android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM મોદી પર ખડગેના નિવેદન બાદ રાજકારણ ગરમાયું, ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યું ભાજપ
calendar_today April 21, 2026

PM મોદી પર ખડગેના નિવેદન બાદ રાજકારણ ગરમાયું, ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યું ભાજપ

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ કડક વલણ અપનાવી મુખ્ય ચૂંટણી પંચને પત્ર લખીને પાંચ મુખ્ય માગો રજૂ કરી છે. ચૂંટણી પૂર્વે ચેન્નાઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખડગેએ AIADMK અને ભાજપના ગઠબંધન પર સવાલ ઉઠાવતા વડાપ્રધાન પર તીખી ટિપ્પણી કરી હતી, જેને લઈને વિવાદ ઉભો થયો છે. ભાજપે શું કરી માગ? ભાજપે આ નિવેદનને વડાપ્રધાન તેમજ દેશના મતદાતાઓનો અપમાન ગણાવ્યો છે. ભાજપે પોતાના પત્રમાં જણાવ્યું છે કે આ નિવેદન પ્રથમ દ્રષ્ટિએ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરે છે, તેથી તરત જ કાર્યવાહી કરવી જોઈએ. પાર્ટીએ માગ કરી છે કે ખડગેને જાહેરમાં માફી માગવા અથવા પોતાનું નિવેદન પરત લેવા કહેવામાં આવે. સાથે જ કાયદા અને ચૂંટણી આયોગના નિયમો મુજબ તેમના પર ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રતિબંધ લગાડવા પણ સૂચન કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે ભાજપે વધુમાં ‘ભારતીય ન્યાય સંહિતા, 2023’ની કલમ 175, 171/174 અને 356(1) હેઠળ તપાસ શરૂ કરવાની પણ માંગ કરી છે. પાર્ટીએ એ પણ જણાવ્યું છે કે આ વિવાદાસ્પદ નિવેદનને તમામ પ્રચાર સામગ્રી અને સોશિયલ મીડિયા પરથી તરત દૂર કરવું જોઈએ. આ સમગ્ર વિવાદ વચ્ચે તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે, જેના કારણે રાજકીય તણાવ વધુ વધ્યો છે. ભાજપ આ મુદ્દાને જનતા વચ્ચે લઈ જઈ વિરોધ પક્ષોને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સામાજિક ન્યાય અને સમાનતાના મુદ્દાઓને આગળ ધપાવી રહ્યા છે. આ પણ વાંચો : Delhi : નકલી ઈનો અને નેસ્કેફેની ફેક્ટરીનો ભાંડો ફુટ્યો, 20 લાખનો માલ જપ્ત

Read Full Story arrow_forward
Tapi : વ્યભિચારમાં અંધ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને ક્વોરીમાં ધકેલ્યો, અકસ્માત મોતમાં સર્જાયો હત્યાનો વળાંક
calendar_today April 21, 2026

Tapi : વ્યભિચારમાં અંધ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને ક્વોરીમાં ધકેલ્યો, અકસ્માત મોતમાં સર્જાયો હત્યાનો વળાંક

