android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News :  પોતાના મિત્રોને પ્રોપર્ટીની માહિતી આપતા ચેતજો, જાણો કેવી રીતે ખેલાયો 15 લાખનો ખેલ
calendar_today April 20, 2026

Ahmedabad News : પોતાના મિત્રોને પ્રોપર્ટીની માહિતી આપતા ચેતજો, જાણો કેવી રીતે ખેલાયો 15 લાખનો ખેલ

ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડના બનાવો સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત હની ટ્રેપની ઘટનાઓ પણ સતત વધી રહી છે. ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મિત્રતાને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પોતાના જ મિત્રને હનીટ્રેપની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ મામલે ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય સૂત્રધાર મિત્ર સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ સિલસિલો છેલ્લા 2 વર્ષથી ચાલતો હતો આ કેસની વિગત મુજબ, ભોગ બનનાર યુવકના જ એક અંગત મિત્રએ તેની સંપત્તિ અને આર્થિક સ્થિતિ વિશેની તમામ વિગતો મેળવી લીધી હતી. લાલચમાં આવીને આ મિત્રએ અન્ય બે સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર એક મહિલાના નામે બનાવટી પ્રોફાઇલ તૈયાર કરી હતી. આરોપીઓએ મહિલા બનીને ભોગ બનનાર સાથે મીઠી-મીઠી વાતો કરવાનું શરૂ કર્યું હતું. આ સિલસિલો છેલ્લા 2 વર્ષથી ચાલતો હતો. ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પ્રેમની જાળમાં ફસાવીને આરોપીઓએ અલગ-અલગ બહાના હેઠળ અને બદનામ કરવાની ધમકી આપીને ટુકડે-ટુકડે અંદાજે 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી. જ્યારે ભોગ બનનારને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનો અહેસાસ થયો, ત્યારે તેણે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ આખા ખેલનો માસ્ટરમાઈન્ડ બીજું કોઈ નહીં પણ ભોગ બનનારનો પોતાનો જ મિત્ર હતો.આ પણ વાંચોઃ Surat News: ખેતરેથી પરત ફરતા પટેલ પરિવારને કાળ આંબી ગયો, કારે બાઈકને ટક્કર મારતા એક જ પરિવારના 3 સભ્યોના મોત

Read Full Story arrow_forward
Junagadh: ચૈત્ર માસની ભીડ વચ્ચે તંત્રનો નિર્ણય, 21 અને 22 એપ્રિલે દામોદર કુંડમાં તર્પણ વિધિ રહેશે બંધ
calendar_today April 20, 2026

Junagadh: ચૈત્ર માસની ભીડ વચ્ચે તંત્રનો નિર્ણય, 21 અને 22 એપ્રિલે દામોદર કુંડમાં તર્પણ વિધિ રહેશે બંધ

ગિરનારની તળેટીમાં આવેલા અને અત્યંત ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડને આગામી બે દિવસ માટે મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુંડની સ્વચ્છતા જાળવવા અને ઊંડાણપૂર્વક સફાઈ કરવાના હેતુથી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.ચૈત્ર માસે ભીડમાં વધારોહાલમાં ચૈત્ર માસ ચાલી રહ્યો હોવાથી દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ અને અસ્થિ વિસર્જન સહિતની વિધિઓ માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી રહી છે. સતત વપરાશ અને ભીડને કારણે કુંડના પાણી અને પરિસરની સફાઈ કરવી અનિવાર્ય બની હતી. જેને ધ્યાને રાખીને તારીખ 21 એપ્રિલ અને 22 એપ્રિલના રોજ શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે.નવા નીર સાથે ફરી ખુલશેઆ બે દિવસ દરમિયાન કુંડનું પાણી ખાલી કરી, તેની અંદર જમા થયેલો કચરો અને અન્ય ગંદકી દૂર કરી ઊંડાણપૂર્વક સફાઈ હાથ ધરવામાં આવશે. સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ, 23 એપ્રિલના રોજ કુંડમાં શુદ્ધ અને નવા નીર ભરવામાં આવશે. ત્યારબાદ ફરી એકવાર ભાવિકો માટે સ્નાન અને તર્પણ વિધિ માટે કુંડ ખુલ્લો મુકાશે.આ પણ વાંચો: Palanpur: ભરચક બજારમાં આગની ઘટનાથી અફરાતફરી, એકસાથે 3 વાહનોમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

