાં 41 અને વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીના કારણે હીટ સ્ટ્રોક અને હાર્ટ એટેકના બનાવ રાજકોટમાં આગઝરતી ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. મહાનગર પાલિકાએ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં 60થી વધુ લોકોને હિટ સ્ટ્રોક આવ્યો છે. આ ઉપરાંત લૂ લાગવાના પણ 20થી વધુ બનાવો સામે આવ્યા છે. બીજી તરફ વડોદરામાં ભીષણ ગરમીને કારણે હાર્ટ એટેકનું જોખમ ઉભુ થયું છે. મકરપુરમાં હાર્ટ એટેક આવતા એક કલાકમાં બે લોકોના મોત થયાં છે. જેમાં વિશાલનગરના 73 વર્ષીય વૃદ્ધ અને 52 વર્ષીય વિલાસબેન ભાટિયાનું મોત નિપજ્યું છે. બંનેને ગભરામણ થતાં હોસ્પિટલ ખસેડાયા હતાં. તબીબોએ તપાસ કરી મૃત જાહેર કર્યા હતાં. 149 વર્ષ બાદ દેશમાં ભારે ગરમીની આગાહી દેશમાં છેલ્લા 149 વર્ષ બાદ ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે ગરમીની શક્યતા દર્શાવાઈ છે. આ વર્ષે તાપમાન 48થી 50 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીની સૌથી વધુ અસર વર્તાશે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ગરમીમાં વધારો થઈ શકે છે. આ પણ વાંચોઃ Local body election: સુરત બાદ પંચમહાલમાં આમ આદમી પાર્ટીના 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઈ

Read Full Story arrow_forward