android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mumbai : DRIની મોટી કાર્યવાહી, ન્હાવા શેવા બંદર પર 132 કન્ટેનર જપ્ત કરાયા
calendar_today April 21, 2026

Mumbai : DRIની મોટી કાર્યવાહી, ન્હાવા શેવા બંદર પર 132 કન્ટેનર જપ્ત કરાયા

મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ન્હાવા શેવા બંદર પર મોટી માત્રામાં દાણચોરીનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 132 કન્ટેનર સીઝ કરવામાં આવ્યા છે, જેમાં અંદાજે 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સામગ્રી હોવાનો ખુલાસો થયો છે.DRI અધિકારીઓને શંકા જતા તપાસ કરી મળતી માહિતી મુજબ આ કન્ટેનરોમાં તરબૂચના બીજ અને લીલા વટાણા જેવા માલને તુવેર દાળ તરીકે ખોટી રીતે દર્શાવીને આયાત કરવામાં આવી રહી હતી. આ રીતે આયાતના નિયમો અને પ્રતિબંધોનો ભંગ કરીને મોટાપાયે ટેક્સ ચોરી અને દાણચોરી કરવામાં આવી રહી હતી. DRI અધિકારીઓને શંકાસ્પદ દસ્તાવેજો અને ઘોષણાઓના આધારે તપાસ શરૂ કરી હતી, જેના પરિણામે સમગ્ર ગેરકાયદેસર ગતિવિધિનો પર્દાફાશ થયો. તપાસમાં જાણવા મળ્યું કે આયાત કરનાર કંપની દ્વારા કસ્ટમ્સને ખોટી માહિતી આપવામાં આવી હતી જેથી માલ સરળતાથી દેશમાં પ્રવેશી શકે. દાણચોરી પર કડક નજર રાખવામાં આવી રહી છે આ મામલે સંબંધિત આયાત કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે અને તેમને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ સમગ્ર નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી પણ હોઈ શકે છે, જેના કારણે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારની દાણચોરી પર કડક નજર રાખવામાં આવી રહી છે અને દેશના કસ્ટમ્સ નિયમોના ભંગ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર કેસની તપાસ આગળ ચાલી રહી છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ પણ વાંચો : Kerala : ફટાકડાની ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ, 5થી વધુ લોકોના મોત, 35થી વધુ લોકો ઘાયલ

Read Full Story arrow_forward
Delhi : નકલી ઈનો અને નેસ્કેફેની ફેક્ટરીનો ભાંડો ફુટ્યો, 20 લાખનો માલ જપ્ત
calendar_today April 21, 2026

Delhi : નકલી ઈનો અને નેસ્કેફેની ફેક્ટરીનો ભાંડો ફુટ્યો, 20 લાખનો માલ જપ્ત

નવી દિલ્હીમાં ક્રાઈમ બ્રાન્ચે નકલી પ્રોડક્ટ્સ બનાવતા એક મોટા ગેરકાયદે રેકેટનો પર્દાફાશ કર્યો છે. મધુ વિહાર વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદે ફેક્ટરીમાં નકલી ENO અને Nescafé તૈયાર કરવામાં આવી રહ્યા હતા, જે દેશભરમાં સપ્લાય થતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચ અને સાઉદર્ન રેન્જની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી. 500 કિલો કૉફી પાઉડર જપ્ત મળેલી ગુપ્ત માહિતીના આધારે મધુ વિહાર વિસ્તારમાં બે ફ્લેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં ગેરકાયદેસર રીતે પ્રોડક્શન અને પેકેજિંગનું કામ ચાલી રહ્યું હતું. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં મશીનો, પેકિંગ મટિરિયલ અને તૈયાર માલ મળી આવ્યો. પોલીસે અંદાજે 20 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો છે, જેમાં લગભગ 1 લાખ ENO સૅશેટ્સ અને 50,000 નકલી કૉફી પૅકેટ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત 500 કિલો કૉફી પાવડર, પેકેજિંગ મશીનો, ફોઈલ રોલ્સ, સ્ટીકર્સ અને કાર્ટન્સ પણ મળી આવ્યા છે. મુખ્ય આરોપીની દેહરાદૂનથી કરાઈ ધરપકડ આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ફેક્ટરી છેલ્લા બે મહિનાથી ચાલી રહી હતી અને સમગ્ર રેકેટનું સંચાલન એક માસ્ટરમાઈન્ડ દ્વારા કરવામાં આવતું હતું. ટેકનિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપીને દેહરાદૂનમાંથી પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને હવે આ રેકેટના સપ્લાય ચેન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે નકલી દવાઓ અને ખાદ્ય ઉત્પાદનો લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે, તેથી આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ પણ વાંચો : Kerala : ફટાકડાની ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ, 5થી વધુ લોકોના મોત, 35થી વધુ લોકો ઘાયલ

Read Full Story arrow_forward
Ahmedabad : શહેરકોટડામાં ભાજપ કાર્યકર પર હુમલો, આરોપીએ પ્રચારમાં રોકી લાફા માર્યાનો આરોપ
calendar_today April 21, 2026

Ahmedabad : શહેરકોટડામાં ભાજપ કાર્યકર પર હુમલો, આરોપીએ પ્રચારમાં રોકી લાફા માર્યાનો આરોપ

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર પર હુમલો થતાં વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ગયા હતા, જ્યાં આ ઘટના બની. ફરિયાદી ધીરજ રાઠોડ તેમના અન્ય કાર્યકરો સાથે પ્રચાર કાર્ય કરી રહ્યા હતા ત્યારે હસમુખભાઈ વોરા ઉર્ફે કાલુ ગુલાબીએ તેમનો વિરોધ કર્યો હતો.બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો આરોપ છે કે તેમણે પ્રચાર અટકાવીને કાર્યકરને લાફો માર્યો હતો. આ અચાનક થયેલા હુમલા બાદ ત્યાં હાજર અન્ય કાર્યકરો તરત વચ્ચે પડ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી, જેથી વધુ મોટો વિવાદ ટળી ગયો. ઘટનાને લઈને વિસ્તારમાં થોડો સમય અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આરોપીની ઓળખ અને તેની પૃષ્ઠભૂમિ અંગે પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને ચર્ચા તેજ બની છે. ચૂંટણી માહોલમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા વિસ્તારમાં સુરક્ષા વધારવાની પણ શક્યતા છે. હાલ પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.આ પણ વાંચો : Local body election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલીસનો માસ્ટર પ્લાન, DGPની હાઈલેવલ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરાઈ

Read Full Story arrow_forward