android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiadમાં પરશુરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી: માઈ મંદિર ખાતે ભૂદેવોએ ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરી
calendar_today April 19, 2026

Nadiadમાં પરશુરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી: માઈ મંદિર ખાતે ભૂદેવોએ ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરી

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે જન્મેલા ભગવાન પરશુરામના આ ઉત્સવ નિમિત્તે નડિયાદના પ્રસિદ્ધ માઈ મંદિર ખાતે નડિયાદ બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.ભૂદેવો દ્વારા વિધિવત્ પૂજા-અર્ચના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે માઈ મંદિર ખાતે ભગવાન પરશુરામની મૂર્તિની વિધિવત્ પૂજા-અર્ચના અને શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં એકત્ર થયેલા ભક્તોએ સમૂહ આરતીમાં ભાગ લીધો હતો. ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ભૂદેવો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નડિયાદ બ્રહ્મ સમાજના અધ્યક્ષ, સભ્યો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં સૌએ ભગવાનના આશીર્વાદ મેળવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ધર્મ રક્ષા અને ક્ષત્રિય તેજના આદર્શોને યાદ કરાયા આ પવિત્ર અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન પરશુરામના જીવન અને તેમના આદર્શો પર પ્રકાશ પાડ્યો હતો. અધર્મનો નાશ, ધર્મની રક્ષા અને જ્ઞાન સાથે ક્ષત્રિય તેજના સમન્વયનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાન પરશુરામના જીવનમાંથી પ્રેરણા લઈ સમાજમાં સદાચાર અને ધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ સાથે જન્મોત્સવની ઉજવણીનું ભાવભેર સમાપન થયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabadના કુબેરનગરમાં જૂની અદાવતમાં લોહિયાળ ખેલ, ભાઈને બચાવવા ગયેલા યુવક પર ખંજરથી જીવલેણ હુમલો
calendar_today April 19, 2026

Ahmedabadના કુબેરનગરમાં જૂની અદાવતમાં લોહિયાળ ખેલ, ભાઈને બચાવવા ગયેલા યુવક પર ખંજરથી જીવલેણ હુમલો

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મોડી રાત્રે બે પક્ષો વચ્ચે થયેલા ઝઘડાએ હિંસક વળાંક લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોતાના ભાઈને છોડાવવા માટે વચ્ચે પડેલા પવન નામના યુવક પર કેટલાક શખ્સોએ ખંજર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક પવનના ગળા અને છાતીના ભાગે ખંજરના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. હાલમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે તુલસી હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પરિવાર પર પણ હુમલો અને સોનાની ચેઈનની લૂંટ મુખ્ય આરોપી બંકુ શ્રીકાંત ઉર્ફે સિરીયો મનોજ ગુમાનેએ પવનના ભાઈ સુમીત સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. ઝઘડો વધતા પવનની પત્ની તીર્થના અને ભાઈ સુમીત વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આ હિંસક હુમલામાં આરોપી પરેશ મનોજ ગુમાને, કૃષ્ણકાંત ઉર્ફે કાનો મનોજ ગુમાને અને આકાશ ઈન્દ્રેકર પણ જોડાયા હતા. હુમલા દરમિયાન અફરાતફરીનો લાભ લઈ પવનના ગળામાંથી અંદાજે રૂ. 90,000ની કિંમતની 1.5 તોલાની સોનાની ચેઈન પણ ગુમ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સરદારનગર પોલીસે આરોપીઓ સામે નોંધ્યો ગુનો આ મામલે પવનના પરિવાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે સરદારનગર પોલીસે પાંચેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તેમના સંભવિત રહેઠાણો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. કુબેરનગરમાં મોડી રાત્રે થયેલા આ હુમલાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદન લઈને વધુ પુરાવા એકત્ર કરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Odishaમાં દેશની પ્રથમ એડવાન્સ્ડ 3D સેમિકંડક્ટર પેકેજિંગ યૂનિટની શરૂઆત
calendar_today April 19, 2026

Odishaમાં દેશની પ્રથમ એડવાન્સ્ડ 3D સેમિકંડક્ટર પેકેજિંગ યૂનિટની શરૂઆત

ઓડિશાના ભુવનેશ્વર ખાતે આવેલી ઈન્ફો વેલીમાં રવિવારે દેશની પ્રથમ એડવાન્સ્ડ 3D ચિપ પેકેજિંગ યુનિટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ ભારતના સેમીકન્ડક્ટર ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાના સાથે હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર ભારતના વિઝન તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સેમીકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અક્ષય તૃતીયાના શુભ અવસર પર આ સેમીકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. તેમણે આ પ્રોજેક્ટને ઓડિશા માટે ગૌરવની વાત ગણાવી અને જણાવ્યું કે આ પ્લાન્ટમાં અદ્યતન 3D ગ્લાસ સબસ્ટ્રેટ ટેક્નોલોજીનો ઉપયોગ થશે, જે સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં નવી પેઢીનું ઈનોવેશન છે. પ્લાન્ટની ક્ષમતા બે ઘણી કરવાની યોજના તેમણે વધુમાં ઉમેર્યું કે પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ પ્લાન્ટની ક્ષમતા બે ઘણી કરવાની યોજના છે. સાથે જ ઓડિશામાં ચાલી રહેલા રેલવે પ્રોજેક્ટ્સ, જેમ કે પુરી, ભુવનેશ્વર અને કટકના રીડેવલપમેન્ટ પર પણ ભાર મૂકાયો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરન માઝીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક સિદ્ધિ છે. લગભગ 2,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે આ યુનિટ દર વર્ષે 70,000 ગ્લાસ પેનલ, 50 મિલિયન એસેમ્બલ્ડ યુનિટ અને 13,000 જેટલા એડવાન્સ્ડ 3DHI મોડ્યુલનું ઉત્પાદન કરશે. તેમણે ઉમેર્યું કે ઈન્ટેલ, Lockheed Martin જેવી વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓની ભાગીદારી ઓડિશાની વધતી ઔદ્યોગિક શક્તિ દર્શાવે છે. આ પ્રોજેક્ટ રાજ્યને હાઈ-ટેક ઈન્ડસ્ટ્રીમાં નવી ઓળખ અપાવશે. આ પણ વાંચો : India US Trade Deal: વોશિંગ્ટનમાં વેપાર સોદા અંગે બેઠકનું આયોજન, જાણો શું કરાયા દાવા?

Read Full Story arrow_forward