android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local Body Elections 2026: વેરાવળ ચૂંટણી: વોર્ડ નં. 9માં વિરોધનો સૂર, 'અમારા વિસ્તારનો ઉમેદવાર હોય તો જ પ્રચાર કરવા આવવું'
calendar_today April 20, 2026

Local Body Elections 2026: વેરાવળ ચૂંટણી: વોર્ડ નં. 9માં વિરોધનો સૂર, 'અમારા વિસ્તારનો ઉમેદવાર હોય તો જ પ્રચાર કરવા આવવું'

વેરાવળ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 9માં પક્ષો માટે મુશ્કેલી ઉભી થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રિયોન હાઉસિંગ સોસાયટી સહિતના વિસ્તારોમાં સ્થાનિકોએ એકઠા થઈને ચૂંટણી પ્રચાર માટે આવતા બહારના ઉમેદવારો વિરુદ્ધ મોરચો માંડ્યો છે.સ્થાનિક ઉમેદવારની માંગ સાથે વિરોધવોર્ડ નંબર 9માં આવેલી રિયોન હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે અચાનક બેનરો લાગ્યા હતા, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં પ્રચાર માટે માત્ર સ્થાનિક ઉમેદવારોએ જ આવવું. સ્થાનિકોનો આક્ષેપ છે કે રાજકીય પક્ષો દ્વારા આ વિસ્તારના રહીશ હોય તેવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવતી નથી અને બહારના ઉમેદવારો થોપી બેસાડવામાં આવે છે. આ વખતે જનતાએ મન મનાવી લીધું છે કે જે ઉમેદવાર આ જ સોસાયટી કે વિસ્તારમાં રહેતા હોય, તેમને જ પ્રવેશ આપવામાં આવશે.પ્રચાર પર પ્રતિબંધસોસાયટીના રહીશોએ બેનરો દ્વારા ચીમકી આપી છે કે, જો કોઈ અન્ય વિસ્તારના ઉમેદવાર પ્રચાર માટે આવશે તો તેમનો સખત વિરોધ કરવામાં આવશે. "અમારા વિસ્તારના પ્રશ્નો સ્થાનિક વ્યક્તિ જ સમજી શકે" તેમ કહીને લોકોએ બહારના નેતાઓ માટે પ્રવેશબંધીના બોર્ડ મારી દીધા છે.આ પણ વાંચો: Junagadh: ચૈત્ર માસની ભીડ વચ્ચે તંત્રનો નિર્ણય, 21 અને 22 એપ્રિલે દામોદર કુંડમાં તર્પણ વિધિ રહેશે બંધ

Read Full Story arrow_forward
Gandhinagar: પોલીસની ગાડીમાં આવ્યા અને ચોરી કરી ફરાર, શ્યામા પ્રસાદ ફ્લેટમાં વ્હિલ પ્લેટની ચોરીની ઘટના CCTVમાં કેદ
calendar_today April 20, 2026

Gandhinagar: પોલીસની ગાડીમાં આવ્યા અને ચોરી કરી ફરાર, શ્યામા પ્રસાદ ફ્લેટમાં વ્હિલ પ્લેટની ચોરીની ઘટના CCTVમાં કેદ

ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા માટે વપરાતી પોલીસની ગાડીનો ઉપયોગ હવે ચોરી માટે થતો હોય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુડાસણ વિસ્તારમાં આવેલા શ્યામા પ્રસાદ ફ્લેટમાં પોલીસની ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.પોલીસની ગાડીમાં આવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો મળતી માહિતી મુજબ, કુડાસણના શ્યામા પ્રસાદ ફ્લેટના પાર્કિંગમાં રાત્રિના સમયે પોલીસનું સરકારી વાહન આવી પહોંચ્યું હતું. આ ગાડીમાં આવેલા શખ્સોએ પાર્કિંગમાં રહેલી અન્ય ગાડીઓની મોંઘીદાટ વ્હિલ પ્લેટની ચોરી કરી હતી અને જોતજોતામાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસની ગાડી જોઈને સામાન્ય રીતે કોઈને શંકા ન જાય, પરંતુ આ ટોળકીએ આ જ વાતનો ફાયદો ઉઠાવીને ચોરી કરી હતી.CCTVમાં કેદ થઈ કરતૂતચોરીની આ સમગ્ર ઘટના ફ્લેટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે શખ્સો પોલીસની ગાડીમાં આવ્યા હતા અને વ્હિલ પ્લેટ કાઢીને રવાના થયા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે.પોલીસ કાર્યવાહીઆ મામલે ઈન્ફોસીટી પોલીસ મથકે ફરિયાદની અરજી આપવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે શું આ ખરેખર પોલીસ વિભાગની ગાડી છે કે પછી કોઈએ પોલીસના નામે નકલી ગાડી બનાવીને આ ગુનાને અંજામ આપ્યો છે? ઈન્ફોસીટી પોલીસે આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Local Body Elections 2026: વેરાવળ ચૂંટણી: વોર્ડ નં. 9માં વિરોધનો સૂર, 'અમારા વિસ્તારનો ઉમેદવાર હોય તો જ પ્રચાર કરવા આવવું'

Read Full Story arrow_forward
Local body election: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 23 એપ્રિલે રાજકોટમાં રોડ શો કરશે
calendar_today April 20, 2026

Local body election: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 23 એપ્રિલે રાજકોટમાં રોડ શો કરશે

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ગઢને મજબૂત કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આગામી 23મી તારીખે રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળશે, કારણ કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મેદાને ઉતરશે. તેઓ રાજકોટમાં પાવર પેક્ડ રોડ શો કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં રોડ શો કરશે મળતી માહિતી મુજબ, રાજકોટમાં 23મીની સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો દ્વારા તેઓ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ભાજપનું શક્તિનું પ્રદર્શન કરશે. નાયબ મુખ્યમંત્રી માત્ર વાહન પર સવાર થઈને જ નહીં, પરંતુ ડોર-ટુ-ડોર (ઘરે-ઘરે) જઈને પણ લોકો સાથે સંવાદ કરશે અને ભાજપના શાસનકાળની સિદ્ધિઓ ગણાવશે. રાજકોટ શહેર ભાજપ સંગઠન દ્વારા આ પ્રચાર અભિયાનને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વોર્ડ સ્તરે કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.આ પણ વાંચોઃ Local Body Elections 2026: નણંદ-ભોજાઈ વચ્ચે જામ્યો રાજકીય જંગ, રિવાબાએ પાઠવી શુભેચ્છા, તો નયનાબાએ કહ્યું- આ ઓવર કોન્ફિડન્સ

Read Full Story arrow_forward