android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: પોલીસનો ખોફ ઓગળ્યો,  હિસ્ટ્રીશીટર પારસ ગોસ્વામીએ બિયરના ટીન સાથે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, Video થયો વાયરલ
calendar_today April 19, 2026

Kutch News: પોલીસનો ખોફ ઓગળ્યો, હિસ્ટ્રીશીટર પારસ ગોસ્વામીએ બિયરના ટીન સાથે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, Video થયો વાયરલ

પશ્ચિમ કચ્છ પોલીસની ધાક ઓછી થઈ હોય તેમ લાગી રહ્યું છે. કચ્છના જાણીતા હિસ્ટ્રીશીટર પારસ ગોસ્વામીનો એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે, જેમાં તે ખુલ્લેઆમ બિયરના ટીન સાથે કેક કાપી પોતાના જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે.બિયરના ટીન અને દારૂની મહેફિલ વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આરોપી પારસ ગોસ્વામી ટેબલ પર બિયરના ટીન ગોઠવીને અને હાથમાં બિયર રાખીને કેક કટિંગ કરી રહ્યો છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં જ્યાં દારૂબંધીના કડક અમલની વાતો થાય છે, ત્યાં એક રીઢો ગુનેગાર આ પ્રકારે સોશિયલ મીડિયા પર પ્રદર્શન કરે તે પોલીસ તંત્ર માટે પડકારરૂપ છે. કોણ છે પારસ ગોસ્વામી? પારસ ગોસ્વામી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ પોલીસ ચોપડે ચડી ચુકેલો હિસ્ટ્રીશીટર છે. તેની વિરુદ્ધ અગાઉ NDPS (નશીલા દ્રવ્યો) ના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ સાથે દારૂની હેરાફેરી અને પ્રોહિબિશનના અનેક કેસો નોંધાયેલા છે.https://x.com/sandeshnews/status/2045746325694910564 પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો આટલો ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતો શખ્સ જાહેર કે અર્ધ-જાહેર સ્થળે આ રીતે દારૂની મહેફિલ માણી કેવી રીતે શકે? શું તેને પોલીસનો જરા પણ ડર નથી? વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, આ વીડિયોના આધારે પોલીસ આ શખ્સ વિરૂદ્ધ શું કડક પગલાં ભરે છે. આ પણ વાંચો - Kutch : ભુજના લોડાઈમાં પાણીપુરી ખાધા પછી થયેલી ફૂડ પોઈઝનિંગની ઘટનામાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર સર્વે શરુ કરાયો

Read Full Story arrow_forward
Palitana: લાખાવાડ નજીક કેનાલમાં નાહવા પડેલા 14 વર્ષના સગીરનું ડૂબી જવાથી મોત, કલાકો બાદ મૃતદેહ મળ્યો
calendar_today April 19, 2026

Palitana: લાખાવાડ નજીક કેનાલમાં નાહવા પડેલા 14 વર્ષના સગીરનું ડૂબી જવાથી મોત, કલાકો બાદ મૃતદેહ મળ્યો

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવાડ ગામ પાસે એક અત્યંત કરુણ ઘટના બની છે. અહીં કેનાલમાં નાહવા ગયેલા એક 14 વર્ષના સગીરનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર લાખાવાડ ગામ અને સગીરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.નાહવા પડ્યો અને કાળ આંબી ગયોમળતી માહિતી મુજબ, લાખાવાડ ગામ નજીકથી પસાર થતી કેનાલમાં રાકેશ વાઘેલા (ઉંમર 14 વર્ષ) નામનો સગીર નાહવા માટે પડ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેનાલના ઠંડા પાણીમાં નાહતી વખતે અચાનક રાકેશ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સગીર ડૂબ્યો હોવાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.કલાકોની જહેમત બાદ મળ્યો મૃતદેહઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને ગામના તરવૈયાઓ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કેનાલના વહેતા પાણીમાં સગીરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી ભારે જહેમત બાદ આખરે રાકેશનો નિપ્રાણ દેહ પાણીમાંથી મળી આવ્યો હતો.આ પણ વાંચો: Surat: વેકેશન પડતા જ વતનની વાટ પકડી, ઉધના સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનો હાઉસફુલ

Read Full Story arrow_forward
Morbi News: માળીયા પોલીસે પશુ આહારની આડમાં ચાલતા દારૂના મોટા નેટવર્કનો કર્યો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today April 19, 2026

Morbi News: માળીયા પોલીસે પશુ આહારની આડમાં ચાલતા દારૂના મોટા નેટવર્કનો કર્યો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસખા અપનાવીને દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે મોરબીની માળીયા પોલીસે પશુઓને ખવડાવવાના ભુસાની આડમાં થતી અંગ્રેજી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.ભુસાના કોથળા નીચે છુપાવી હતી 6672 બોટલો માળીયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ તરફથી ગાંધીધામ તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટ્રક (નંબર: RJ-36-GA-9858) ને અટકાવવામાં આવ્યો હતો. ટ્રકની તલાસી લેતા તેમાં ઉપર પશુ આહારનો ભુસો ભરેલો હતો, પરંતુ અંદર ઝીણવટભરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ 6672 બોટલો મળી આવી હતી. લાખોનો મુદ્દામાલ અને ધરપકડ પોલીસ દ્વારા આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની કિંમત: રૂ. 21,07,000/- અને ટ્રક સહિત કુલ મુદ્દામાલ: રૂ. 40,16,000/- નો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી આરોપી દરિયાવસિંહ લખાસિંહ રાવતને ઝડપી લઈને તેની વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ગાંધીધામમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે. આ પણ વાંચો - Morbi : હળવદના મયાપુરમાં જમીનનો કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ખેતરમાં ઘુસી દંપતી પર 6 શખ્સોનો હુમલો

Read Full Story arrow_forward