android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : AAPના હવાલા કાંડમાં ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્કમટેક્સ વિભાગ આકાશ મિશ્રા અને અજય તિવારીની પુછપરછ કરશે
calendar_today April 20, 2026

Surat News : AAPના હવાલા કાંડમાં ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્કમટેક્સ વિભાગ આકાશ મિશ્રા અને અજય તિવારીની પુછપરછ કરશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સપ્તાહ પહેલાં આમ આદમી પાર્ટી (આપ)ના દિલ્હી હાઈકમાન્ડ અને સુરત વચ્ચે ચાલતા અત્યંત ગુપ્ત અને સુનિયોજિત હવાલા કાંડનો પર્દાફાશ થયો હતો. દિલ્હીથી છેલ્લા છ મહિનામાં રૂ. 1.25 કરોડ જેટલું મસમોટું ફંડ આંગડિયા મારફતે સુરત મોકલાયું હોવાનો ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓને તેજ કરવા માટે ફંડ વપરાતું હોવાની વાતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર તરીકે દિલ્હીના હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તેમજ અજય તિવારીનાં નામો ખૂલ્યા છે. હિમાંશુ પાહુજાના કેજરીવાલ સાથેના ફોટા વાયરલ આંગડિયા પેઢીના માલિકે સંદેશ ન્યૂઝને જણાવ્યું હતું કે, ગઈ કાલે પોલીસે તપાસ કરીને માહિતી મેળવી હતી. મેં બધી માહિતી પોલીસને આપી છે છ મહિનામાં સવા કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે. હવાલાકાંડના પૈસા દિલ્હીથી આવતા હતાં. આ કૌભાંડમાં સુરતના આકાશ મિશ્રા અને અજય તિવારીની સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્કમટેક્સ વિભાગ પુછપરછ કરશે. દિલ્હીનો હિમાંશુ પાહુજા હવાલાકાંડનો મુખ્ય સૂત્રધાર છે.હિમાંશુ પાહુજાના કેજરીવાલ સાથેના ફોટા વાયરલ થયા છે. કોંગ્રેસનો કાર્યકર્તા હતો હાલ તે આપમાં સક્રિય છે આકાશ મિશ્રા પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA છે.અજય તિવારી ગેરકાયદે ભંડોળનો મદદગાર હતો. મતદારોને રિઝવવા નાણાં મોકલાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. છેલ્લા 6 મહિનામાં 1. 25 કરોડ મોકલાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસનો રેલો મોટા માથાઓ સુધી પહોચી શકે છે. દિલ્હીથી હવાલા મારફતે નાણાં મોકલતો હિમાંશુ પાહુજા પહેલાં કોંગ્રેસનો કાર્યકર્તા હતો. હાલ તે આપમાં સક્રિય છે. હિમાંશુ આમ આદમી પાર્ટીના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો અંગત મનાય છે.તે દિલ્હીથી ફંડ મોકલવાનું કામ સંભાળતો હતો. હિમાંશુ પાહુજાના અરવિંદ કેજરીવાલ અને ગોપાળ ઇટાલિયા સાથેના ફોટા પણ વાયરલ થયા છે. આ પણ વાંચોઃ Surat: આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ

Read Full Story arrow_forward
Surat News: ખેતરેથી પરત ફરતા પટેલ પરિવારને કાળ આંબી ગયો, કારે બાઈકને ટક્કર મારતા એક જ પરિવારના 3 સભ્યોના મોત
calendar_today April 20, 2026

Surat News: ખેતરેથી પરત ફરતા પટેલ પરિવારને કાળ આંબી ગયો, કારે બાઈકને ટક્કર મારતા એક જ પરિવારના 3 સભ્યોના મોત

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભોરીયા ગામના સીમ વિસ્તારમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. વલવાડાથી ભોરીયા તરફ જતા રોડ પર એક પટેલ પરિવાર પોતાના ખેતરેથી કામ પતાવી મોટર સાયકલ પર સવાર થઈ પરત ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક અર્ટિગા ફોરવીલ કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં માતમ આ દુર્ઘટનામાં ભોરીયા ગામના રહેવાસી આશિષભાઈ પટેલ, તેમના પત્ની પારૂલબેન અને પરિવારના અન્ય સભ્ય ઉષાબેન પટેલનું અવસાન થયું છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના અકાળે મોત થતા ભોરીયા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માતમાં 7 વર્ષનો માસૂમ બાળક વેદ આશિષભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અર્ટિગા કાર ચાલક પણ ઈજાગ્રસ્ત, પોલીસ તપાસ શરૂ બાઈકને અડફેટે લેનાર અર્ટિગા કારના ચાલકને પણ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાત્રિના અંધારામાં સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ કાફલાએ પણ તાત્કાલિક પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ભોરીયા ગામે શોકની લહેર મોતને ભેટનાર દંપતી અને પરિવારના સભ્યના સમાચાર મળતા જ ભોરીયા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. ખેતરેથી સુરક્ષિત ઘરે પહોંચવાની અપેક્ષા રાખતા પરિવારને રસ્તામાં જ કાળ આંબી ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકની તબિયત સુધારા પર રહે તે માટે ગ્રામજનો પ્રાર્થના કરી રહ્યા છે. આ પણ વાંચો - Surat:ઉધના સ્ટેશન પર ગતરોજની ભીડ બાદ આજે સ્થિતિ સામાન્ય,વ્યવસ્થાઓના અભાવે યુપી-બિહાર તરફ દોટ

Read Full Story arrow_forward
Bharuch News: આમોદના તિલકમેદાનમાં આવેલી કેબિનમાં લાગી ભીષણ આગ, જોતજોતામાં કેબિન બળીને ખાખ, નગરપાલિકાના ફાયરે મેળવ્યો કાબૂ!
calendar_today April 20, 2026

Bharuch News: આમોદના તિલકમેદાનમાં આવેલી કેબિનમાં લાગી ભીષણ આગ, જોતજોતામાં કેબિન બળીને ખાખ, નગરપાલિકાના ફાયરે મેળવ્યો કાબૂ!

ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આજે આગની એક ઘટના સામે આવી છે. આમોદના વ્યસ્ત ગણાતા તિલકમેદાન વિસ્તારમાં આવેલી એક કેબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં કેબિનને લપેટમાં લઈ લીધી હતી. આ બનાવને પગલે આસપાસના રહીશો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.કચરો બાળવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ તિલકમેદાન વિસ્તારમાં કચરો સળગાવવામાં આવી રહ્યો હતો. આ કચરાની આગના તણખા કેબિન સુધી પહોંચતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગને કારણે કેબિનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. નગરપાલિકાના ફાયર ફાઈટરોની ત્વરિત કાર્યવાહી આગની જાણ થતા જ આમોદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કેબિન ધારકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ પણ વાંચો - Bharuch: વાહનો ખરીદી હપ્તા નહીં ભરી ઠગાઇ કરનારા સામે બે ફરિયાદ

Read Full Story arrow_forward