android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: જોરાવરનગરના દંપતીને ચેક રીટર્ન કેસમાં 1 વર્ષની સજા
calendar_today April 21, 2026

Surendranagar: જોરાવરનગરના દંપતીને ચેક રીટર્ન કેસમાં 1 વર્ષની સજા

જોરાવરનગરમાં રહેતા દંપતીએ પોતાની શાંતા શોપ ફેકટરીમાં ધંધાની જરૂરીયાત માટે વર્ષ 2025માં નીવૃત બેંકર પાસેથી 4.50 લાખ ઉછીના લીધા હતા. જેમાં દંપતીએ આપેલા અલગ-અલગ ચેક રીટર્ન થતા કોર્ટમાં કેસ કરાયા હતા. આ બન્ને કેસ ચાલી જતા કોર્ટે દંપતીને દોષીત ઠેરવી 1 વર્ષની સજાનો હુકમ કર્યો છે. જોરાવરનગરની સવા હોસ્પીટલ પાસે રહેતા રણછોડભાઈ ખેર નીવૃત બેંક કર્મી છે. જોરાવરનગરના દેરાસર સામે શાંતા શોપ ફેકટરી ચલાવતા દંપતી અમીબેન હાર્દીકભાઈ વોરા અને હાર્દીક જીતેન્દ્રભાઈ વોરા સાથે તેઓને વર્ષોથી પારીવારીક સબંધો છે. એપ્રીલ-2025માં ધંધાના કામ અર્થે જરૂરીયાત ઉભી થતા અમીબેન વોરાએ રણછોડભાઈ પાસે 2.50 લાખ 4 માસ માટે ઉછીના લીધા હતા. જયારે જુન-2025માં હાર્દીક વોરાએ રૂપીયા 2 લાખ 2 માસ માટે રણછોડભાઈ પાસેથી ઉછીના લીધા હતા. જેના બદલામાં તા. 28-8-25ના રોજ અમીબેને 2.50 લાખનો અને હાર્દીક વોરાએ રૂપીયા 2 લાખનો ચેક આપ્યો હતો. આ બન્ને ચેક અપુરતા ભંડોળના લીધે પરત ફરતા રણછોડભાઈએ વકીલ જી.ડી.ઝાલા મારફત તા. 22-9-25ના રોજ સુરેન્દ્રનગરની એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ કર્યો હતો. આ બન્ને કેસ તાજેતરમાં ચાલી જતા ફરિયાદીના વકિલની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાના આધારે જજ કે.એમ.આહીરે દંપતીને કસુરવાર ઠેરવ્યા હતા. જેમાં દંપતીને 1 વર્ષની સજા અને ચેકની રકમ 60 દિવસમાં ફરિયાદીને ચુકવવા હુકમ કર્યો છે. જો તેઓ આ રકમ ન ચુકવે તો વધુ 3 માસની સજા પણ સંભળાવાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: છારોડી ગામે એકલવાયી મહિલાને ઘરમાં ઘુસી મોતને ઘાટ ઉતારી મૃતદેહને સળગાવવાનો પ્રયાસ
calendar_today April 21, 2026

Dhandhuka: છારોડી ગામે એકલવાયી મહિલાને ઘરમાં ઘુસી મોતને ઘાટ ઉતારી મૃતદેહને સળગાવવાનો પ્રયાસ

સાણંદ તાલુકાના છારોડી ગામે વૃદ્ધ મહિલાની હત્યાની ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મદીનાબાનુ કુરેશી (ઉંમર 75 વર્ષ),જે એકલા રહેતા હતા, તેમની નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ તા. 20 ની રાત્રે અંદાજે 22:00 કલાકથી બીજા દિવસે સવારે 10:00 કલાક દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા તેમના ઘરમાં પ્રવેશ કરીને, તેમના માથા પર કોઈ બોથડ વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ આરોપીએ જ્વલનશીલ પ્રવાહીનો ઉપયોગ કરીને મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સાણંદ GIDC પોલીસ સ્ટેશન તથા LCB નીટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ક્રાઇમ સીનનું નિરીક્ષણ કરી જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ મામલે મૃતકના પુત્ર અકબર કુરેશીએ પોતાની માતાની હત્યા અંગે પોલીસમાં ફ્રિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીને ઝડપવા માટે તાત્કાલિક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: મોઢેરા સૂર્યમંદિરનું EV ચાર્જિંગ સ્ટેશન છ માસથી ધુળી ખાતી હાલતમાં
calendar_today April 21, 2026

Mehsana: મોઢેરા સૂર્યમંદિરનું EV ચાર્જિંગ સ્ટેશન છ માસથી ધુળી ખાતી હાલતમાં

ભારતનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત મોઢેરા ગામના સૂર્યમંદિર કેમ્પસમાં સ્થાપિત સોલાર-આધારિત EV ચાર્જિંગ સ્ટેશનલગભગ છેલ્લાં છ મહિનાથી બંધ પડયું છે. આ યોજના હેઠળ લગભગ 79 કરોડના ખર્ચે મંદિર અને આખા મોઢેરા ગામને 24 કલાક સૌર ઊર્જા પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મંદિરના પાર્કિંગ વિસ્તારમાં ત્રણ પેસેન્જર EV ચાર્જિંગ પોઇન્ટ અને બાહ્ય DC-ચાર્જિંગ યુનિટઇલેક્ટ્રિક બસ માટે ખાસ રાખવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, યોગ્ય તકનીકી મેન્ટેનન્સની અભાવ, ચાર્જિંગ યુનિટમાં ખરાબ સાધન-સામગ્રી અને ઓપરેશનલ સમસ્યાઓને કારણે આ સ્ટેશન વારંવાર બંધ થતું રહે છે. કન્સોર્ટિયમ કે કોન્ટ્રાક્ટર તરફ્થી સમયસર રિપેર-રિપ્લેસમેન્ટ ન થવાથી તે લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે છે. વર્ષ 2022માં લોકાર્પણ કરાયેલી આ યોજના જવાબદાર તંત્રવાહકોની બેદરકારીના કારણે આજે પર્યટકો અને સ્થાનિક EV યુઝર્સ માટે મોટી મુશ્કેલી બની રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward