android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Updates: આકરી ગરમી માટે તૈયાર રહેજો! દિલ્હી સહિત અનેક શહેરોમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર
calendar_today April 19, 2026

Weather Updates: આકરી ગરમી માટે તૈયાર રહેજો! દિલ્હી સહિત અનેક શહેરોમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે દેશભરમાં હવામાનના વિવિધ મિજાજ અંગે ગંભીર ચેતવણી જારી કરી છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીની ઝપેટમાં આવવાની તૈયારીમાં છે, તો બીજી તરફ પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં દેશની રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ધરખમ વધારો થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ ગરમીનું મોજું (હીટવેવ) ફરી વળવાની શક્યતાને પગલે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં વિદર્ભ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયો છે, જે દર્શાવે છે કે ઉનાળો હવે આકરો બની રહ્યો છે. હીટવેવની આગાહી ધરાવતા વિસ્તારો આગામી સપ્તાહમાં અનેક રાજ્યોએ ગરમીનો સામનો કરવો પડશે.પૂર્વી ઉત્તર પ્રદેશ: 20 એપ્રિલ સુધી,રાજસ્થાન અને ઓડિશા: 19 થી 22 એપ્રિલ દરમિયાન, મધ્ય પ્રદેશ અને વિદર્ભ: આજે અને આવતીકાલે લૂ ફૂંકાશે,ઝારખંડ: 20 અને 21 એપ્રિલે હીટવેવની શક્યતા.દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ગરમીની સાથે ભેજવાળું હવામાન લોકોને પરેશાન કરશે. ઓડિશા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તો રાત્રિના સમયે પણ ગરમ પવન ફૂંકાવાની અને તાપમાન ઊંચું રહેવાની ચેતવણી અપાઈ છે.વરસાદ અને કરાની ચેતવણી જ્યાં એક બાજુ ગરમી પ્રકોપ વરસાવી રહી છે, ત્યાં બીજી બાજુ પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં કુદરતનું અલગ જ રૂપ જોવા મળશે. આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 21 એપ્રિલ સુધી ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. પહાડી વિસ્તારોની વાત કરીએ તો, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડી શકે છે. આ સિવાય હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં પણ છેલ્લા 24 કલાકમાં કરા પડ્યા હોવાના અહેવાલ છે. આ પણ વાંચોઃ હવાઈ મુસાફરી પર મોંઘવારીનું'ગ્રહણ', ઇંધણના ભાવ વધતા વૈશ્વિક ફ્લાઇટ્સમાં કાપ!

Read Full Story arrow_forward
Local Body Elections 2026: ચૂંટણી પહેલા રાજકોટ પોલીસનું 'મેગા ઓપરેશન', 15 રીઢા ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, 8 ચેક પોસ્ટ પર કડક નાકાબંધી
calendar_today April 19, 2026

Local Body Elections 2026: ચૂંટણી પહેલા રાજકોટ પોલીસનું 'મેગા ઓપરેશન', 15 રીઢા ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, 8 ચેક પોસ્ટ પર કડક નાકાબંધી

રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ આ અંગે પોલીસની રણનીતિ સ્પષ્ટ કરતા નિવેદન આપ્યું છે.બુટલેગરો અને હિસ્ટ્રીશીટરો પર તરાપ ચૂંટણી દરમિયાન શાંતિ ભંગ ન થાય તે માટે રાજકોટ પોલીસે ગુનેગારોની યાદી તૈયાર કરી છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને ભય ફેલાવતા 15 થી વધુ હિસ્ટ્રીશીટરો વિરૂદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજુ વધુ અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. 8 થી વધુ ચેક પોસ્ટ અને રાત્રિ પેટ્રોલિંગ ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના પ્રવેશદ્વારો અને મહત્વના પોઈન્ટ્સ પર 8 થી વધુ ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. અહીં રાત્રિના સમયે દરેક વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે, જેથી ગેરકાયદેસર નાણાં, દારૂ કે હથિયારોની હેરાફેરી રોકી શકાય. સંવેદનશીલ બૂથ પર વિશેષ નજર રાજકોટના જે વિસ્તારોમાં અગાઉ ઘર્ષણ થયું હોય અથવા જે બૂથ 'સંવેદનશીલ' જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં પોલીસ દ્વારા અત્યારથી જ ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસની પ્રાથમિકતા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. શંકાસ્પદ હલચલ પર નજર રાખવા માટે ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે. આ પણ વાંચો - Local Body Elections 2026: હું ધારાસભ્ય છું, બેસી જા! – સવાલ પૂછનારા મતદાર પર ભડક્યા સંખેડાના MLA

Read Full Story arrow_forward
Weather Update: ક્યાંક વરસાદ તો ક્યાંક આકરો તડકો, અખાત્રીજ અને મે મહિના અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી
calendar_today April 19, 2026

Weather Update: ક્યાંક વરસાદ તો ક્યાંક આકરો તડકો, અખાત્રીજ અને મે મહિના અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં હવામાનની સ્થિતિ પલટાવાની તૈયારીમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી અને વરસાદી માહોલ અંગે નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, અખાત્રીજની આસપાસ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને વરસાદની આગાહી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અખાત્રીજની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ સક્રિય થશે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ખાસ કરીને મે મહિનામાં ગાજવીજ સાથે અચાનક વરસાદી માહોલ સર્જાઈ શકે છે. 22 એપ્રિલથી ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચશે વરસાદી આગાહીની સાથે જ અંબાલાલ પટેલે આકરી ગરમીનો સંકેત પણ આપ્યો છે. આગામી 22 એપ્રિલથી રાજ્યમાં ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં મહત્તમ તાપમાન 42°C ની આસપાસ પહોંચી જવાની શક્યતા છે, જેને કારણે લોકોએ આકરા તાપનો સામનો કરવો પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગાહી મુજબ, 28 એપ્રિલથી પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) ની અસરના કારણે હવામાનમાં ફરી એકવાર ફેરફાર જોવા મળશે. આ પશ્ચિમ વિક્ષેપની અસરથી મે મહિનાની શરૂઆતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે છે. આમ, અમદાવાદીઓ સહિત રાજ્યભરના લોકોએ ગરમી અને અચાનક આવતા વરસાદ એમ બંને માટે તૈયાર રહેવું પડશે. આ પણ વાંચો - Ahmedabadમાં આગામી સાત સુધી હીટવેવનું યલો એલર્ટ, જાણો ગરમીથી બચવા માટે શું કરશો?

Read Full Story arrow_forward