android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: સહકારી બેંકમાં હોળીના દિવસે થયેલી 7 કરોડની સાયબર ચોરીનો પર્દાફાશ, 135 ખાતા હેક કરનાર 4 આરોપીઓ ઝડપાયા
calendar_today April 18, 2026

Bhavnagar: સહકારી બેંકમાં હોળીના દિવસે થયેલી 7 કરોડની સાયબર ચોરીનો પર્દાફાશ, 135 ખાતા હેક કરનાર 4 આરોપીઓ ઝડપાયા

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં હોળીના તહેવારો દરમિયાન થયેલી અત્યાર સુધીની સૌથી મોટી સાયબર લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં બેંકની સિસ્ટમ હેક કરનાર 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.ભાવનગર બેંક હેકિંગ કેસતપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ બેંકની CBS (Core Banking Solution) સિસ્ટમમાં રહેલી એક ટેકનિકલ ખામી એટલે કે 'બગ' (Bug) શોધી કાઢી હતી. હોળીના તહેવારની રજાઓનો લાભ લઈને હેકર્સે આ સિસ્ટમમાં એન્ટ્રી કરી હતી અને માત્ર એક જ રાતમાં બેંકમાંથી અંદાજે 7 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.નાના ખાતાધારકોને બનાવ્યા નિશાનહેકર્સે ખૂબ જ ચાલાકીપૂર્વક એવા 135 ખાતાઓને ટાર્ગેટ કર્યા હતા જેમાં નાની રકમ જમા હતી. મોટા ટ્રાન્ઝેક્શન તરત નજરે ન પડે તે રીતે આ રકમને અલગ-અલગ ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. બેંકના ઓડિટ દરમિયાન આ મસમોટા ફ્રોડની જાણ થતા હોબાળો મચી ગયો હતો.પોલીસ કાર્યવાહીઆ કેસની ગંભીરતાને જોતા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ડેટા એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી. અંતે, આ હાઈ-ટેક લૂંટ ચલાવનાર 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ પણ વાંચો:Vadodara: સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું ઓપરેશન, 210 કરોડના સાયબર કૌભાંડમાં બે ગેંગના 7 આરોપીઓ ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabad: ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આફત: 19 થી 21 એપ્રિલ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
calendar_today April 18, 2026

Ahmedabad: ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આફત: 19 થી 21 એપ્રિલ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતમાં હાલ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને મહત્વની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે આગામી 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીહવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.19 એપ્રિલના સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને મધ્ય-પૂર્વ ગુજરાતના મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે.20 એપ્રિલના અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં માવઠાની આગાહી છે.21 એપ્રિલના વરસાદનો વ્યાપ વધતા અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ તેમજ સુરત અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે.ગરમીનો પારો પણ ચઢશેચોંકાવનારી વાત એ છે કે વરસાદની આગાહી છતાં ગરમીમાં કોઈ મોટો ઘટાડો જોવા નહીં મળે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. જેના કારણે લોકોએ એકતરફ બફારો અને બીજી તરફ ગરમી એમ બેવડી ઋતુનો સામનો કરવો પડશે.ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું ચૈત્ર માસમાં વારંવાર બદલાતા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આ વરસાદી માહોલ સર્જાશે તેમ જણાવ્યું છે.આ પણ વાંચો: Bhavnagar: સહકારી બેંકમાં હોળીના દિવસે થયેલી 7 કરોડની સાયબર ચોરીનો પર્દાફાશ, 135 ખાતા હેક કરનાર 4 આરોપીઓ ઝડપાયા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : મ્યુઅલ એકાઉન્ટથી નાણાં સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, 273 ગુનામાં સંડોવણી હોવાનો ખુલાસો
calendar_today April 18, 2026

Gujarat Latest News Live : મ્યુઅલ એકાઉન્ટથી નાણાં સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, 273 ગુનામાં સંડોવણી હોવાનો ખુલાસો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward