android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local Body Elections 2026: વેરાવળમાં વોર્ડ નં. 9માં વિરોધનો સૂર, 'અમારા વિસ્તારનો ઉમેદવાર હોય તો જ પ્રચાર કરવા આવવું'
calendar_today April 20, 2026

Local Body Elections 2026: વેરાવળમાં વોર્ડ નં. 9માં વિરોધનો સૂર, 'અમારા વિસ્તારનો ઉમેદવાર હોય તો જ પ્રચાર કરવા આવવું'

વેરાવળ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 9માં પક્ષો માટે મુશ્કેલી ઉભી થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રિયોન હાઉસિંગ સોસાયટી સહિતના વિસ્તારોમાં સ્થાનિકોએ એકઠા થઈને ચૂંટણી પ્રચાર માટે આવતા બહારના ઉમેદવારો વિરુદ્ધ મોરચો માંડ્યો છે.સ્થાનિક ઉમેદવારની માંગ સાથે વિરોધવોર્ડ નંબર 9માં આવેલી રિયોન હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે અચાનક બેનરો લાગ્યા હતા, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં પ્રચાર માટે માત્ર સ્થાનિક ઉમેદવારોએ જ આવવું. સ્થાનિકોનો આક્ષેપ છે કે રાજકીય પક્ષો દ્વારા આ વિસ્તારના રહીશ હોય તેવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવતી નથી અને બહારના ઉમેદવારો થોપી બેસાડવામાં આવે છે. આ વખતે જનતાએ મન મનાવી લીધું છે કે જે ઉમેદવાર આ જ સોસાયટી કે વિસ્તારમાં રહેતા હોય, તેમને જ પ્રવેશ આપવામાં આવશે.પ્રચાર પર પ્રતિબંધસોસાયટીના રહીશોએ બેનરો દ્વારા ચીમકી આપી છે કે, જો કોઈ અન્ય વિસ્તારના ઉમેદવાર પ્રચાર માટે આવશે તો તેમનો સખત વિરોધ કરવામાં આવશે. "અમારા વિસ્તારના પ્રશ્નો સ્થાનિક વ્યક્તિ જ સમજી શકે" તેમ કહીને લોકોએ બહારના નેતાઓ માટે પ્રવેશબંધીના બોર્ડ મારી દીધા છે.આ પણ વાંચો: Junagadh: ચૈત્ર માસની ભીડ વચ્ચે તંત્રનો નિર્ણય, 21 અને 22 એપ્રિલે દામોદર કુંડમાં તર્પણ વિધિ રહેશે બંધ

Read Full Story arrow_forward
Kheda: આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ, DHO એ તપાસ અને કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપી
calendar_today April 20, 2026

Kheda: આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ, DHO એ તપાસ અને કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપી

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને લઈને રાજકારણ અને વહીવટી તંત્રમાં ગરમાવો આવ્યો છે. CHO તેજસ પટેલ દ્વારા વાયરલ કરવામાં આવેલા વીડિયો મામલે જિલ્લા આરોગ્ય અધિકારી (DHO) વી. એસ. ધ્રુવે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોખેડા DHO વી. એસ. ધ્રુવે જણાવ્યું હતું કે, CHO તેજસ પટેલ દ્વારા આરોગ્ય વિભાગ પર કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. તેમણે વધુમાં ચોંકાવનારો દાવો કર્યો હતો કે, "તેજસ પટેલે જ્યારે આ વીડિયો બનાવ્યો ત્યારે તેઓ પોતે નશાની હાલતમાં હોવાનું જણાઈ રહ્યું છે." DHO ના આ નિવેદન બાદ હવે આ મામલો વધુ પેચીદો બન્યો છે.સચોટ તપાસની ખાતરીસમગ્ર વિવાદ અંગે સ્પષ્ટતા કરતા DHO એ જણાવ્યું કે, વિભાગ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યો છે અને સમગ્ર પ્રકરણની સચોટ તપાસ કરવામાં આવશે. જે લોકોના નામ વીડિયોમાં લેવામાં આવ્યા છે અથવા જેમના વીડિયો વાયરલ થયા છે, તેમની પાસેથી પણ ખુલાસો માંગવામાં આવશે. જો તપાસમાં કોઈ પણ દોષિત જણાશે અથવા જો આક્ષેપો ખોટા સાબિત થશે, તો જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો: Gandhinagar: પોલીસની ગાડીમાં આવ્યા અને ચોરી કરી ફરાર, શ્યામા પ્રસાદ ફ્લેટમાં વ્હિલ પ્લેટની ચોરીની ઘટના CCTVમાં કેદ

Read Full Story arrow_forward
Gujarat Weather News : ભીષણ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કમોસમી વરસાદની આગાહી
calendar_today April 20, 2026

Gujarat Weather News : ભીષણ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે ભર ગરમીમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ભીષણ ગરમીને કારણે સૂનકાર વ્યાપી ગયો છે. ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી જતાં રોડ સૂમસામ બન્યાં છે. આકરા તાપથી જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય થઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. 26 એપ્રિલ સુધી તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં 41 ડિગ્રી, રાજકોટમાં 38, સુરતમાં 38, વડોદરામાં 39, દાહોદમાં 38, ડીસામાં 38, ભુજમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરત અને રાજકોટમાં અંગદઝાડતી ગરમી બીજી તરફ સુરત શહેરમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભીષણ ગરમીને કારણે રોડ સુમસામ બન્યા છે. રાજકોટમાં પણ ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજકોટના માર્ગો પર લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી છે. આકરા તાપથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગરમીથી બચવા માટે લોકો વિવિધ પ્રકારના ઉપાયો કરી રહ્યાં છે. ટોપી, ગોગલ્સ, સુતરાઉ કપડાં અને છાયડા દ્વારા ગરમીથી બચવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. રાજકોટમાં લૂ લાગવાના કેસોમાં વધારો નોંધાયો છે. ગત સપ્તાહે 30થી વધુ કેસ નોંધાયા હતાં. આ પણ વાંચોઃ Ahmedabad News : પોતાના મિત્રોને પ્રોપર્ટીની માહિતી આપતા ચેતજો, જાણો કેવી રીતે ખેલાયો 15 લાખનો ખેલ

Read Full Story arrow_forward