android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ગાંધીગ્રામમાં પાન-બીડીના ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ, ૩૦૨ ગ્રામ જથ્થા સાથે રીઢો આરોપી પોલીસ સકંજામાં!
calendar_today April 20, 2026

Rajkot News: ગાંધીગ્રામમાં પાન-બીડીના ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ, ૩૦૨ ગ્રામ જથ્થા સાથે રીઢો આરોપી પોલીસ સકંજામાં!

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમે બાતમીના આધારે નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. રાજકોટ શહેરના SK ચોક પાસે આવેલા નરસિંહ નગર વિસ્તારમાં એક પાન-બીડીના વેપારી દ્વારા નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રેડને આધારે આરોપીને ઝડપી લીધો છે.302 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત પોલીસની રેડ દરમિયાન આરોપી પાસેથી આશરે 302 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે, આરોપી પોતાની પાન-બીડીની દુકાનના ઓઠા હેઠળ ગુપ્ત રીતે આ નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપીની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અગાઉ પણ નશીલા પદાર્થના ગુનામાં સંડોવાયેલો ઝડપાયેલો આરોપી આ પ્રકારના ગુનાહિત કૃત્યોમાં નવો નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ પણ નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી તેણે આ ગેરકાયદેસર વ્યવસાય શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. પાન ગલ્લા પર આવતા ગ્રાહકોને ટાર્ગેટ કરી તે આ નશો વેચતો હતો. નશાના કારોબાર સામે ગાંધીગ્રામ પોલીસની સતર્કતા શહેરમાં ખાસ કરીને યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે રાજકોટ પોલીસ સતત પેટ્રોલિંગ અને તપાસ કરી રહી છે. ગાંધીગ્રામ પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા અન્ય તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, આરોપી આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવતો હતો અને તેના સંપર્કો કોની સાથે જોડાયેલા છે. આ પણ વાંચો - Rajkot News: પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને હવામાં ફંગોળ્યો, અકસ્માતના લાઈવ CCTV દ્રશ્યો આવ્યા સામે!

Read Full Story arrow_forward
Local Body Elections 2026 : મોરબી મનપાના વોર્ડ નં.9માં પોસ્ટરનો મુદ્દો ચગ્યો, પેનલના તમામ ઉમેદવારના ફોટા દુર કરાતા રાજકીય ગરમાવો
calendar_today April 20, 2026

Local Body Elections 2026 : મોરબી મનપાના વોર્ડ નં.9માં પોસ્ટરનો મુદ્દો ચગ્યો, પેનલના તમામ ઉમેદવારના ફોટા દુર કરાતા રાજકીય ગરમાવો

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં વિવાદો સપાટી પર આવ્યા છે. મોરબી મનપાના વોર્ડ નંબર 9 ના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર લાગેલા બેનરોમાંથી તમામ ઉમેદવારોના ફોટા દૂર કરી દેવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં અનેક ચર્ચાઓ જાગી છે. આ વિવાદ પાછળ એક ઉમેદવારના એક મહિલા સાથેના અંગત સંબંધોનો આરોપ અને પેનલના ઉમેદવારો વચ્ચેનો વિરોધ મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે.હિરેન કલોતરાના વિરોધથી શરૂ થયો વિવાદ ઘટનાની વિગતો મુજબ, સૌ પ્રથમ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના બેનરમાંથી માત્ર ઉમેદવાર હિરેન કલોતરાનો ફોટો દૂર કરવામાં આવ્યો હતો. આરોપ છે કે હિરેન કલોતરા એક પાટીદાર મહિલાને છૂટાછેડા આપતા ન હોવાની બાબતે વિવાદ સર્જાયો હતો. આ મામલાને લઈને પેનલના અન્ય ત્રણ ઉમેદવારોએ હિરેનનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને પક્ષમાં રજૂઆત કરી હતી કેદબાણ બાદ હિરેનનો ફોટો હટાવી દેવામાં આવ્યો હતો. પેનલના તમામ ફોટા હટાવવાની નોબત આવી હિરેન કલોતરાના ફોટા દૂર થયા બાદ મામલો વધુ ગરમાયો હતો અને પક્ષની આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હતી. વિવાદ વકરતા અને જૂથબંધી વધુ ન વકરે તે હેતુથી અંતે કાર્યાલયના બેનરમાંથી પેનલના ચારેય ઉમેદવારોના ફોટા ગાયબ કરી દેવામાં આવ્યા છે. હાલમાં આ કાર્યાલય પર ઉમેદવારોના ફોટા વગરના બેનરો જોવા મળી રહ્યા છે. આ પણ વાંચો----     Gandhinagar : ‘ખાખી’ ના નામે દિલધડક ચોરી, પોલીસની ગાડીમાં આવ્યા તસ્કરો અને સેકન્ડોમાં હાથફેરો કરી ફરાર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  રાજકોટમાં હેવન રિસોર્ટમા ગોંડલના યુવાનનું ડૂબવાથી મોત, સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે હાર્ટ એટેક આવ્યો
calendar_today April 20, 2026

Gujarat Latest News Live : રાજકોટમાં હેવન રિસોર્ટમા ગોંડલના યુવાનનું ડૂબવાથી મોત, સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે હાર્ટ એટેક આવ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward