android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kerala : ફટાકડાની ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ, 5થી વધુ લોકોના મોત, 35થી વધુ લોકો ઘાયલ
calendar_today April 21, 2026

Kerala : ફટાકડાની ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ, 5થી વધુ લોકોના મોત, 35થી વધુ લોકો ઘાયલ

કેરળના ત્રિશૂરમાં મંગળવારે બપોરે એક ભયાનક દુર્ઘટના બની છે, જેમાં ફટાકડા બનાવતી એક યુનિટમાં જોરદાર વિસ્ફોટ થતાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને અંદાજે 40 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના મુંડાથિકોડ વિસ્તારમાં આવેલી એક ફટાકડા યુનિટમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોમાંથી 8 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દુર્ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કુલ 18 લોકોને ત્રિશૂર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકી 22 લોકોને અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ આ ઘટના ત્યારે બની જ્યારે ત્રિશૂર પૂરમની તૈયારીઓ ચાલી રહી હતી. આ કેરળનું સૌથી ભવ્ય અને પ્રસિદ્ધ મંદિર ઉત્સવ માનવામાં આવે છે, જેમાં સજાવટ કરેલા હાથીઓ, પરંપરાગત ચેંડા સંગીત અને ભવ્ય ફટાકડાં મુખ્ય આકર્ષણ હોય છે. પ્રાથમિક માહિતી મુજબ ઉત્સવ માટે લાવવામાં આવેલા ફટાકડા શેડમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં અચાનક આગ લાગી ગઈ અને થોડા જ સમયમાં વિસ્ફોટો શરૂ થઈ ગયા. મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી અફરાતફરી મચી ગઈ. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સુરક્ષા વ્યવસ્થાની ખામી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Mallikarjun Khargeએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભાજપે કહ્યું 'માફી માગો' આ વખતે જીભ નથી લપસી

Read Full Story arrow_forward
PM મોદી ઉદ્ઘાટન કરવાના હતા તે જ રિફાઇનરીમાં આગ કેવી રીતે લાગી? કોઇ કાવતરૂં કે પછી અકસ્માત?
calendar_today April 21, 2026

PM મોદી ઉદ્ઘાટન કરવાના હતા તે જ રિફાઇનરીમાં આગ કેવી રીતે લાગી? કોઇ કાવતરૂં કે પછી અકસ્માત?

રાજસ્થાનના પચપદ્રામાં સ્થિત HPCL રિફાઇનરીના ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે જ એક ભયાનક આગે સમગ્ર પ્રોજેક્ટને અટકાવી દીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું લોકાર્પણ થવાનું હતું, તે રિફાઇનરીમાં ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં લાગેલી આગે સુરક્ષા એજન્સીઓ અને નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. જોકે, આ માત્ર ભારત પૂરતી મર્યાદિત ઘટના નથી; છેલ્લા બે મહિનામાં વિશ્વના પાંચથી છ દેશોમાં તેલ રિફાઇનરીઓ રહસ્યમય રીતે આગની ઝપેટમાં આવી છે. વૈશ્વિક સ્તરે આગની એક સમાન પેટર્ન ફેબ્રુઆરી 2026માં જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો, ત્યારથી પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે. આ યુદ્ધની આડઅસરો હવે તેલ રિફાઇનરીઓ પર દેખાઈ રહી છે. અમેરિકાની વાલેરો એનર્જી અને મેરેથોન પેટ્રોલિયમ, ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી રિફાઇનરી, તેમજ મેક્સિકો, ઈક્વાડોર અને રશિયામાં પણ તેલ પ્લાન્ટ્સમાં વિસ્ફોટ કે આગની ઘટનાઓ બની છે. રશિયામાં યુક્રેનના ડ્રોન હુમલા જવાબદાર છે, પરંતુ અન્ય દેશોમાં તેને ટેકનિકલ ખામી ગણાવવામાં આવી રહી છે. છતાં, એકસાથે આટલા દેશોમાં આવી ઘટનાઓ બનવી તે કોઈ 'પેટર્ન' હોવાનો નિર્દેશ કરે છે. ભારતમાં બેવડો ફટકો ભારતમાં માત્ર પચપદ્રા જ નહીં, પરંતુ 12 એપ્રિલના રોજ મુંબઈના દરિયાકાંઠે આવેલા ONGCના તેલ ક્ષેત્રમાં પણ આગ લાગી હતી. પચપદ્રાની ઘટનામાં પ્રાથમિક તપાસ મુજબ હીટ એક્સ્ચેન્જર સર્કિટમાં હાઇડ્રોકાર્બન લીક થવાને કારણે આગ લાગી હોવાનું મનાય છે. જોકે, સોશિયલ મીડિયા પર અને સુરક્ષા નિષ્ણાતોમાં એવી ચર્ચા છે કે ભારતીય અર્થતંત્રને નબળું પાડવા અને તેલના ભાવ વધારવા માટે 'આંતરિક કાવતરાં' કે 'ભૌગોલિક રાજકીય વિરોધીઓ'નો હાથ હોઈ શકે છે. મ્યાનમારનો પ્રચંડ વિસ્ફોટ 20 એપ્રિલના રોજ મ્યાનમારના હમાવબી નદી બંદર પર થયેલા વિસ્ફોટે આ ભયમાં વધારો કર્યો છે. અહીં 10 થી વધુ ઇંધણ ટેન્કરો અને જહાજો આગમાં ભસ્મીભૂત થઈ ગયા. ભારતની ઘટનાના 24 કલાકમાં જ મ્યાનમારમાં થયેલો આ વિસ્ફોટ સૂચવે છે કે તેલ સપ્લાય ચેઈનને કોઈ અજાણી શક્તિ નિશાન બનાવી રહી છે. ટ્ટીટર પર કરી પોસ્ટ 16 એપ્રિલના રોજ, અરવિંદ નામના એક વેરિફાઈડ એકાઉન્ટ વપરાશકર્તાએ X પર પોસ્ટ કરી, ભારતીય તેલ રિફાઇનરીઓએ વધારાના સુરક્ષા પગલાં લેવા જોઈએ, ખાસ કરીને આંતરિક કાવતરાઓને ધ્યાનમાં રાખીને." આ રાજસ્થાન રિફાઇનરીમાં આગ લાગવાના ચાર દિવસ પહેલાની વાત છે. અરવિંદે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમને ગંભીર શંકા છે કે વિરોધીઓ દેશમાં તેલ રિફાઇનરીને નિશાન બનાવી શકે છે. તેમણે લખ્યું, "વિરોધીઓ ભૌગોલિક રાજકીય કારણોસર તેલના ભાવ વધારવા અને ભારતના અર્થતંત્રને અસર કરવા માટે રિફાઇનરીમાં આગ લગાવી શકે છે. ચાર દિવસ પછી, 20 એપ્રિલના રોજ, HPCA રિફાઇનરીમાં આગ લાગી. આ પણ વાંચોઃ West Bengal : TMCના ગુંડાઓેએ મતદાનમાં કોઈ મુશ્કેલી ઉભી કરી તો 5 મે બાદ સીધા કરવાનું કામ કરીશું: અમિત શાહ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  PM મોદી પર કોંગ્રેસ પ્રમુખ ખડગેનું વિવાદીત નિવેદન, PMને આતંકી કહેતા વિવાદ
calendar_today April 21, 2026

Gujarat Latest News Live : PM મોદી પર કોંગ્રેસ પ્રમુખ ખડગેનું વિવાદીત નિવેદન, PMને આતંકી કહેતા વિવાદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward