android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
7 વર્ષ બાદ ભારતીય ધરતી પર મળશે મોદી અને જિનપિંગ, BRICS પહેલા થશે દ્વિપક્ષીય બેઠક
calendar_today September 10, 2026

7 વર્ષ બાદ ભારતીય ધરતી પર મળશે મોદી અને જિનપિંગ, BRICS પહેલા થશે દ્વિપક્ષીય બેઠક

આગામી 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત 'ભારત મંડપમ' ખાતે ૧૮મી બ્રિક્સ (BRICS) સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શનિવારે ભારત પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. બેઇજિંગ સ્થિત ચીનના વિદેશ મંત્રાલય (MFA) દ્વારા આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ મુલાકાત દરમિયાન શનિવારે સાંજે અંદાજે 6 વાગ્યે ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય (બાયલેટરલ) બેઠક યોજાય તેવી સંભાવના છે.BRICS પહેલા થશે દ્વિપક્ષીય બેઠકઆ મુલાકાત અને બેઠક ભારત અને ચીન વચ્ચેના રાજકીય સંબંધોની દ્રષ્ટિએ અત્યંત ઐતિહાસિક અને નિર્ણાયક સાબિત થઈ શકે છે. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ ૨૦૨૦માં પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ છેલ્લા ૭ વર્ષમાં ભારતીય ધરતી પર વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે આ પહેલી સીધી દ્વિપક્ષીય બેઠક હશે. અગાઉ ચીનના રાષ્ટ્રપતિ છેલ્લે ૧૧-૧૨ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યારે તેઓ તમિલનાડુના મહાબલીપુરમ (મામલ્લાપુરમ) ખાતે PM મોદી સાથે અનૌપચારિક સમિટમાં સામેલ થયા હતા.ભાગીદાર દેશો અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચાભારત આ વર્ષે બ્રિક્સ જૂથની અધ્યક્ષતા સંભાળી રહ્યું છે, અને આ સમિટની મુખ્ય થીમ "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને સ્થિરતા માટેનું નિર્માણ" રાખવામાં આવી છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૬માં બ્રિક્સની સ્થાપનાના ૨૦ વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે, જે આ સમિટને વધુ ખાસ બનાવે છે. આ બેઠકમાં સભ્ય અને ભાગીદાર દેશોના ટોચના નેતાઓ રાજકીય સુરક્ષા, આર્થિક-નાણાકીય સહયોગ તેમજ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.આ પણ વાંચોઃ Donald Trump ચૂંટણી જીતવાથી લઇને 2027 સુધીમાં બનશે આ ભયાનક ઘટનાઓ, ચીનના નાસ્ત્રેદમસની ભવિષ્ય વાણી!

Read Full Story arrow_forward
Abu Salem: અબૂ સાલેમ હજૂ પણ રહેશે જેલના સળિયા પાછળ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
calendar_today September 10, 2026

Abu Salem: અબૂ સાલેમ હજૂ પણ રહેશે જેલના સળિયા પાછળ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટર અબુ સાલેમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. 2005માં ભારત લાવવામાં આવેલા સાલેમે પોતાની મુક્તિની માંગ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે જેલમાં સારા વર્તનને કારણે તેણે બે વર્ષ અને નવ મહિનાથી વધુની સજામાં માફી (remission) મેળવી છે; પરિણામે, તેણે દલીલ કરી હતી કે તેણે તેના પ્રત્યાર્પણની શરતો મુજબ નિર્ધારિત 25 વર્ષની જેલની સજા પૂર્ણ કરી લીધી છે.1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસમાં જેમાં 257 લોકોના મોત થયા હતા. આજીવન કેદની સજા ભોગવી રહેલા આ ગેંગસ્ટરે જણાવ્યું હતું કે તેને 11 નવેમ્બર, 2005ના રોજ પોર્ટુગલથી ભારત લાવવામાં આવ્યો હતો. ભારત સરકારે પોર્ટુગલને ખાતરી આપી હતી કે તેને 25 વર્ષથી વધુ સમય માટે જેલમાં રાખવામાં આવશે નહીં. 2022માં, સુપ્રીમ કોર્ટે પણ અવલોકન કર્યું હતું કે 25 વર્ષની સજા પૂર્ણ કર્યા પછી તે પોતાની મુક્તિ માટે અરજી કરી શકે છે.વકીલ ઋષિ મલ્હોત્રા દ્વારા કરવામાં આવેલી દલીલોસાલેમનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ઋષિ મલ્હોત્રાએ દલીલ કરી હતી કે જ્યારે જેલમાં સારા વર્તન બદલ મળેલી માફીને ટ્રાયલ દરમિયાન કસ્ટડીમાં વિતાવેલા સમય સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની 25 વર્ષની સજા પૂર્ણ થઈ જાય છે. મલ્હોત્રાએ વધુમાં દલીલ કરી હતી કે તેને હવે જેલમાં રાખવો એ ગેરકાયદેસર અટકાયત સમાન છે અને તેના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. જોકે, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે આ દલીલોને ફગાવી દીધી હતી. ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટની ગણતરી મુજબ સાલેમની સજા હજુ પૂર્ણ થઈ નથી અને સુપ્રીમ કોર્ટ આ બાબતમાં દખલ કરશે નહીં.મુક્તિ મેળવવાના અગાઉના પ્રયાસોસાલેમે અગાઉ પણ વિવિધ અરજીઓ દાખલ કરીને મુક્તિ મેળવવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષે 16 ફેબ્રુઆરીએ, સુપ્રીમ કોર્ટે તેની એક અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે નાસિક જેલમાંથી પ્રાપ્ત દસ્તાવેજોના આધારે હાઈકોર્ટે આ બાબતની સુનાવણી કરવી જોઈએ. હાઈકોર્ટને વહેલી સુનાવણી કરવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કરતી વખતે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, "તમને TADA હેઠળ સજા ફટકારવામાં આવી છે, સમાજ માટે કોઈ સારું કામ કરવા બદલ નહીં."આ પણ વાંચો: સેમ અવાજ, એ જ ફોટો અને AIથી છેતરપિંડી... પ્રિયંકા ગાંધીના નામ પર કૌભાંડ કરી રહ્યા છે સાયબર ઠગ

Read Full Story arrow_forward
PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, 17 સપ્ટેમ્બરથી એક મહિનો દેશભરમાં ચાલશે 'સેવા સંકલ્પ અભિયાન'
calendar_today September 10, 2026

PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, 17 સપ્ટેમ્બરથી એક મહિનો દેશભરમાં ચાલશે 'સેવા સંકલ્પ અભિયાન'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના સળંગ 25 વર્ષ આવતી 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે તેમના જન્મદિવસથી જ એક મહિના સુધી સમગ્ર દેશમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના શાસન અને સંગઠનના અનોખા વર્ક કલ્ચરને કારણે સામાન્ય કાર્યકર્તામાંથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનેલા PM મોદીની આ 25 વર્ષની અવિરત જનસેવા સાધનાને 12 વિવિધ માધ્યમો દ્વારા જન-જન સુધી પહોંચાડવામાં આવશે.'મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ' અને ગરીબ કલ્યાણવર્ષ 2001 માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ નરેન્દ્ર મોદીના દૃઢ મનોબળ અને નેતૃત્વના કારણે રાજ્ય પુનઃ ધમધમતું થયું હતું. તેમણે આપેલો ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’નો મંત્ર આજે દેશના વિકાસનો આધાર બની ચૂક્યો છે. છેલ્લા 25 વર્ષમાં એક પણ દિવસ આરામ કર્યા વગર રાષ્ટ્રસેવા કરનાર PM મોદીએ કરોડો ગરીબોને મફત રાશન, ઘરવિહોણાઓને પાકા મકાન, ડિજિટલ પેમેન્ટ દ્વારા પારદર્શિતા અને દેશવ્યાપી નશાબંધી-નશામુક્ત અભિયાન જેવા અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે.વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો અને ત્રીજી આર્થિક સત્તા તરફ કૂચએક સમય એવો હતો જ્યારે વૈશ્વિક મંચ પર ભારતના પ્રધાનમંત્રીની નોંધ લેવાતી નહોતી, પરંતુ આજે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ચૂકી છે અને સમગ્ર વિશ્વ PM મોદીના વક્તવ્ય તેમજ નીતિઓ પર નજર રાખીને બેસે છે. તેમની જનસેવા અને રાષ્ટ્રહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓના કારણે આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. PM મોદીની આ ઐતિહાસિક 25 વર્ષની યાત્રાને બિરદાવવા સેવા કાર્યોને વધુ વેગ આપવામાં આવશે.આ પણ વાંચો : Vadodaraનું ઐતિહાસિક સુરસાગર તળાવ બન્યું 'ડેથ ટ્રેપ', અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ

Read Full Story arrow_forward