સોનગઢના અગાસવાણ ગામના 28 વર્ષીય સેમ્યુઅલ ગામીતનું મોત અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વાઘપાણી ગામે આવેલી જંગલખાતાની જમીનમાં જૂની સ્ટોન ક્વોરીમાં ડૂબી જવાથી સેમ્યુઅલનું મોત થયું હતું, જેને શરૂઆતમાં અકસ્માત ગણવામાં આવતો હતો. જોકે, કાકરાપાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કડક પૂછપરછના આધારે આ સમગ્ર મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કર્યો છે.પત્નીના અનૈતિક સંબંધોએ લીધો પતિનો ભોગ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, મૃતક સેમ્યુઅલની પત્ની પ્રતિભાને સોનગઢના આમલી ગામના નલિન નીલેશ ગામીત નામના યુવક સાથે અનૈતિક પ્રેમસંબંધ હતો. આ આડા સંબંધોમાં પતિ અડચણરૂપ બનતો હોવાથી પત્નીએ પ્રેમી અને અન્ય મિત્રો સાથે મળીને સેમ્યુઅલને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. ષડયંત્ર અને હત્યાની પદ્ધતિ તારીખ ૬-૦૨-૨૦૨૬ ના રોજ આરોપીઓએ યોજનાબદ્ધ રીતે સેમ્યુઅલને વાઘપાણી ગામની ક્વોરી પાસે બોલાવ્યો હતો. આ ગુનામાં પત્ની પ્રતિભા, પ્રેમી નલિન, સેમ્યુઅલનો જ મિત્ર પ્રિન્સ શૈલેષ ગામીત અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સામેલ હતા. તેઓએ સેમ્યુઅલને ક્વોરીના ઉંડા પાણીમાં ધકેલી દીધો હતો, જેથી તેનું ડૂબી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું હતું. પોલીસે ઉકેલ્યો હત્યાનો કોયડો શરૂઆતમાં આ કેસ અકસ્માત મોત તરીકે નોંધાયો હતો, પરંતુ મૃતકની પત્ની અને પ્રેમીના કોલ રેકોર્ડિંગ તેમજ લોકેશનના આધારે પોલીસને શંકા ગઈ હતી. સાક્ષીઓના નિવેદન અને પુરાવાઓ એકઠા કરી પોલીસે કડક પૂછપરછ કરતા પત્નીએ જ ગુનો કબૂલ્યો હતો. કાકરાપાર પોલીસે મૃતક સેમ્યુઅલના પિતા બાબુભાઈની ફરિયાદના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ પણ વાંચો---    Local body election 2026 : હર્ષ સંઘવીના તેજાબી પ્રહાર, આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે, દરેક ચૌદશને સીધા કરી દીધા

Read Full Story arrow_forward
Bhavnagar : કોળીયાકની પ્રાથમિક શાળા બની 'સ્માર્ટ', રોટરી ક્લબ દ્વારા સ્માર્ટ બોર્ડનું અર્પણ
calendar_today April 21, 2026

Bhavnagar : કોળીયાકની પ્રાથમિક શાળા બની 'સ્માર્ટ', રોટરી ક્લબ દ્વારા સ્માર્ટ બોર્ડનું અર્પણ

આજના ડિજિટલ યુગમાં ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ આધુનિક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુ સાથે રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. ૨૧મી એપ્રિલના રોજ કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા ખાતે ક્લબ દ્વારા અત્યાધુનિક સ્માર્ટ બોર્ડનું સફળતાપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું છે.પરંપરાગત શિક્ષણની સાથે આધુનિક સુવિધાઓ આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરંપરાગત શિક્ષણની સાથે આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે. સ્માર્ટ બોર્ડના માધ્યમથી અભ્યાસ હવે વધુ રસપ્રદ, અસરકારક અને ઇન્ટરેક્ટિવ બનશે. ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપતી આ પહેલથી વિદ્યાર્થીઓ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા જટિલ વિષયોને પણ સરળતાથી સમજી શકશે, જે તેમના સર્વાંગી શૈક્ષણિક વિકાસમાં માઈલસ્ટોન સમાન સાબિત થશે. પ્રમુખ અને ક્લબના સભ્યો હાજર રહ્યા આ ગરિમામય પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટના પ્રમુખ રોટ. નમ્રતા ચઢા અને સચિવ રોટ. સુનીતા શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ક્લબના સભ્યો રોટ. કૃષ્ણા શાહ, રોટ. અમી શાહ અને રોટ. સુનીતા અગ્રવાલે પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. રોટરી ક્લબની આ કામગીરીને બિરદાવી શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રોટરી ક્લબની આ કામગીરીને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલું આ યોગદાન આગામી સમયમાં ગ્રામીણ શિક્ષણના સ્તરને વધુ ઉંચુ લાવવામાં મદદરૂપ થશે..આ પણ વાંચો----  Local body election 2026 : હર્ષ સંઘવીના તેજાબી પ્રહાર, આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે, દરેક ચૌદશને સીધા કરી દીધા

Read Full Story arrow_forward