android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ધંધુકા હત્યા કેસની થશે નિષ્પક્ષ તપાસ, SIT ની રચના કરાઈ, DySP પ્રકાશ પ્રજાપતિના નેતૃત્વમાં 4 અધિકારીઓની ટીમ એક્શનમાં
calendar_today April 19, 2026

Ahmedabad News: ધંધુકા હત્યા કેસની થશે નિષ્પક્ષ તપાસ, SIT ની રચના કરાઈ, DySP પ્રકાશ પ્રજાપતિના નેતૃત્વમાં 4 અધિકારીઓની ટીમ એક્શનમાં

અમદાવાદના ધંધુકામાં થયેલી ધર્મેશ નામના યુવાનની હત્યાના મામલે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંવેદનશીલ કેસમાં મૃતકના પરિવારને ઝડપી અને નિષ્પક્ષ ન્યાય મળી રહે તે હેતુથી ખાસ SIT (Special Investigation Team) ની રચના કરવામાં આવી છે.DySP ના નેતૃત્વમાં હાઈ-લેવલ તપાસ ધંધુકા હત્યા કેસની ગંભીરતાને જોતા આ તપાસ હવે DySP પ્રકાશ પ્રજાપતિ ને સોંપવામાં આવી છે. તેમની અધ્યક્ષતામાં રચાયેલી આ SIT ટીમમાં અનુભવી પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ ઘટનાના દરેક પાસાઓની ઝીણવટભરી તપાસ કરશે, જેથી કોઈ પણ કસૂરવાર બચી ન શકે. SIT ટીમમાં સામેલ અધિકારીઓ આ વિશેષ તપાસ ટીમમાં કુલ 4 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પ્રકાશ પ્રજાપતિ (DySP) - ટીમ લીડર, રઘુ કરમટીયા (PI), કરણ વિહોલ (PI) અને એસ.એચ. ઝાલા (PSI)નો સમાવેશ થાય છે. દરરોજ મોનિટરિંગ અને સાપ્તાહિક રિપોર્ટ તપાસમાં પારદર્શિતા જળવાય તે માટે SIT ને ખાસ સૂચના આપવામાં આવી છે. આ ટીમ દ્વારા કરવામાં આવતી તપાસનું દરરોજ મોનિટરિંગ કરવામાં આવશે. એટલું જ નહીં, તપાસની પ્રગતિ અંગેનો વિસ્તૃત રિપોર્ટ દર અઠવાડિયે ઉચ્ચ અધિકારીઓને સોંપવાનો રહેશે. SIT ની રચના થતા હવે તપાસમાં વધુ ગતિ આવશે અને ગુપ્ત પુરાવાઓ એકત્ર કરવામાં સરળતા રહેશે. પરિવારને ન્યાયની આશા ભરવાડ યુવાનની કરપીણ હત્યાને પગલે સ્થાનિક સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે SIT ની રચના થતા પરિવારજનોમાં ઝડપી ન્યાયની આશા જાગી છે. પોલીસનું પ્રાથમિક લક્ષ્ય તમામ આરોપીઓને સખત સજા અપાવી દાખલો બેસાડવાનો છે. આ પણ વાંચો - Ahmedabad News: ધંધુકા હત્યાકાંડ બાદ શહેરમાં તંગદિલી વચ્ચે પોલીસનું મેગા કોમ્બિંગ, બે તીક્ષ્ણ હથિયારો જપ્ત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : કડીમાં માનવતા શર્મસાર, 8 વર્ષના માસૂમ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી નરાધમે વીડિયો વાયરલ કર્યો
calendar_today April 19, 2026

Gujarat Latest News Live : કડીમાં માનવતા શર્મસાર, 8 વર્ષના માસૂમ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી નરાધમે વીડિયો વાયરલ કર્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Srinagar એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકને કસ્ટડીમાં લેવાયા, ચેકિંગ દરમિયાન 2 સેટેલાઈટ ફોન મળી આવ્યા
calendar_today April 19, 2026

Srinagar એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકને કસ્ટડીમાં લેવાયા, ચેકિંગ દરમિયાન 2 સેટેલાઈટ ફોન મળી આવ્યા

શ્રીનગરના એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન બે અમેરિકી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. એરપોર્ટ પર રૂટિન સિક્યુરિટી ચેક દરમિયાન તેમના સામાનની સ્કેનિંગ કરતી વખતે એક બેગમાંથી ગાર્મિન કંપનીનો સેટેલાઈટ ફોન મળી આવ્યો હતો. આ ફોન મળતાં જ સુરક્ષા એજન્સીઓએ તરત જ બંનેને રોકી પૂછપરછ શરૂ કરી હતી.સેટેલાઈટ ફોન કેમ લાવવામાં આવ્યો? પ્રાથમિક પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન મળતા બંનેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. જે મુસાફરના બેગમાંથી ફોન મળી આવ્યો હતો તેની ઓળખ જેફરે સ્કોટ તરીકે થઈ છે, જે અમેરિકાના મોન્ટાના રાજ્યનો રહેવાસી છે. હાલમાં બંને ભારત શ્રીનગર કયા હેતુથી આવ્યા હતા અને સેટેલાઈટ ફોન કેમ લાવવામાં આવ્યો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલાની વધુ તપાસ શરૂ સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ ભારતના નિયમો અનુસાર સેટેલાઈટ ફોનનો ઉપયોગ અને તેને દેશમાં લાવવું કડક નિયંત્રણ હેઠળ છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં આવા ઉપકરણો પર કડક નજર રાખવામાં આવે છે. અગાઉ પણ કેટલાક વિદેશી પ્રવાસીઓ સેટેલાઇટ ફોન સાથે પકડાયા હોવાના કિસ્સાઓ નોંધાયા છે. હાલ પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે અને નિયમોના ભંગ અંગે કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ પણ વાંચો : Weather Updates: આકરી ગરમી માટે તૈયાર રહેજો! દિલ્હી સહિત અનેક શહેરોમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર

Read Full Story arrow_forward