android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India US Trade Deal: વોશિંગ્ટનમાં વેપાર સોદા અંગે બેઠકનું આયોજન, જાણો શું કરાયા દાવા?
calendar_today April 19, 2026

India US Trade Deal: વોશિંગ્ટનમાં વેપાર સોદા અંગે બેઠકનું આયોજન, જાણો શું કરાયા દાવા?

કરારને અંતિમ સ્વરૂપ અપાય તો ભારતના નિકાસ અને વેપારને નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. બેઠકના પરિણામ પર સૌ કોઇની નજર ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદા અંગે ફરી ચર્ચા શરુ કરાઇ છે. 20 એપ્રિલથી શરૂ થતા ત્રણ દિવસ માટે વોશિંગ્ટનમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. ભારતના 12 જેટલા અધિકારીઓની ટીમ અમેરિકા જઇ રહી છે. આ ટીમનું નેતૃત્વ અધિક વાણિજ્ય સચિવ દર્પણ જૈન કરી રહ્યા છે. બદલાતા ટેરિફ નિયમો વચ્ચે, બંને દેશો નવી શરતો પર કરાર કરવાનો પ્રયાસ કરશે. આ સોદામાં અબજો ડોલરનો વેપાર દાવ પર છે. હવે, બધાની નજર આ ભવ્ય બેઠકના પરિણામ પર છે. કરારને ફરીથી લખવા માટે દબાણ અમેરિકામાં બદલાયેલા ટેરિફ નિયમોએ હાલના વેપાર સમીકરણોને ખોરવી નાખ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફને યુએસ સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા બાદ, યુએસ વહીવટીતંત્રે 24 ફેબ્રુઆરીથી અમલમાં આવતા 150 દિવસ માટે બધા દેશો પર એકસમાન 10% ટેરિફ લાદ્યો. આ નવો નિયમ ભારત અને યુએસને તેમના અગાઉના કરારને ફરીથી લખવા માટે દબાણ કરી રહ્યો છે. ભારતના સૌથી મોટા વેપારી ભાગીદાર આ ચર્ચાઓ એવા સમયે થઈ રહી છે જ્યારે ચીને 2025-26 માં ભારતના સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે પોતાનું સ્થાન પાછું મેળવવા માટે યુએસને પાછળ છોડી દીધું છે. અમેરિકા છેલ્લા ચાર વર્ષથી ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. ભારત અને ચીન વચ્ચેનો કુલ વેપાર $151.1 બિલિયન સુધી પહોંચી ગયો છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતનો યુએસ સાથેનો વેપાર સરપ્લસ પણ ઘટીને $34.4 બિલિયન થયો હતો. આ પણ વાંચોઃ સુરક્ષા કારણોસર જે.ડી. વેન્સ ઇસ્લામાબાદ નહી જાય, જાણો કેવી છે પાકિસ્તાનની તૈયારીઓ?

Read Full Story arrow_forward
Ahmedabad : રામોલની સુરતી સોસાયટીમાં ધીંગાણું સર્જાયું, સામ સામે પાઈપો અને લાકડીથી મારામારી કરી
calendar_today April 19, 2026

Ahmedabad : રામોલની સુરતી સોસાયટીમાં ધીંગાણું સર્જાયું, સામ સામે પાઈપો અને લાકડીથી મારામારી કરી

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલી સુરતી સોસાયટીમાં બે જૂથો વચ્ચે ભારે ધીંગાણું સર્જાતા વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો. રામોલની આ ઘટનામાં અગાઉના ઝઘડાની અદાવતમાં ફરીથી બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા અને મામલો ઉગ્ર બની ગયો હતો.સોસાયટીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો મળતી માહિતી મુજબ બંને જૂથો વચ્ચે થયેલા જૂના વિવાદને લઈને બોલાચાલી શરૂ થઈ હતી, જે પછી ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. બંને પક્ષોએ લાકડી, પાઈપ અને અન્ય સાધનો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાથી સોસાયટીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. 17 શખ્સો સામે બે અલગ-અલગ ફરિયાદો ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસના હસ્તક્ષેપ બાદ બંને પક્ષોને અલગ કરવામાં આવ્યા હતા અને વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગંભીર નોંધ લઈ કુલ 17 શખ્સો સામે બે અલગ-અલગ ફરિયાદો નોંધાવી છે. આરોપીઓ સામે રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓની ઓળખ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સાક્ષીઓના નિવેદનના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને CCTV ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે જેથી ફરીથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સ્થાનિક રહેવાસીઓમાં આ ઘટનાને લઈને ચિંતા જોવા મળી રહી છે અને તેઓએ કડક કાર્યવાહીની માગ કરી છે. આ પણ વાંચો : Morbi ભાજપમાં સામાજિક વિવાદનો વંટોળ: વોર્ડ નં. 9ના ઉમેદવાર સામે રોષ, ચૂંટણી કાર્યાલય પરથી ફોટો હટાવાયો

Read Full Story arrow_forward
Vadodara News: અલકાપુરીના પોશ વિસ્તારમાં IPL સટ્ટાનો પર્દાફાશ, PCBએ 5 શખ્સોને દબોચ્યા
calendar_today April 19, 2026

Vadodara News: અલકાપુરીના પોશ વિસ્તારમાં IPL સટ્ટાનો પર્દાફાશ, PCBએ 5 શખ્સોને દબોચ્યા

વડોદરા શહેરની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. શહેરના અત્યંત પોશ ગણાતા અલકાપુરી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં આ શખ્સો ગુપ્ત રીતે સટ્ટો રમાડી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે આયોજનબદ્ધ રીતે દરોડો પાડીને હાર-જીતનો જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.ઝડપાયેલા આરોપીઓના નામ પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અશોક ખરાલ, ધર્મેશ કહાર, પિયુષ તડવી, સુનિલ બારૈયા અને વિજય વાઘેલાનો સમાવેશ થાય છે. આ શખ્સો મોબાઈલ એપ્લિકેશન અને લેપટોપના માધ્યમથી લાઈવ મેચ પર ગ્રાહકો પાસેથી સટ્ટો લેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અનેક મોબાઈલ ફોન, ગેજેટ્સ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. IPL સીઝન દરમિયાન પોલીસની સતર્કતા ચાલુ આઈપીએલ સીઝન દરમિયાન સટ્ટાખોરીની પ્રવૃત્તિઓ વધતી હોવાથી વડોદરા પોલીસ દ્વારા ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. PCBની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ શખ્સો લાંબા સમયથી સટ્ટાના વ્યવસાય સાથે જોડાયેલા હોઈ શકે છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર કોણ છે અને કયા બુકીઓ સાથે તેમના તાર જોડાયેલા છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડ થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward