android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: વૃદ્ધ પાસેથી દાગીના સેરવનાર રિક્ષાચાલકને પોલીસે દબોચ્યો
calendar_today April 21, 2026

Mehsana: વૃદ્ધ પાસેથી દાગીના સેરવનાર રિક્ષાચાલકને પોલીસે દબોચ્યો

નંદાસણ વિસ્તારમાં ચાર દિવસ અગાઉ રિક્ષામાં એક વૃદ્ધ પેસેન્જરની નજર ચુકવી ચાંદીના દાગીના ભરેલા થેલાની ચીલઝડપ કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા નાસી છૂટનાર રીક્ષા ચાલકને મહેસાણા LCBની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ.1.49 લાખની કિંમતની ચાંદી અને ગુનામાં વપરાયેલ રીક્ષા સહિત કુલ રૂ.2.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કડીના ગાંધીચોકથી એક 67 વર્ષીય વૃદ્ધ પેસેન્જર રીક્ષામાં બેઠા હતા. જે બાદ કડી-નંદાસણ રોડ પર નવાપુરા પાસે રીક્ષા ચાલકે પેશાબ કરવાના બહાને રીક્ષા ઉભી રાખી હતી અને તકનો લાભ ઉઠાવી વૃદ્ધના ચાંદીના ઘરેણા ભરેલા થેલાની સ્નેચિંગ કરી બાવળની ઝાડીઓમાં થઈ ફરાર થયો હતો. જેને લઈ નંદાસણ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે અંગેની તપાસ કરતા બાતમીના આધારે મહેસાણા LCBની ટીમે એક રીક્ષા (નંબર GJ-01-TG-9778)ને શિવાલા સર્કલ પાસે રોકી તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચેથી સ્નેચિંગમાં ગયેલ ચાંદીના દાગીનાનો થેલો મળી આવ્યો હતો. પોલીસે રીક્ષા ચાલક રમઝાન ઉર્ફે સરફરાજ છોટેખાન પઠાણ (રહે.એલ.એચ.પાર્ક સોસાયટી, કસ્બા, કડી)ને ઝડપી પાડયો હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેણે પોતાના મિત્રો શાહરૂખ બેલીમ (રહે. ઉસ્તાદપુર, કલોલ) અને સફ્ફન (રહે. મગદુમપાર્ક સોસાયટી, કડી) સાથે મળીને આ લૂંટ કરી હતી. પોલીસે હાલમાં અન્ય બે વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahemdabad: ઇસનપુર પબ્લીક સ્કૂલમાં ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં સહપાઠીએ પરિકર માર્યું
calendar_today April 21, 2026

Ahemdabad: ઇસનપુર પબ્લીક સ્કૂલમાં ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં સહપાઠીએ પરિકર માર્યું

શહેરમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ દિવસને દિવસે ચિંતાજનક રીતે વધી રહી છે. સેવન્થ ડે સ્કૂલની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં નારોલની ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વધુ એક હિંસક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સહપાઠીઓ વચ્ચે ઝઘડો છોડાવવો ભારે પડયો હતો. વચ્ચે પડેલા 14 વર્ષીય વિદ્યાર્થીની આંખમાં ઉશ્કેરાયેલા સહપાઠીએ પરિકર મારી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન છતાં વિદ્યાર્થીની આંખની રોશની જળવાઈ રહેશે કે કેમ, તેને લઈને પરિવારજનો ચિંતામાં છે. વટવા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરતા 34 વર્ષીય વ્યક્તિનો 14 વર્ષીય પુત્ર ગેબનશાહ પાસે આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરે છે. ગત 20 એપ્રિલે સવારે 11 વાગ્યે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું. પરીક્ષા પૂર્ણ થતા 14 વર્ષીય વિદ્યાર્થી તેના મિત્રને બોલાવવા બાજુના ક્લાસમાં ગયો હતો. ત્યાં તેનો મિત્ર અન્ય એક સહપાઠી સાથે ઝઘડી રહ્યો હતો. વિદ્યાર્થીએ વચ્ચે પડીને બંનેને છોડાવવાનો પ્રયાસ કરતા આરોપી વિદ્યાર્થીએ આવેશમાં આવીને તેના હાથમાં રહેલું પરિકર સીધું જ પીડિત વિદ્યાર્થીની આંખમાં મારી દીધું હતું. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીને તાત્કાલિક નજીકના અર્બન હેલ્થ સેન્ટર અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જઈને આંખનું ઓપરેશન કરાયું હતું. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહત્ત્વનું છે કે, સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ શિક્ષણ વિભાગ સફાળું જાગીને અનેક પ્લાન રજૂ કર્યા હતા છતા હુમલા યથાવત રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છબરડો, પરીક્ષાના પહેલા જ દિવસે M.Ed.નું પેપર મોકલવાનું ભૂલી ગઈ યુનિવર્સિટી
calendar_today April 21, 2026

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છબરડો, પરીક્ષાના પહેલા જ દિવસે M.Ed.નું પેપર મોકલવાનું ભૂલી ગઈ યુનિવર્સિટી

શિક્ષણનું ધામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર પોતાની ગંભીર બેદરકારીને કારણે વિવાદમાં આવી છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ યુનિવર્સિટીના વહીવટી તંત્રનો મોટો છબરડો સામે આવ્યો છે. નવાઈની વાત એ છે કે, M.Ed. સેમેસ્ટર-2 અને 4 ની પરીક્ષાના પ્રારંભે જ યુનિવર્સિટી સત્તાધીશો પરીક્ષા કેન્દ્રો પર પેપર મોકલવાનું જ ભૂલી ગયા હતા, જેને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.155 વિદ્યાર્થીઓને એક કલાક મોડું પેપર મળ્યું આજે M.Ed. સેમેસ્ટર-2 ના વિદ્યાર્થીઓનું 'ટેક્નિકલ એજ્યુકેશન-2' વિષયનું પેપર હતું. પરીક્ષાના નિયત સમયે જ્યારે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે પેપર હજુ સુધી કેન્દ્ર પર પહોંચ્યું જ નથી. આ છબરડાને કારણે અંદાજે 155 જેટલા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. અંધાધૂંધી સર્જાતા અંતે પરીક્ષાના નિર્ધારિત સમય કરતા એક કલાક મોડું પેપર આપવામાં આવ્યું હતું. એક કલાકનો વધારાનો સમય આપ્યો યુનિવર્સિટીની આ આળસુ નીતિને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે, ભૂલ સ્વીકાર્યા બાદ સત્તાધીશોએ વિદ્યાર્થીઓને થયેલા સમયના નુકસાન બદલ અંતમાં એક કલાકનો વધારાનો સમય આપ્યો હતો. દર વખતે કોઈને કોઈ વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ પ્રકારની લાપરવાહીથી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર સવાલો ઉઠી રહ્યા છે. પ્રથમ દિવસે જ થયેલા આ ધાંધિયાથી આગામી પેપરોમાં વ્યવસ્થા જળવાશે કે કેમ તે જોવું રહ્યું.આ પણ વાંચો----    Local body election 2026 : હર્ષ સંઘવીના તેજાબી પ્રહાર, આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે, દરેક ચૌદશને સીધા કરી દીધા

Read Full Story arrow_forward