Read Full Story arrow_forward
Local Body Elections 2026: ભરૂચમાં ભાજપ કાર્યકર્તાઓએ વિરોધ કરતી મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી, ચૂંટણી પ્રચાર દરમિયાન ઝપાઝપીનો Video વાયરલ
calendar_today April 20, 2026

Local Body Elections 2026: ભરૂચમાં ભાજપ કાર્યકર્તાઓએ વિરોધ કરતી મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી, ચૂંટણી પ્રચાર દરમિયાન ઝપાઝપીનો Video વાયરલ

ભરૂચના વોર્ડ નંબર 8 માં શનિવારે સાંજે ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી દરમિયાન ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગામી ચૂંટણીને ધ્યાને રાખી, જ્યારે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે નીકળ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા 5 વર્ષ દરમિયાન કોઈ પણ નેતા વિસ્તારની સમસ્યાઓ જોવા આવ્યો નથી, જેના કારણે રોષે ભરાયેલા લોકોએ ઉમેદવારોને વિસ્તારમાં ન આવવા માટે સુત્રોચ્ચાર કર્યા હતા.ધનજી ગોહિલને રિપીટ કરતા રોષ: મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આક્ષેપ ભાજપ દ્વારા આ બેઠક પર ધનજી ગોહિલને પુનઃ ટિકિટ આપી રિપીટ કરવામાં આવતા સ્થાનિકોમાં લાંબા સમયથી નારાજગી હતી. પ્રચાર દરમિયાન આ નારાજગી ઘર્ષણમાં ફેરવાઈ હતી. એક સ્થાનિક મહિલાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, પ્રચારમાં આવેલા ભાજપના કાર્યકરોએ તેમની માતાને ધક્કો માર્યો હતો અને એક પુરૂષ કાર્યકરે મહિલાનો કોલર પકડી ગેરવર્તણૂક કરી હતી. આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. અમદાવાદથી ગુંડાઓ લાવી હુમલો કરાયો હોવાનો ઉમેદવારનો પલટવાર બીજી તરફ, ભાજપના ઉમેદવાર ધનજી ગોહિલે આ સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે વળતો આક્ષેપ કર્યો છે કે, વિરોધ કરનારા લોકો સ્થાનિક નથી, પરંતુ વિરોધ પક્ષ દ્વારા અમદાવાદથી ગુનેગારો અને તડીપાર શખ્સોને લાવીને તેમના પર હુમલો કરાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલાઓ પાસે વિરોધ કરાવીને પ્રચારમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.https://x.com/sandeshnews/status/2046125524481872199 પોલીસ તપાસની માગ અને તંગદિલી ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ઉમેદવાર ધનજી ગોહિલે આ મામલે નિષ્પક્ષ પોલીસ તપાસની માગ કરી છે, જ્યારે બીજી તરફ સ્થાનિકો કાર્યકરોની 'લુખ્ખાગીરી' અને મહિલાઓ પર થયેલા હુમલા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ચૂંટણી પહેલા ભરૂચનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે અને પોલીસ હાલ બંને પક્ષોના આક્ષેપોની તપાસ કરી રહી છે.આ પણ વાંચો - Local Body Elections 2026: નણંદ-ભોજાઈ વચ્ચે જામ્યો રાજકીય જંગ, રિવાબાએ પાઠવી શુભેચ્છા, તો નયનાબાએ કહ્યું- આ ઓવર કોન્ફિડન્સ

Read Full Story arrow_forward