Local Body Elections 2026: ચૂંટણી ફંડ માટે ઉદ્યોગપતિઓને ધમકી આપવી કોંગ્રેસ કાર્યકરને ભારે પડી, ઝઘડિયા પોલીસે ધરપકડ કરી કાઢ્યો 'વરઘોડો'!
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં ચૂંટણી ફંડના નામે ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં મિતેષ પઢિયાર નામનો શખ્સ ખુલ્લેઆમ ધમકી આપતા કહેતો હતો કે, જો ભાજપના ઉમેદવારને ફંડ આપશો, તો કોંગ્રેસના ઉમેદવારને પણ ફંડ આપવું જ પડશે. આ વીડિયો વાયરલ થતા જ વિસ્તારના સિલિકા પ્લાન્ટ માલિકો અને GIDCના ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો હતો.પોતે સામાજિક કાર્યકર હોવાનો દાવો, કોંગ્રેસમાંથી નોંધાવી હતી દાવેદારી ધમકી આપનારા મિતેષ પઢિયાર અત્યાર સુધી પોતાની ઓળખ એક સામાજિક કાર્યકર તરીકે આપતો હતો. જોકે, રાજકીય મહત્વકાંક્ષા ધરાવતા આ શખ્સે તાજેતરમાં જ સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારી પણ નોંધાવી હતી. ચૂંટણી પહેલા જ સત્તાના નશામાં ચૂર થઈ તેણે ઉદ્યોગકારો પાસે ઉઘરાણું શરૂ કરતા મામલો ગરમાયો હતો. ઝઘડિયા પોલીસ જાતે ફરિયાદી બની: આરોપીનો કાઢ્યો વરઘોડો આ વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈ ઝઘડિયા પોલીસ પોતે ફરિયાદી બની હતી અને મિતેષ પઢિયાર વિરૂદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. એટલું જ નહીં, અન્ય લોકોમાં કાયદાનો ડર રહે અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપે તે હેતુથી પોલીસે આરોપી મિતેષનો જાહેરમાં 'વરઘોડો' કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. ચૂંટણી ટાણે પોલીસની કડક કાર્યવાહી ચૂંટણીના માહોલમાં કોઈપણ પક્ષના કાર્યકરો કે, અસામાજિક તત્વો ઉદ્યોગપતિઓ કે સામાન્ય જનતાને ડરાવી-ધમકાવી ન શકે તે માટે પોલીસ સતર્ક બની છે. ઝઘડિયા પોલીસની આ કામગીરીની ઉદ્યોગ જગતમાં પ્રશંસા થઈ રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવા તત્વો સામે હજુ પણ કડક પગલાં ભરવામાં આવશે. આ પણ વાંચો - local body elections 2026: ભરૂચ વોર્ડ 8માં ભાજપના પ્રચારમાં હોબાળો, મહિલાઓ સાથે ઝપાઝપી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ
Read Full Story arrow_forward