android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: પૂલહાશ્રામ ઈન્ટરનેશનલ સ્કૂલનું ગૌરવ
calendar_today April 21, 2026

Kheda: પૂલહાશ્રામ ઈન્ટરનેશનલ સ્કૂલનું ગૌરવ

ડાકોર : ડાકોરમાં આવેલી પૂલહાશ્રામ ઈન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ-10 સીબીએસઈનું ઝળહળતું પરિણામ આવ્યું છે. જેમાં સ્મિત ડી.અમીને 95 ટકા ગુણ અને આશુતોષ બિસવાલે 90 ટકા મેળવ્યા હતા. જે બદલ સ્કૂલના ટ્રસ્ટી,આચાર્ય અને શિક્ષકો દ્વારા છાત્રોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: MLA દ્વારા સતત 164મા સમૂહ લગ્નનું આયોજન
calendar_today April 21, 2026

Kheda: MLA દ્વારા સતત 164મા સમૂહ લગ્નનું આયોજન

યાત્રાધામ ડાકોરમાં ક્ષત્રિય સમાજનો 33મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 159 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા અને દાંપત્યજીવનની શરુઆત કરી હતી. સમૂહ લગ્નોત્સવના વર-વધૂનું કન્યાદાન ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર તેમજ તેમના ધારાસભ્ય પૂત્ર યોગેન્દ્રસિંહ પરમાર દ્વારા વર્ષ-1993થી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. વર્ષ-1993માં માત્ર 15 યુગલોથી સમૂહ લગ્નની શરુઆત થઈ હતી. અત્યાર સુધી 164 સમૂહ લગ્નનું સફળ આયોજન કરવા સાથે 1,800 કન્યાના લગ્ન કરાવી ચૂક્યા છે.આજે યોજાયેલા સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ડાકોર સંત દાદુરામ મહારાજ કિરણ રામ મહારાજ અને મહિપતસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: હિટવેવ : બ્રેઈન સ્ટ્રોકથી બચવા ટોપીઓનો સહારો
calendar_today April 21, 2026

Mehsana: હિટવેવ : બ્રેઈન સ્ટ્રોકથી બચવા ટોપીઓનો સહારો

મહેસાણા શહેરના રાજમાર્ગો ઉપર ગરમીથી બચવા માટેની રંગબેરંગી ટોપીઓની હાટડીઓ મંડાઈ છે. બ્રેઈન સ્ટ્રોકથી બચવા પોતાને માટે આ ટોપીઓનો ઉપયોગ વધ્યો છે. મહેસાણા ખાતે તોરણવાળી માતાના ચોક સહિતના વિસ્તારોમાંથી ટોપીઓ ખરીદવામાં યુવતીઓ પણ પાછળ નથી. રૂ.100 થી માંડી રૂ.250ના ભાવ સુધીમાં આ ટોપીઓ વેચાઈ રહી છે. મહેસાણા શહેમાં સીટી બસ સ્ટેન્ડ સામે રસ્તાની બાજુમાં ટોપીઓની પસંદગી કરતી મહિલાઓ દૃષ્ટિગોચર થાય છે. હવે દિવસે દિવસે ગરમીનો પારો હજુ ઊંચકાશે અને ટોપીઓની માંગમાં વધારો થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward