android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News: અમદાવાદમાં આગામી 7 દિવસ ગરમીનું યલો એલર્ટ, જાણો કયા છે શહેરના મુખ્ય હોટસ્પોટ વિસ્તારો
calendar_today April 21, 2026

Weather News: અમદાવાદમાં આગામી 7 દિવસ ગરમીનું યલો એલર્ટ, જાણો કયા છે શહેરના મુખ્ય હોટસ્પોટ વિસ્તારો

AMC, જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે આગામી સાત દિવસ એટલે કે 27મી એપ્રિલ સોમવાર સુધી પારો 43 ડિગ્રી રહેવાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે. 26મી એપ્રિલ રવિવારે મતદાન યોજાનાર છે ત્યારે અમદાવાદ શહેરમાં ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે.IMD વિભાગ દ્વારા શહેરમાં સેટેલાઈટ ડેટા અને AI ટેકનોલોજી દ્વારા શહેરના 76 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે.આગામી એક સપ્તાહ દરમિયાન બપોરે 12 થી 5 દરમિયાન સાવચેત રહેવા મ્યુનિસિપલ કોર્પોરેશને અપીલ કરી છે. ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે હવામાન વિભાગની આગાહી મુજબ 25 અને 26 એપ્રિલ દરમિયાન ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેટલિયો લેબ્સના સહયોગથી આધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરના હોટસ્પોટ વિસ્તારો તારવવામાં આવ્યા છે. સેટેલાઈટ દ્વારા મેળવેલા લેન્ડ સફેસ ટેમ્પરેચરના આધારે 30x30 મીટરના પિકસેલ સ્તરે વિશ્લેષણ કરી કુલ 76 જેટલા મુખ્ય હોટસ્પોટ્સ નક્કી કરાયા છે.નાગરિકોની સુવિધા માટે AMCની સાઈટ પર QR કોડ અને લિંક પણ જાહેર કરવામાં આવી છે. જેના પરથી દર ત્રણ દિવસે અપડેટ મેળવી શકાશે. આ છે શહેરના મુખ્ય હોટ સ્પોટ વિસ્તારો વસ્ત્રાલ, AMCનાદક્ષિણ ઝોનમાં લાંભા, વટવા, ઈસનપુર, દાણીલીમડા, બહેરામપુરા, પૂર્વ ઝોનમાં રામોલ-હાથીજણ, વિરાટનગર, ગોમતીપુર, નિકોલ, અમરાઈવાડી, પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા, એસ.પી. સ્ટેડિયમ, રાણીપ, ઉત્તર ઝોનમાં સરદારનગર, ઈન્ડિયા કોલોની, નરોડા, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા, બોડકદેવ, ગોતા, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સરખેજ, મક્તમપુરા, મધ્ય ઝોનમાં શાહીબાગ વોર્ડ સહિતના આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ પણ વાંચોઃ Himatnagar: ખેડબ્રહ્મા હાઈવે પર કાર ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત

Read Full Story arrow_forward
Dahod News: આભલોડ ગામમાં લગ્ન પ્રસંગના જમણવાર બાદ 400 લોકોને ખોરાકી ઝેરની અસર
calendar_today April 21, 2026

Dahod News: આભલોડ ગામમાં લગ્ન પ્રસંગના જમણવાર બાદ 400 લોકોને ખોરાકી ઝેરની અસર

દાહોદ જિલ્લાના આભલોડ ગામમાં એક પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો. આ પ્રસંગમાં રાત્રિ ભોજન સમારંભ બાદ અચાનક 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. કેટલાક લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તૈનાત કરી દેવાઈ છે. અચાનક લોકોને ખોરાકી ઝેરની અસર થવા માંડી દાહોદ જિલ્લામાં અભલોડ ગામમાં લગ્નના જમણવારમાં એક હજાર જેટલા લોકોને ભોજનનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 70 ટકા ગામના લોકો હાજર હતાં. સાંજે શરૂ થયેલા જમણવારમાં ભોજન લીધા બાદ અચાનક લોકોને ખોરાકી ઝેરની અસર થવા માંડી હતી. રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં 400 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેના કારણે લગ્ન પ્રસંગ છોડીને ગામમાં દોડધામ મચી જવા પામી હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ગામમાં 108 એમ્બ્યુલન્સની દોડાદોડ ગામમાં 108 એમ્બ્યુલન્સની દોડાદોડ જોવા મળી હતી. કેટલાક લોકોને ગામમાં હાજર ડોક્ટરો દ્વારા સારવાર અપાઈ હતી. જ્યારે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. લોકોને ખોરાકી ઝેરની અસર કયા કારણે થઈ તે હજી સ્પષ્ટ થયું નથી. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News: ધંધૂકા હત્યા કેસના આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આજે કમોસમી વરસાદ થવાની આગાહી, આગ ઝરતી ગરમીમાં રાહત મળશે
calendar_today April 21, 2026

Gujarat Latest News Live : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આજે કમોસમી વરસાદ થવાની આગાહી, આગ ઝરતી ગરમીમાં રાહત મળશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward