android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update : દિલ્હી- NCRમાં ગરમીથી હાલ બેહાલ, 40 ડિગ્રીએ પહોંચી શકે તાપમાન
calendar_today April 20, 2026

Weather Update : દિલ્હી- NCRમાં ગરમીથી હાલ બેહાલ, 40 ડિગ્રીએ પહોંચી શકે તાપમાન

સોમવારે અહીં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. ભેજનું પ્રમાણ 65 થી 75 ટકાની વચ્ચે ફેરફાર કરતું રહેશે, જેના કારણે ઉકળાટમાં વધારો થઈ શકે છે. આગામી ત્રણ દિવસ સુધી મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન છે, જેના કારણે તડકો વધુ તીવ્ર રહેશે.દિલ્હીના વિવિધ વિસ્તારોના આંકડાઓ દર્શાવે છે કે હવા હજી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દિલ્હીના વિવિધ વિસ્તારોના આંકડાઓ દર્શાવે છે કે હવા હજી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નિષ્ણાતોના મતે આ પરિસ્થિતિ “પ્રી-સમર વેધર એક્ટિવિટી”નો એક ભાગ છે, જેમાં ભારે ગરમી વચ્ચે અચાનક વાદળછાયું વાતાવરણ, ધૂળભરી આંધીઓ અને હળવો વરસાદ પણ જોવા મળી શકે છે.હવામાનનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે. પરંતુ આ પ્રકારની રાહત લાંબા સમય સુધી ટકવાની શક્યતા ઓછી છે. આગામી દિવસોમાં ફરીથી તડકો અને ગરમ પવનો લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. દિલ્હી- NCRમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની સંપૂર્ણ શક્યતા છે. હવામાનનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે. નાગરિકો તીવ્ર ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. તપતા તડકા અને ગરમ પવનોના કારણે લોકોનું દૈનિક જીવન મુશ્કેલ બની ગયું છે. સતત વધતા તાપમાનના કારણે ગરમી લોકો માટે કષ્ટદાયક બની રહી છે.આ પરિસ્થિતિ પ્રી-સમર સીઝનનો એક ભાગ છે હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ આ પરિસ્થિતિ પ્રી-સમર સીઝનનો એક ભાગ છે, જેમાં ધીમે ધીમે ગરમી પોતાના શિખર તરફ આગળ વધે છે. આ દરમિયાન લૂ ફૂંકાવાની શક્યતા પણ વધે છે, જે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે વધારે સાવચેતી જરૂરી છે. જોકે વચ્ચે-વચ્ચે હળવા વાદળો અથવા ધૂળભરી આંધીઓ જેવી પરિસ્થિતિઓ જોવા મળી શકે છે, પરંતુ તે લાંબા સમય સુધી રાહત આપશે તેવી શક્યતા ઓછી છે. કુલ મળીને, આવતા દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. નિષ્ણાતોએ લોકોને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવાની, વધુ પાણી પીવાની અને હળવા તેમજ ઢીલા કપડાં પહેરવાની સલાહ આપી છે, જેથી ગરમીના અસરથી બચી શકાય. આ પણ વાંચો: LPG Supply: LPGની સુપરફાસ્ટ સપ્લાઇ, એક દિવસમાં વેંચાયા 17.25 લાખ ગેસ સિલિન્ડર

Read Full Story arrow_forward
PM Modi Jhalmuri Video:  ડુંગળી ખાઉ છું, દિમાગ નહી..ઝાલમુરી બનાવનાર સાથે PM મોદીએ કરી મજેદાર વાતચીત
calendar_today April 20, 2026

PM Modi Jhalmuri Video: ડુંગળી ખાઉ છું, દિમાગ નહી..ઝાલમુરી બનાવનાર સાથે PM મોદીએ કરી મજેદાર વાતચીત

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીઓ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેશી સ્ટાઇલ જોવા મળી હતી.  રવિવારે, પીએમ મોદીએ ઝારગ્રામમાં તેમના કાફલાને રોક્યો અને પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ, "ઝાલમુરી" નો આનંદ માણ્યો. પીએમએ ઝાલમુરી ખરીદીને ખાધી જ્યારે પીએમ મોદીનો કાફલો ઝારગ્રામમાં એક નાની દુકાન પાસે રોકાયો અને વડા પ્રધાન પોતે કારમાંથી ઉતરીને ઝાલમુરી સ્ટોલ તરફ ગયા, ત્યારે લોકો તેમની આસપાસ ભેગા થયા. PMએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ "X" પર આ ક્ષણના ફોટા અને વીડિયો પણ શેર કર્યા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, "એક વ્યસ્ત રવિવારે પશ્ચિમ બંગાળમાં ચાર જાહેર સભાઓ દરમિયાન, મેં ઝારગ્રામમાં સ્વાદિષ્ટ મસાલેદાર ઝાલમુરીનો સ્વાદ ચાખ્યો." પીએમ મોદી અને દુકાનદાર વચ્ચે શું થઇ વાતચીત ? પીએમ મોદી: ભાઈ, કૃપા કરીને અમને તમારી ઝાલમુરી ખવડાવો. તમારી ઝાલમુરીની કિંમત કેટલી છે? દુકાનદાર: તમે તેને કેટલામાં ખાશો? પીએમ મોદી: સારી ઝાલમુરીની કિંમત કેટલી છે?દુકાનદાર: 10 કે 20 રૂપિયા.પીએમ મોદી: હા, તમારી પાસે જે હોય તે બનાવો.દુકાનદાર: શું તમે મસાલેદાર થોડું ખાશોને ? PM મોદી: હા,ખાઇશ હું. ચોક્કસ ખાઇશ. PM મોદી: તો કેટલા 10 રૂપિયા આપવાના છેને ? દુકાનદારઃ ના , સર એવુ નહીં. તમે રાખો આ પૈસા PM મોદી:ના, ભઇ ના એવું ના હોય. દુકાનદારઃ સર તમે ડુંગળી ખાઓ છો ? PM મોદી: હા, હું ડુંગળી ખાઉં છું, પણ હું મગજ ખાતો નથી. દુકાનદારઃ તમને મળીને મને ઘણી ખુશી થઇ પીએમ મોદીએ 10ની નોટ ખિસ્સામાંથી કાઢીને આપી PM મોદીએ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને દુકાનદારને આપ્યા, જે ખચકાટ અનુભવતો હતો. પરંતુ PM મોદીએ પૈસા લેવાનો આગ્રહ કર્યો. આ પછી, PM મોદીએ ત્યાં હાજર લોકો સાથે ઝાલમુરી ખાધી. PM મોદીએ મીઠું નાંખવાની ના કહી. જ્યારે દુકાનદારે પૂછ્યું કે શું તેમણે ઝાલમુરીમાં બધું જ નાંખેને. ત્યારે PM મોદીએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા જવાબ આપ્યો કે નમક (મીઠું) સિવાય બધું " તેમણે સમજાવ્યું કે તેઓ સ્વાસ્થ્યના કારણોસર મીઠું ટાળે છે.પીએમ મોદીએ આજે ​​બંગાળના પુરુલિયા, મેદિનીપુર અને બાંકુરામાં વિશાળ જાહેર સભાઓને સંબોધિત કરી હતી. રેલી દરમિયાન, તેમણે ટીએમસી પર જોરદાર નિશાન સાધ્યું અને દાવો કર્યો કે આ વખતે બંગાળમાં ભાજપ સરકાર બનાવશે. આ પણ વાંચો- દુનિયાનું સૌથી સ્ટ્રોંગ શેરબજાર કયા દેશનું ?

Read Full Story arrow_forward
Ahmedabad: ડાંગ અને વલસાડના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
calendar_today April 20, 2026

Ahmedabad: ડાંગ અને વલસાડના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

રાજ્યમાં અસહ્ય ગરમીના પ્રકોપ વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આજે સવારથી જ ડાંગ અને વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જે બાદ બપોરના સમયે કમોસમી વરસાદે દસ્તક આપી હતી.વાદળછાયા માહોલ બાદ કમોસમી વરસાદ ડાંગ જિલ્લામાં સવારથી જ વાદળછાયા માહોલ બાદ બપોર પછી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ખાસ કરીને જિલ્લા મથક આહવા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારા અને તેના તળેટી વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ અને વરસાદી છાંટાને કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોને ગરમીથી મોટી રાહત મળી છે.લોકોને ઉકળાટથી મુક્તિ મળીવલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પણ ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ધરમપુરના હનુમતમાળ સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટથી મુક્તિ મળી હતી.હવામાન વિભાગ દ્વારા આગામી 21 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતા અને સામાન્ય જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: America : લૂઈસિયાનામાં ફાયરિંગની ઘટના, 8 બાળકોના મોત

Read Full Story arrow_forward