android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ચૂંટણી પૂર્વે શાંતિ ડહોળવા મથતા દમણના કુખ્યાત બુટલેગર સુખા પટેલની ધરપકડ
calendar_today April 19, 2026

Surat: ચૂંટણી પૂર્વે શાંતિ ડહોળવા મથતા દમણના કુખ્યાત બુટલેગર સુખા પટેલની ધરપકડ

સુરત ગ્રામ્ય પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કમર કસી છે. કોસંબા પોલીસ મથકની હદમાં નોંધાયેલા રૂ. 16.24 લાખના વિદેશી દારૂના કેસમાં લાંબા સમયથી નાસતા-ફરતા દમણના કુખ્યાત બુટલેગર સુરેશ ઉર્ફે સુખા જગુભાઈ પટેલને સુરત LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે દમણના ભીમપોર ખાતેથી ઝડપી પાડ્યો છે.ગુપ્ત ઓપરેશન અને 'ફિલ્મી' ધરપકડસુરત રેન્જ IG પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય SP રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો કાર્યરત હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે PSI એ.એન. ચૌહાણને પાકી બાતમી મળી હતી કે સુખો પટેલ દમણમાં છુપાયો છે. આ બાતમીના આધારે પોલીસે દમણના ભીમપોર વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરી ઘેરો ઘાલ્યો હતો અને તેને દબોચી લીધો હતો.સંગઠિત અપરાધ અને ગુનાહિત ઇતિહાસઝડપાયેલા આરોપી સુખા પટેલ સામે કોસંબા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતાની સંગઠિત અપરાધ  સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સુખો વર્ષ 2007-08 થી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે.નવસારી, પલસાણા અને ગણદેવીમાં પ્રોહિબિશનના અનેક કેસ,પારડી પોલીસ સ્ટેશનમાં લૂંટ અને છેતરપિંડીના ગુના.વાપી અને વલસાડમાં પણ નોંધાયેલો છે ગુનાહિત ઇતિહાસ.ચૂંટણીમાં દારૂ ઘુસાડવાની હતી ફિરાકચૂંટણી નજીક આવતા જ બુટલેગરો સક્રિય બનતા હોય છે. સુખો પટેલ ગુજરાતમાં મોટા પાયે દારૂ સપ્લાય કરી રાજ્યની શાંતિ ડહોળવા અને કાયદો-વ્યવસ્થા જોખમાવવાની ફિરાકમાં હતો. જોકે, સુરત ગ્રામ્ય પોલીસે તેની ધરપકડ કરી બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. હાલ આરોપીનો કબજો કીમ પોલીસને સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Valsad: લગ્નની લાલચ આપી સોશિયલ મીડિયાના મિત્રએ યુવતી પર આચર્યું દુષ્કર્મ, સીટી પોલીસે હાથ ધરી તપાસ

Read Full Story arrow_forward
Surendranagar News: ક્યાંક તમે તો નથી ખાતાને આ બ્રાંડેડ નકલી ઘી! 'અમૂલ'ના નામે નકલી ઘી વેચવાનું મસમોટું નેટવર્ક ઝડપાયું
calendar_today April 19, 2026

Surendranagar News: ક્યાંક તમે તો નથી ખાતાને આ બ્રાંડેડ નકલી ઘી! 'અમૂલ'ના નામે નકલી ઘી વેચવાનું મસમોટું નેટવર્ક ઝડપાયું

સુરેન્દ્રનગર શહેરમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘી પધરાવવાનું મસમોટું નેટવર્ક કાર્યરત હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ રેડ દરમિયાન જાણીતી બ્રાન્ડ "અમૂલ પ્યોર ઘી" ના માર્કાવાળા શંકાસ્પદ નકલી ઘીના કુલ 22 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે.ક્યાં ક્યાં કરાઈ રેડ? તંત્ર દ્વારા સુરેન્દ્રનગર શહેરના બે મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહેતા માર્કેટમાં આવેલી 'આદિનાથ એન્ટરપ્રાઇઝ' માંથી શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા. જ્યારે ટાંકી ચોક નજીક આવેલી 'જે.સી. એન્ડ કંપની' માં તપાસ કરતા વધુ 16 ડબ્બા મળી આવ્યા હતા. અમદાવાદ કનેક્શન ખુલ્યું પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, ટાંકી ચોકમાં આવેલી જે.સી. એન્ડ કંપનીનો જ એક શખ્સ અમદાવાદથી આ ઘીના ડબ્બા લાવીને સુરેન્દ્રનગરના સ્થાનિક વેપારીઓને સપ્લાય કરતો હતો. આ નેટવર્ક કેટલું મોટું છે, અને અત્યાર સુધી કેટલું નકલી ઘી બજારમાં વેચાઈ ચૂક્યું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. લેબોરેટરી રિપોર્ટ પર નજર ફૂડ વિભાગ દ્વારા સ્થળ પરથી 15 કિલોના ટીન ડબ્બામાંથી કુલ 3 નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે વડોદરાની સ્ટેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટમાં ઘી નકલી સાબિત થયા બાદ વેપારીઓ અને સપ્લાયર વિરૂદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો - Surendranagar : સાયલામાં દીકરીના લગ્ન માટે ખેતર વેચીને બનાવેલા ઘરેણાં તસ્કરો ચોરી ગયા, શ્રમિક પરિવાર ઉપર આભ ફાટ્યું

Read Full Story arrow_forward
Mehsana: ગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાણીએ તારંગા જૈન મંદિરમાં કરી પૂજા-અર્ચના, યાત્રાળુઓની સુવિધા અંગે ટ્રસ્ટીઓ સાથે ચર્ચા
calendar_today April 19, 2026

Mehsana: ગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાણીએ તારંગા જૈન મંદિરમાં કરી પૂજા-અર્ચના, યાત્રાળુઓની સુવિધા અંગે ટ્રસ્ટીઓ સાથે ચર્ચા

 રવિવારે અક્ષય તૃતીયાના અત્યંત શુભ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણીએ ગુજરાતના સુપ્રસિદ્ધ તારંગા તીર્થની મુલાકાત લીધી હતી. મહેસાણા જિલ્લાની તારંગાની ટેકરીઓમાં બિરાજમાન 12મી સદીના ઐતિહાસિક અજિતનાથ ભગવાન શ્વેતાંબર જૈન દેરાસરમાં દંપતીએ પૂરા શ્રદ્ધાભાવ સાથે પૂજા-અર્ચના કરી હતી.ભવ્ય સ્વાગત અને દર્શનઅદાણી દંપતી સવારે 7:45 કલાકે ખેરાલુ તાલુકાના ડભોડા હેલિપેડ પર ઉતરાણ કર્યું હતું, જ્યાં જૈન સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ તારંગાની ટેકરી પર પહોંચ્યા હતા. જૈન ધર્મના બીજા તીર્થંકર ભગવાન અજિતનાથના ગર્ભગૃહમાં જઈને તેમણે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, અક્ષય તૃતીયાનો દિવસ જૈન પરંપરામાં દાન અને તપના મહત્વને કારણે અત્યંત પવિત્ર માનવામાં આવે છે.યાત્રાધામના વિકાસ અને પર્યાવરણ અંગે પરામર્શઆ મુલાકાત દરમિયાન ગૌતમ અદાણીએ મંદિરના ટ્રસ્ટી સચિન અશોકભાઈ શાહ સાથે મહત્વની બેઠક કરી હતી. તેમણે મંદિરની સ્થાપત્ય કલાની જાળવણી અને યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ વધારવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, અદાણી ગ્રુપ દ્વારા તારંગાની ટેકરીઓને વધુ લીલીછમ બનાવવા માટે કરવામાં આવી રહેલા વનીકરણ (Afforestation) ના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.દાન અને આસ્થાનું પર્વઅક્ષય તૃતીયા એટલે કે 'અખાત્રીજ'ને સમૃદ્ધિ અને નવા શુભારંભ માટે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. જૈન માન્યતા મુજબ આ દિવસે ભગવાન ઋષભનાથને વર્ષીતપના પારણામાં પ્રથમ દાન મળ્યું હતું. આ પવિત્ર દિવસે અદાણી પરિવારે મંદિરની કેન્ટીનની પણ મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાળુઓ સાથે સમય વિતાવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી પરિવારે ચાલુ મહિનાની શરૂઆતમાં હનુમાન જયંતિના અવસરે અયોધ્યા રામ મંદિરની પણ મુલાકાત લીધી હતી. તારંગાની આ મુલાકાત તેમની આધ્યાત્મિકતા અને ભારતીય સાંસ્કૃતિક વારસા પ્રત્યેની તેમની કટિબદ્ધતા દર્શાવે છે.આ પણ વાંચો: Surat: ચૂંટણી પૂર્વે શાંતિ ડહોળવા મથતા દમણના કુખ્યાત બુટલેગર સુખા પટેલની ધરપકડ

Read Full Story arrow_forward