android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: સમી તાલુકાના ઉપલીયાસરા ગામે કોન્ટ્રાકટરે ગાબડું પુરવામાં પણ વેઠ ઉતારી
calendar_today April 21, 2026

Patan: સમી તાલુકાના ઉપલીયાસરા ગામે કોન્ટ્રાકટરે ગાબડું પુરવામાં પણ વેઠ ઉતારી

સમી તાલુકાના દુદખા ગામથી વાઘપુરા ગામને જોડતાં માર્ગ પર આશરે એકાદ મહિના અગાઉ જ નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં ઉપલીયાસરા પાસે બનાવેલ પુલ નજીક રોડનું લેવલ બેસી જવા પામ્યું હતું અને ગાબડું પડી જતાં અકસ્માતની ભીતી સેવાઈ રહી હતી. જેને લઈ સંદેશ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતાં થોડા જ દિવસોમાં કોન્ટ્રાકટર દ્વારા ગાબડાં પર આરસીસી કામ કરી થીગડું મારી દેવામાં આવ્યું હતું. પરંતુ મારેલા થીગડા પર જ ફ્રીથી તિરાડો જોવા મળી હતી. આમ ફ્રી એક વખત થુંકનો સાંધો કરીને મન વાળી લીધું હતું.સમી તાલુકાના દુદખા ગામથી વાઘપુરા ગામને જોડતાં આશરે 10 કિલોમીટર સુધીના નવા રોડનું નિર્માણ આશરે એકાદ મહિના અગાઉ કરવામાં આવ્યું હતું. પરંતુ નવા બનેલ રોડ પર ટુંક સમયમાં જ લેવલ ધસી ગયું હતું અને એક તરફ્ પુલ પાસે મસમોટું ગાબડું પડી જતાં લોકોને અકસ્માતની ભીતી સેવાઈ રહી હતી. જેને લઈ સંદેશ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતાં થોડા જ દિવસોમાં કોન્ટ્રાકટર દ્વારા ફ્રીથી રોડનું સમારકામ હાથ ધરી પડેલા ગાબડા પાસે આરસીસી કરી દેવાયું છે.જેમાં પણ તિરાડો જોવા મળી રહેતાં ફ્રીથી કામગીરી સામે સવાલો ઊભા થયા છે. બીજી તરફ્ પુલ નિચે પાણીની લાઈન પસાર થતી હોવાથી તે પણ લીકેજ હોવાથી તેનું પણ ખોદકામ કરીનેલાઈન રીપેરીંગ કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa: મતદાનના દિવસે ગરમી 40 - 42 ડિગ્રી રહેશે
calendar_today April 21, 2026

Modasa: મતદાનના દિવસે ગરમી 40 - 42 ડિગ્રી રહેશે

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ઉમેદવારો મતદારોને રિજવવા માટે એપ્રિલ મહિનાની આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે અને દોડધામ કરી રહ્યા છે. સતત પલટાતા વાતાવરણ વચ્ચે હવે ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. તા.19 અને તા.20 એપ્રિલના રોજ માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટી જતાં હવે આ અઠવાડિયામાં બેથી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાન ઉંચકાઈ શકે છે. ત્યારે તા.26મીએ મતદાનના દિવસે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40થી 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જેથી રાજકીય પક્ષો, ઉમેદવારોને પણ મતદાન કેવું રહેશે ? તેને લઇને ચિંતાઓ પેઠી છે. સામાન્ય વાદળછાયા વાતાવરણ બાદ સોમવારથી ઉઘાડ નીકળી જતાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. બપોરના સમયે તો લમણાં શેકાઇ જાય તેવી આકરી ગરમી પડી રહી છે. હાલ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. હજુ પણ પારો ઉંચકાય તેવી ભીતિ રહેલી હોઇ ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી પડશે તો મતદાનમાં ઘટાડો થવાનો ભય રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોમાં ઉભો થયો છે. જેના પગલે ઉમેદવારોએ મતદારોને રીઝવવ દોડધામ વધારી દીધી છે. એક તરફ્ લગ્નોની મોસમ પણ શરૂ થઈ છે અને બીજી તરફ્ ગરમીનો પ્રકોપ હોઇ જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં કેટલું મતદાન થાય છે? તે તો તા.26 એપ્રિલે સાંજે જ જાણી શકાશે. પરંતુ આકરી ગરમીમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે. બીજી તરફ મતદારોમાં પણ ઉદાસિનતા જોવા મળી રહી છે. સ્થાનિક પ્રશ્નો તેમજ અન્ય સમસ્યાઓને લઇને તેઓ પહેલેથી જ પરેશાન છે. તેવામાં સૂરજદાદા મતદાનના દિવસે આગ વરસાવશે તો મતદાનના આંકડાઓ બાજી પલટી શકે તેવી પણ ચિંતા રાજકીય પક્ષો માટે ઉભી થઇ છે. કમોસમી વરસાદ બાદ આમ પણ સૂરજદાદા આકરા પાણીએ છે. જિલ્લામાં ગરમીનો પારો વધી રહ્યો છે. આવી અકળાવી દેનારી ગરમીમાં ખાસ કરીને તાલુકા અને જિલ્લા પંચાયતોના ઉમેદવારો માટે ગામડાં ખૂંદવા ભારે મુશ્કેલ સાબિત થઇ રહ્યાં છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ ચૂંટણી પ્રચાર કરવો પડી રહ્યો છે. મતદારોનો સંપર્ક કરતાં સમયે ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની શક્યતાઓ છે. જેથી ચૂંટણી પ્રચારનું કાર્ય પણ ઉમેદવારો માટે અકળાવનારું બની રહે તેવી સંભાવનાઓ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: પાટણમાં માનસીબેન ત્રિવેદીનું ઉત્તમ માનવીય ઉદાહરણ જોવા મળ્યું
calendar_today April 21, 2026

Patan: પાટણમાં માનસીબેન ત્રિવેદીનું ઉત્તમ માનવીય ઉદાહરણ જોવા મળ્યું

પાટણ : પાટણ શહેરમાં રહેતા અને ભાજપના મહિલા હોદ્દેદાર તથા હાલમાં યોજાનાર સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવાર તેમજ 108 નું બિરૂદ મેળવનાર માનસીબેન ત્રિવેદીએ એક ઉત્તમ માનવસેવાનું કાર્ય કર્યું હતું. જેમાં મદરાસા વિસ્તારમાં એક મહિલાને ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડની જરૂરિયાત ઊભી થતાં મહિલા દ્વારા માનસીબેનનો સંપર્ક કરતાં તેમણે ચુંટણી પ્રચાર બાજું પર રાખીને તત્વરીત મહિલાને આયુષ્યમાન કાર્ડ કઢાવી આપી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward