android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local Body Elections 2026: નહેરુ પંડિત નહીં પણ મુસ્લિમ હતા, ધોરાજીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ ભાન ભૂલ્યા
calendar_today April 20, 2026

Local Body Elections 2026: નહેરુ પંડિત નહીં પણ મુસ્લિમ હતા, ધોરાજીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ ભાન ભૂલ્યા

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભાજપના એક વરિષ્ઠ નેતાના વિવાદિત નિવેદને રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે. ધોરાજીના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પોરબંદરના ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે મર્યાદા ઓળંગી પંડિત જવાહરલાલ નહેરુ અને ગાંધી પરિવાર વિશે વિવાદિત ટિપ્પણી કરી છે.સત્તાના નશામાં બેફામ નિવેદનચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધતા હરિ પટેલે ઈતિહાસ અને વ્યક્તિગત ઓળખ અંગે વિવાદાસ્પદ દાવા કર્યા હતા. તેમણે જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, "પંડિત જવાહરલાલ નહેરુ કોઈ પંડિત પરિવારમાંથી નહીં, પરંતુ મુસ્લિમ સમાજમાંથી આવતા હતા."સમગ્ર ગાંધી પરિવાર પર નિશાનહરિ પટેલ અહીં જ અટક્યા નહોતા, તેમણે આગળ વધતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના સમગ્ર ગાંધી પરિવારને પણ મુસ્લિમ ગણાવ્યા હતા. એક તરફ જ્યારે ભાજપ શિસ્ત અને વિકાસની વાત કરી રહ્યું છે, ત્યારે પૂર્વ સાંસદના આવા પાયાવિહોણા અને વિવાદિત નિવેદનથી સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.રાજકીય ગરમાવોચૂંટણી ટાણે જ પૂર્વ સાંસદ દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપોને પગલે વિપક્ષ દ્વારા પણ આકરા પ્રત્યાઘાતો પડવાની શક્યતા છે. સુપેડીમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શું સત્તાના નશામાં નેતાઓ ઈતિહાસ અને ગરિમા ભૂલી રહ્યા છે? તેવા સવાલો અત્યારે સોશિયલ મીડિયા પર ઉઠી રહ્યા છે. આ પણ વાંચો:Rajkot: જૂની અદાવતનો લોહિયાળ અંજામ, રુડ ચોક પાસે યુવક પર છરી વડે જીવલેણ હુમલો

Read Full Story arrow_forward
Local Body Elections 2026: મેઘરજમાં કોંગ્રેસને મોટો ઝટકો, પંચાલ જિલ્લા પંચાયતના 25થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
calendar_today April 20, 2026

Local Body Elections 2026: મેઘરજમાં કોંગ્રેસને મોટો ઝટકો, પંચાલ જિલ્લા પંચાયતના 25થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મેઘરજના રાજકારણમાં આજે મોટી હલચલ જોવા મળી હતી, જેમાં પંચાલ જિલ્લા પંચાયત બેઠકના 25થી વધુ સક્રિય કોંગ્રેસ કાર્યકરોએ પક્ષનો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.કનુભાઈ પટેલના હસ્તે કેસરિયા ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલની હાજરીમાં આ તમામ કાર્યકરોએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કનુભાઈ પટેલે તમામ કાર્યકરોને હાર પહેરાવી અને કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજકારણમાં ગરમાવો ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પડતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ જણાવ્યું હતું કે, ભાજપની વિકાસલક્ષી નીતિઓથી પ્રભાવિત થઈને તેઓએ આ નિર્ણય લીધો છે. એક સાથે 25થી વધુ કાર્યકરોનો પક્ષ પલટો આગામી સમયમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. આ પણ વાંચો - Local Body Elections 2026: નહેરુ પંડિત નહીં પણ મુસ્લિમ હતા, ધોરાજીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ ભાન ભૂલ્યા

Read Full Story arrow_forward
Ahmedabad News: સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત પરીક્ષા વચ્ચે શિક્ષકોને કન્ડક્ટર બનાવી દેવાયા
calendar_today April 20, 2026

Ahmedabad News: સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત પરીક્ષા વચ્ચે શિક્ષકોને કન્ડક્ટર બનાવી દેવાયા

સોમનાથ ખાતે આયોજિત સ્વાભિમાન પર્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને સોંપાયેલી કામગીરીએ શિક્ષણ જગતમાં નવો વિવાદ જગાવ્યો છે.એક તરફ શાળાઓમાં પરીક્ષાઓ અને બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનની મહત્વની કામગીરી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ શિક્ષકોને રેલવે સ્ટેશન પર યાત્રાળુઓને લેવા જવાથી લઈને બસમાં બેસાડવા જેવી કન્ડક્ટર સમાન કામગીરીના ઓર્ડર અપાતા શિક્ષક આલમમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે. શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો દોર ચાલી રહ્યો છે ભારતના સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગના આયોજન હેઠળ 19 એપ્રિલથી શરૂ થયેલા આ પર્વમાં ઉત્તર પ્રદેશ દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચવાના છે.આ યાત્રાળુઓની વ્યવસ્થા માટે જે વાહનો ફાળવવામાં આવ્યા છે.તેમાં 21થી 23 તારીખે શિક્ષકોને રૂટ સુપરવાઈઝર તરીકે ફરજ સોંપવામાં આવી છે.કામગીરીની યાદીમાં યાત્રાળુઓની ગણતરી કરવી, તેમને બસમાં બેસાડવા, ઉતારાના સ્થળ સુધી સુરક્ષિત પહોંચાડવા અને પાણી નાસ્તાની વ્યવસ્થા જોવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો દોર ચાલી રહ્યો છે. બોર્ડની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી અત્યંત મહત્વની તબક્કામાં છે. શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર પડશે આવી ગંભીર સ્થિતિમાં બિનશૈક્ષણિક કામમાં જોતરી દેવાથી વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર પડશે. આ મુદ્દે શૈક્ષિક સંઘના પ્રમુખ મિતેષ ભટ્ટે વિરોધ નોંધાવ્યો છે. તેમણે શિક્ષણ મંત્રીને રજૂઆત કરતાં કહ્યું હતું કે, શિક્ષકોને કંડક્ટર જેવી કામગીરી સોંપવી એ શિક્ષકોનું અપમાન છે. અગાઉ સરકારે ખાતરી આપી હતી કે, શિક્ષકોને બિન શૈક્ષણિક કામ માત્ર શિક્ષણ સચિવની મંજૂરી અને રાષ્ટ્રહિતની તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે જ સોંપાશે. વર્તમાન કિસ્સામાં આ શરતોનું ઉલ્લંઘન થયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે શૈક્ષિક સંઘે ચેતવણી આપી છે કે જો આ આદેશો પરત ખેંચવામાં નહીં આવે. તો શિક્ષણ પ્રણાલી ખોરવાઈ જશે.શિક્ષકો પાસે લેવાતી આ પ્રકારની કામગીરી વહીવટીતંત્રની પ્રાથમિકતાઓ પર મોટા સવાલ ઉભા કરી રહી છે. આ પણ વાંચોઃ Rajkot: જૂની અદાવતનો લોહિયાળ અંજામ, રુડ ચોક પાસે યુવક પર છરી વડે જીવલેણ હુમલો

Read Full Story arrow_forward